કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ (corona case in india) ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, ઉપરાંત કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમીક્રોન પણ દેશમાં પગપેસારો કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનાં (Corona Cases in Kutch) સંક્રમણની વાત કરવામાં આવે તો, આજે મંગળવારે કચ્છમાં 121 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 367 પહોંચી છે. આજે 90 દર્દીને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમીક્રોનના (Omicron Cases in Kutch) જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે, જેમાંથી આજે 2 લોકો સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં (Kutch Corona Update) આવ્યા હતા.
આજ સુધી ઓમીક્રોનના 07 કેસો નોંધાયા
કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13455 પોઝિટિવ કેસો નોંધાયા છે, તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે, તો જિલ્લામાં 291 એક્ટિવ કેસો છે. આજ સુધી સાજા થયેલા કેસો 13054 છે, તથા આજ સુધી ઓમીક્રોનના (corona new variant omicron) 7 કેસો નોંધાયા છે.
જિલ્લામાં 81 કેસો અર્બન વિસ્તારમાં તથા 40 કેસો ગ્રામ્ય વિસ્તારમાં
આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 121 કેસો પૈકી 81 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 40 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 50 કેસો નોંધાયા છે, તો ભુજ તાલુકામાં 42, અંજાર તાલુકા 11, મુન્દ્રા તાલુકામાં 9, માંડવી તાલુકામાં 4, ભચાઉ અને નખત્રાણા તાલુકામાં 2-2 કેસ અને રાપર તાલુકામાં 1 કેસ નોંધાયા છે. આજે કચ્છ જિલ્લામાં કુલ 90 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 34 દર્દીઓ ગાંધીધામ તાલુકાના છે, 25 દર્દીઓ ભુજ તાલુકાના છે જ્યારે 12 દર્દીઓ માંડવી તાલુકાના છે, અંજાર અને ભચાઉ તાલુકાના 6-6 દર્દીઓ છે, લખપત તાલુકાના 3 દર્દીઓ છે તો મુન્દ્રા 2 દર્દીઓ છે તથા નખત્રાણા અને રાપર તાલુકાના 1-1 દર્દીઓ સ્વસ્થ થયા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 40 કેસોની વિગત
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 36 કેસો પૈકી માનકુવામાં 7, માધાપરમાં 5, રતનાલમાં 3, મિરઝાપરમાં 3, મોટા લાયઝામાં 3, કોડકીમાં 2 ,નારણપરમાં 2,, કિડાણામાં 1, વર્ષામેડીમાં 1, ધમડકામાં 1,મેઘપર બોરિચીમાં 1, બળદિયામાં 1, ભરસરમાં 1, દેસલસર વાંઢાયમાં 1, ખાવડામાં 1, રામપર વેકરામાં 1, ભુજપુરમાં 1, મોટા કપાયમાં 1, વિથોણમાં 1, વિરાણી મોટીમાં 1, ગાગોદરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
કુલ વેક્સિનેશન :
1st Dose: 1601159
2nd Dose: 1438405
Precaution Dose: 8639
આ પણ વાંચો:
Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 63 અને ઓમીક્રોનનો 1 કેસ નોંધાયો
Childrens Vaccination 2022: કચ્છ જિલ્લામાં 3જી જાન્યુઆરીથી 15થી18 વર્ષના બાળકોને અપાશે વેકિસનનો ડોઝ