ETV Bharat / state

Unseasonal Rains In Kutch : કચ્છના વિસ્તારોમાં ઝરમર વરસાદ,જાણો આજનું લઘુતમ તાપમાન - આજે પણ માવઠાની આગાહી

થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી (Unseasonal rainfall forecast by Meteorological Department) કરવામાં આવી હતી. જેના પગલે આજે બુધવારે કચ્છના (Unseasonal Rains In Kutch) અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો.

Unseasonal Rains In Kutch : કચ્છના વિસ્તારોમાં ઝરમર વરસાદ,જાણો આજનું લઘુતમ તાપમાન

author img

By

Published : Jan 5, 2022, 11:19 AM IST

કચ્છ: નવા વર્ષના આગમન સાથે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો (Increase in minimum temperature in Gujarat) થતા ઠંડીમાં ઘટાડો થયો છે. તેમજ ઘણા વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે બુધવારે તમામ જિલ્લાઓમાં ઠંડીમાં ઘટાડો નોંધાતા માર્ગો પર લોકોની અવરજવર વધુ દેખાઈ હતી.

કમોસમી વરસાદના કારણે ખેડુતોમાં ચિંતા

થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી (Unseasonal rainfall forecast by Meteorological Department) કરવામાં આવી હતી. ઉત્તર–પશ્ચિમ ભારતમાં સર્જાયેલા વિક્ષોભના કારણે આજે બુધવારથી શુક્રવાર સુધી કમોસમી વરસાદ પડવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડુતોમાં ચિંતાની લહેર પ્રસરી છે.

આગામી ત્રણેક દિવસ સુધી કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની

આગામી ત્રણેક દિવસ સુધી કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

કચ્છના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ

પશ્ચિમ કચ્છના નખત્રાણા,અબડાસા,લખપત તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તો કમોસમી વરસાદના કારણે ખેડૂતો-માલધારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ હતી અને માવઠાના કારણે ખેતીના ઉભા પાક અને ઘાસને નુકશાન પહોંચવાની ભીતી પણ ખેડૂતોમાં ફેલાઈ છે.આગાહી મુજબ કચ્છના વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડા અને સૂકા પવન પણ અનુભવાઈ રહ્યા છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે માવઠું

આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડો પવન ફૂંકાશે. થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરનવામાં આવી હતી. જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું

આગામી દિવસોમાં કમોસમી માવઠું વરસાદ પડશે તો તાપમાન હજુ નીચું જશે તેમ ઠંડી ફરી મજબુત બનશે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)

ક્રમમહાનગરો તાપમાન
1અમદાવાદ 18.5
2ગાંધીનગર 16.4
3રાજકોટ 20.1
4સુરત 21.4
5ભાવનગર 19.0
6જૂનાગઢ 18.0
7બરોડા 18.0
8નલિયા 14.4
9ભુજ 16.0
10કંડલા 18.0

આ પણ વાંચો:

Gujarat Weather : અમદાવાદ અને બનાસકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાંની આગાહી, જાણો આજનું લઘુતમ તાપમાન

gujarat in unseasonable rain: કયાં શહેરોમા ઠંડીનો પારો વધ્યો જાણો તે બાબતે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.