ETV Bharat / state

Bronze statue of Maharaja: કચ્છના અંતિમ મહારાજાની જન્મતિથિએ પ્રતિમાનું અનાવરણ કરાયું, જાણો ઈતિહાસ - Birth date of Rajvi Maharaja Pragmalji

કચ્છના અંતિમ મહારાવ સ્વ. પ્રાગમલજી ત્રીજા બાવા સાહેબના જન્મતિથિ નિમિતે( Bronze statue of Maharaja )રણજીત વિલાસ પેલેસમાં મહારાવની કાંસ્યની પ્રતિમાનું અનાવરણ મહારાણી પ્રીતિદેવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત 30 લાખના ખર્ચે સ્મારક ઉદ્યાન પણ ઊભું કરવામાં આવ્યું છે જેનું કામ હજી ચાલુ છે.

Bronze statue of Maharaja: કચ્છના અંતિમ મહારાવની જન્મતિથિએ તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું

author img

By

Published : May 14, 2022, 3:44 PM IST

કચ્છઃ જિલ્લાના અંતિમ મહારાવ સ્વ. પ્રાગમલજી ત્રીજા બાવા સાહેબના જન્મતિથિ નિમિતે તેમના નિવાસસ્થાન (Birth date of Rajvi Maharaja Pragmalji )રણજીત વિલાસ પેલેસ ખાતે મહારાવની કાંસ્યની પ્રતિમાનું અનાવરણ મહારાણી પ્રીતિદેવીના હસ્તે કરવામાં આવ્યું. તેમજ સ્મારક ઉદ્યાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નિમાબહેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્યાનમાં 18 મહારાવનો ઇતિહાસની માહિતી પણ લોકો મેળવી શકશે.

પ્રતિમાનું અનાવરણ

કચ્છના અંતિમ મહારાવના જન્મદિવસે તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું - કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાની જન્મતિથિ છે. ત્યારે તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે 2.5 એકરમાં 15 લાખના ખર્ચે કાંસ્યની પ્રતિમાનું (Bronze statue of Maharaja )અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 30 લાખના ખર્ચે સ્મારક ઉદ્યાન પણ ઊભું કરવામાં આવ્યું છે જેનું કામ હજી ચાલુ છે. આ પ્રસંગે મહારાવ પ્રાગમલજી ત્રીજાના વારસદાર એવા કુંવર ઇન્દ્રજીત સિંહ જાડેજા, કુંવર મયૂરધ્વજસિંહ જાડેજા, કુંવર કૃતાર્થ સિંહ જાડેજા અને રાજ પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના 18 મહારાવના ઈતિહાસ વિશેની માહિતી - આ સ્મારક ઉદ્યાનમાં મહારાવ પ્રાગમલજી ત્રીજાની કાંસ્ય પ્રતિમા સાથે કચ્છના 18 મહારાવના ઈતિહાસ વિશેની માહિતી પણ દર્શાવવામાં આવી છે. જેથી કરીને કચ્છની જનતા કચ્છમાં જે જે રાજવીઓએ શાસન કર્યું છે તેના અંગે માહિતી મેળવી શકે અને રાજવીઓ દ્વારા કરાયેલા વિવિધ કાર્યોથી માહિતગાર થઈ શકે.

આ પણ વાંચોઃ કચ્છી નવા વર્ષે રાજવી પરિવારે કર્યું પૂજન, મહારાવ પ્રાગમલજી ત્રીજાએ કચ્છી બંધુઓને પાઠવી શુભેચ્છા

મહારાવ પ્રાગમલજી ત્રીજાનો ઇતિહાસ - 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત જ્યારે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયું હતું, ત્યારે દેશ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. જેને એક કરવા સરદાર વલ્લભભાઈ પટેલે બીડું ઝડપ્યું હતું. દેશ સ્વતંત્ર થયો ત્યારે કચ્છના તત્કાલિન રાજવી વિજયરાજજી લંડનમાં સારવાર મેળવતાં હતા. તેમના હુકમથી તેમના પુત્ર મદનસિંહજીએ 16 ઓગસ્ટ 1947ના રોજ કચ્છ રાજ્યના ભારતમાં વિલીનીકરણ પર સહી કરી હતી. તે સમયે કચ્છનો ‘ક’ વર્ગના રાજ્ય તરીકે ઉદય થયો હતો. જેનું સંચાલન કેન્દ્રીય સરકારથી કરવામાં આવતું હતું. પાછળથી કચ્છને ગુજરાત રાજ્યના જિલ્લા તરીકે ભેળવી દેવાયુ હતું.

