ETV Bharat / state

Use of chana in Holi : હોલિકા દહન માટે છાણાનો વેપાર કરતા વિક્રેતાઓને મહેનત પ્રમાણે પૂરતા ભાવ નથી મળતા - About Holi

હોળીના તહેવારને હવે (Holi of 2022 )માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હોળીના દિવસે હોલિકા દહન માટે છાણાનો વિશેષ ઉપયોગ(Use of chana in Holi) થતો હોય છે. કચ્છમાં હોલિકા દહન માટે ગાયના ગોબરથી બનેલા છાણાને પ્રાથમિકતા આપવામાં આવે છે. છાણાનું છુટક વેચાણ કરતા વિક્રેતાઓને મહેનત પ્રમાણે પૂરતા ભાવ પણ નથી મળતા.

Use of chana in Holi : હોલિકા દહન માટે છાણાનો વેપાર કરતા વિક્રેતાઓને મહેનત પ્રમાણે પૂરતા ભાવ નથી મળતા

author img

By

Published : Mar 14, 2022, 2:11 PM IST

કચ્છઃ હોળીનો તહેવાર નજીક આવતા(Holika Dahan festival)દરેક લોકો પોતપોતાની રીતે હોળી દહનની તૈયારીઓ કરતા (Holi of 2022 )જોવા મળી રહ્યા છે. ત્યારે હોલિકા દહનમાં વપરાતા છાણાનું મહત્વ રહેતું હોય છે. ગાયના ગોબર માંથી બનતા છાણાને લોકો પ્રાથમિકતા આપતા હોય છે. આ છાણા બનનવવા માટે દિવાળી બાદથી જ વિક્રેતાઓ ગોબર માંથી છાણા(Use of chana in Holi) બનાવવાનું શરૂ કરે છે.

હોલિકા દહન માટે છાણા

દિવસના 200 થી 300 જેટલા છાણા બનાવે કારીગર---છાણા બનાવીને વેચાણ કરતા કારીગરો વહેલી સવારે વાડા અને રસ્તા પરથી ગોબર એકત્ર કરી ધોમ ધખતા તાપમાં ગોબરમાં પાણી અને ભૂસો મેળવી તેને થાપી થાપીને આકાર આપી છાણા બનાવીને સૂકવવા માટે રાખે છે. પોતાનો મોટા ભાગનો કામ આટલા તડકામાં મહા મહેનતે કરી દિવસના 200 થી 300 જેટલા છાણા બનાવે છે.

આ પણ વાંચોઃ શ્વાન બન્યો શામળાજીનો ભક્ત...શ્રદ્ધા સાથે કરી રહ્યો દ્વારકાની પદયાત્રા

એક છાણા માટે એક રૂપિયો આપવા પણ તૈયાર થતા નથી ---હાલમાં કોઇપણ વસ્તુના ભાવ દરરોજ સવાર પડેને વધતા હોય છે. પરંતુ આજે પણ આ કારીગરોને છાણાનો ભાવ રૂપિયામાં નહીં પરંતુ પૈસામાં આપાય છે. કારીગરોના જણાવ્યા મુજબ આજે પણ લોકો જ્યારે હોળી પૂર્વ છાણા ખરીદવા આવે છે ત્યારે એક છાણા માટે એક રૂપિયો આપવા પણ તૈયાર થતા નથી અને માત્ર 70 થી 80 પૈસામાં જ લેવા આગ્રહ કરે છે તો ક્યારેક જ છાણાના નંગ 1ની કિંમત એક રૂપિયાના ભાવથી વેચાય છે.

મહેનત મુજબ ભાવ નથી મળતા---છેલ્લા ત્રણ ચાર દાયકાથી છાણા બનાવતા પ્રેમિલાબહેને ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વહેલી સવારના ગાયના છાણા લેવા માટે નીકળી જવું પડે છે. ત્યારબાદ આખો દિવસ એક-એક કરીને છાણા બનાવીને પછી સુકવવા રાખવા પડે એટલે આમ તો આ સખત મહેનત માંગી લેતું કામ છે. પરંતુ મહેનત મુજબ ભાવ નથી મળી રહ્યા.

આ પણ વાંચોઃ Holi in Rajkot 2022 : વૈદિક હોળી માટે રાજકોટની ગૌશાળાએ તૈયાર કરી ગોબરસ્ટીક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.