- કાઠડાના ચારણ પરિવારની અબોલ પશુઓની Unique service
- દર મહિને શ્વાનોને 6000 જેટલા રોટલા પીરસવામાં આવે છે
- દર મહિને 35,000 રૂપિયાનો ખર્ચ પશુપક્ષીની સેવા માટે ખર્ચાય છે
- કોરોનાકાળમાં પણ આ સેવા અવિરતપણે ચાલુ રાખવામાં આવી
કચ્છઃ માંડવી તાલુકાના કાઠડા ગામમાં રહેતા ચારણ પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્વાનોને રોટલા અને રબડી તથા કીડીઓને અને જીવ જંતુને કીડિયારું તથા પક્ષીઓને ચણ (Unique service) આપવામાં આવી રહ્યું છે. પરિવાર દ્વારા કોરોનાકાળમાં પણ નિસ્વાર્થભાવે દર મહિને 6,000 જેટલા ઘઉંના રોટલા તથા 180 કિલો રબડી શ્વાનોને પીરસવામાં આવી હતી અને અબોલ જીવની સેવા અવિરતપણે ચાલુ રાખવામાં આવી હતી.આ ઉપરાંત ગેમે તેવો વરસાદ પણ હોય છતાં પણ શ્વાનોને રોટલા આપવામાં આવે છે.
નિ:સ્વાર્થ સેવા પાછળ દર મહિને 35,000 જેટલો ખર્ચ
નિ:સ્વાર્થ સેવા ભાવનાથી રામઇબેન જશાભાઇ ચારણનો પૂરો પરિવાર આ શ્વાનોની પૂરા તન, મન અને ધનથી સેવા કરે છે. ગમે એવી પરિસ્થિતિ હોય પરંતુ આ પરિવાર દ્વારા કોઈ પણ દિવસ શ્વાનોને રોટલા અને રબડી પીરસવામાં ન આવ્યાં હોય તેવું બન્યું નથી. દરરોજ સવારના 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી શ્વાનોને આ ઘઉંના રોટલા તથા રબડી પીરસવામાં આવે છે અને આ સેવાકીય કાર્ય ( Unique service for dogs ) પાછળ દર મહિને ચારણ પરિવારને 35,000 રૂપિયા જેટલાનો ખર્ચ આવે છે છતાં પણ આ સેવા અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે.
પૂરો પરિવાર મનથી શ્વાનોની સેવામાં જોડાયેલો
પરિવાર દ્વારા શ્વાનો સાથે કબૂતરોને ચણ, સાંજે કીડીયારું પણ અચૂક પૂરવામાંં આવે છે. સામાન્ય આવક છતાં પણ છેલ્લા 25 વર્ષથી મોટી રકમ સેવા પાછળ ખર્ચ કરવામાં આવી રહી છે. ચારણ પરિવાર પૂરા મનથી શ્વાનોની સેવામાં ( Unique service for dogs ) જોડાયેલો છે જે પર-સેવા માટે પરસેવો પાડવો એ જ સાચું તપ છે તે સૂત્રને સાર્થક કરી રહ્યાં છે.
ETV Bharat સાથે વાતચીત કરતા વાલજીભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતા એક ફોરેસ્ટ ઓફિસર હતાં અને તેઓની શિકાર પ્રત્યેની પ્રતિબંધિત વૃત્તિને તેમને આજે પણ જાળવી રાખી છે અને આજે પણ શિકાર થતો અટકાવી રહ્યાં છે. આ ઉપરાંત આ સેવાકીય કાર્યમાં તેઓ પોતાના પૂરા પેન્શનની રકમ જોડી દે છે.
આ પણ વાંચોઃ ધરમપુરના ડૉક્ટર પશુ પ્રેમી સાથે પ્રકૃતિ પ્રેમી, ઘર જોશો તો રહી જશો દંગ