વર્ષો જૂની પરંપરાઓ સાથે આધુનિક પ્રગતિશીલ વિચારધારા- 26 જાન્યુઆરી 1948ના રોજ વિજયરાજજીના અવસાન બાદ મદનસિંહજી મહારાવ બન્યા હતા. 17 ઓક્ટોબર 1991માં મદનસિંહજીનું અવસાન થયું હતું. ત્યારબાદ ભુજના પ્રાગમહેલ પેલેસમાં ટીલામેડી વિધિ દ્વારા તેમના જ્યેષ્ઠ પુત્ર પ્રાગમલજી ત્રીજાને મહારાવ (હિઝ હાઈનેસ મહારાજાધિરાજ મિર્ઝા મહારાવ પ્રાગમલજી ત્રીજા, સવાઈ બહાદુર, કચ્છ મહારાવ તરીકે ઘોષિત કરાયા હતા. મહારાવ પ્રાગમલજી ત્રીજાએ અજમેરની મેયો કોલેજ અને દહેરાદૂનની દૂન સ્કૂલ માં શાળાકીય શિક્ષણ મેળવી દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જીવનના પૂર્વાર્ધનો મોટાભાગનો સમય તેમણે મુંબઈ અને લંડનમાં વિતાવ્યો હતો. જો કે, પાછળથી તે મોટાભાગનો સમય કચ્છમાં ગાળતા હતા. મિલનસાર સ્વભાવ ધરાવતા મહારાવ વર્ષો જૂની પરંપરાઓ સાથે આધુનિક પ્રગતિશીલ વિચારધારાના પણ પ્રોત્સાહક હતા.

અનેક ઐતિહાસિક સ્મારક અને વારસો - આઝાદી બાદ કચ્છને અનેક બાબતમાં થતાં અન્યાય બાબતે તેમણે અલગ કચ્છની માંગને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. તેમણે ભૂકંપમાં ધ્વસ્ત પ્રાગમહેલ અને આયના મહેલનું પુનઃનિર્માણની કામગીરી કરાવી હતી. રાજવી પરિવારના નામે ભુજમાં રણજીતવિલાસ પેલેસ, પ્રાગમહેલ, આયના મહેલ, શરદબાગ પેલેસ, માંડવીના વિજય વિલાસ પેલેસ, ચાડવા રખાલ સહિત અનેક ઐતિહાસિક સ્મારક અને વારસો છે. મુંબઈમાં પણ મોટી મિલકત છે. પ્રાગમલજી ત્રીજાની વિદાયથી ક્ચ્છ આજે શોકમાં ગરકાવ છે તેમની ખોટ કદી પણ પુરી શકાશે નહીં. મહારાવ પ્રાગમલજી ત્રીજાએ એક એવા રાજવી હતા, જેમણે યુવા કાળથી કરીને અંતિમ સુધી તેમણે પવિત્રતા જાળવી રાખી હતી તથા કોમી એકતા માટે તો હંમેશા ઊભા રહ્યા હતા.

આ પણ વાંચોઃ ઐતિહાસિક ક્ષણ: 350 વર્ષમાં પ્રથમ વાર મહિલા દ્વારા માતાના મઢે પતરી વિધિ કરી, માતાજીએ આપ્યા પરચા

ભુજમાં પ્રાચીનમાં આશાપુરા મંદિર - પ્રખ્યાત વંશના અંતિમ વારસ મહારાવ પ્રાગમલજી ત્રીજા કે જેઓએ 185 વર્ષના સમયગાળા બાદ ભુજમાં પ્રાચીનમાં આશાપુરા મંદિરનું મોટા પાયે પુનઃ નિર્માણ અને જીર્ણોધ્ધાર કરવા માટે અન્યોને પ્રેરિત અને માર્ગદર્શિત કરેલ અને મહારાણી પ્રીતિદેવી સાથે સંયુકત નામે દેશ દેવી માં આશાપુરાને કચ્છી કોરી અર્પણ કરી. તેમણે પ્રાગસર તળાવ પાસે અનન્ય વન્યજીવોના પોષણ અને સંવર્ધન માટે વાતાવરણને અનુરૂપ ઉદ્યાન સંરક્ષિત કરેલ.વાંઢાય તપોભૂમિ અને બોતેર જીનાલય તીર્થમાં ભવ્ય નવાં યાત્રાધામોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.મુંબઈ મધ્ય વસતા લાખો કચ્છીઓના અનાજ વિતરણ અને પુરવઠાનું નિયંત્રણ પણ કરવામાં આવી રહ્યું છે.

ભૂકંપ બાદ અંગત સ્ત્રોતોમાંથી અનેક મહેલોનું પુનરૂધ્ધાર કરાવ્યું - ગુજરાતના કચ્છી મુખ્યપ્રધાન સુરેશચંદ્ર મહેતા તેઓના સમકાલીન. 2001ના વિનાશક ભૂકંપ બાદ અંગત સ્ત્રોતોમાંથી તેમણે પ્રાગમહેલ, રણજીતવિલા,વિજય વિલાસનું પુનરૂધ્ધાર કર્યું. ભુજ દરબારગઢમા નવા ભવ્યદ્વારનું નિર્માણ કરી અને સુખ સદાચાર દ્વાર નામકરણ કરવામ આવ્યું હતું. મહારાણી પ્રીતિ દેવી કચ્છ પ્રત્યેના પ્રેમના પ્રતીકરૂપે પાંચ દેવીઓ મહામાયા, રૂદ્રાણી, મહાકાળી, હિંગળાજ અને શત્રિપુરસુંદરી સાથે 51 શક્તિપીઠ ધરાવતા શક્તિસ્થળનું ચાડવા રખાલ મધ્યે નિર્માણ કરાવ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.