ETV Bharat / state

કચ્છની 3 વર્ષની સાક્ષી પાસે યુવાનોને પણ શરમાવે તેવું અનોખું ગૂગલ જ્ઞાન - કચ્છ સમાચાર

કચ્છ જિલ્લાના માધાપર ગામે ખાનગી કંપનીમાં સર્વિસ કરતા એક પરિવારની માત્ર ત્રણ વર્ષની સાક્ષી નામની બાળકીનું મગજ જનરલ નોલેજની રાતદિવસ ગોખણપટ્ટી કરવા યુવાનોને શરમાવે તેવું છે. અંદાજિત એક હજારથી પણ વધુ જાહેર નામો તેને યાદ છે અને આ વિશે પ્રશ્ન પૂછતા જ તે સેકન્ડોની અંદર જવાબ આપી દે છે.

Google Girl
Google Girl
author img

By

Published : Mar 5, 2021, 11:07 PM IST

  • માતા- પિતાએ હાલરડા ગાઈને પીરસ્યું વિશ્વનું જ્ઞાન
  • કચ્છની સાક્ષીનું સુપરફાઇન માઈન્ડ
  • જટિલ પ્રશ્નોના જવાબો આપ્યા સેકન્ડોમાં

કચ્છ: જિલ્લાના માધાપર ગામે ખાનગી કંપનીમાં સર્વિસ કરતા એક પરિવારની માત્ર ત્રણ વર્ષની સાક્ષી નામની બાળકીનું મગજ જનરલ નોલેજની રાતદિવસ ગોખણપટ્ટી કરવા યુવાનોને શરમાવે તેવું છે. અંદાજિત એક હજારથી પણ વધુ જાહેર નામો તેને યાદ છે અને આ વિશે પ્રશ્ન પૂછતા જ તે સેકન્ડોની અંદર જવાબ આપી દે છે. સાક્ષી જ્યારે દોઢેક વર્ષની હતી ત્યારે તે વિશ્વના જ્ઞાનથી અવગત થાય તે માટે હાલરડા રૂપે જીવનના દરેક તબક્કે ઉપયોગી એવી સમજ આપવાનું શરૂ કર્યું હતું. નાની ઉંમરમાં જ તેની સ્મરણશક્તિ એટલી બધી પાવરફુલ હતી કે માત્ર એક વરસની અંદર જ સાક્ષી રાષ્ટ્રીય પક્ષી, પ્રાણીનો રાષ્ટ્રીય જ્ઞાન દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યપ્રધાન, વિશ્વનો નાનો દેશ, રાજ્યનો દરિયા કિનારો, રાજ્યની રાજધાની વગેરે નામો તેને કંઠસ્થ છે.

કચ્છની 3 વર્ષની સાક્ષીનું યુવાનોને શરમાવે તેવું અનોખું ગૂગલ જ્ઞાન

સાક્ષીના પિતા ખાનગી કંપનીમાં કરે છે નોકરી

આ ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ,સ્પેન, જર્મની કે અને દેશોની કરન્સી, હિંદુ, મુસ્લિમ, જૈન વગેરે ધર્મના સ્થાપક, અંગ્રેજીમાં પશુ- પક્ષીના નામ ,એબીસીડી ઇંગલિશ સહિતનું બધું જ સાક્ષી ફટાફટ બોલી જાય છે. આટલી નાની ઉંમર કે જે તબક્કામાં બાળકો સવારનું પણ સાંજે યાદ રાખી શકતા નથી, ત્યારે સાક્ષીનું સુપર માઈન્ડ કોઈ પણ વાતને કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની જેમ મગજમાં સેવ કરી લે છે. સાક્ષીના પિતા અર્જુનભાઈએ PTCનું શિક્ષણ મેળવ્યું છે. હાલ તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેમજ ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પોતાની દીકરીને સારું શિક્ષણ આપી ઉચ્ચ અધિકારી બનાવવાનું આ દંપતીનું સપનું છે.

સરકારી સહાયની આશા

સાક્ષીના માટે પિતા પોતે એટલા આર્થિક રીતે સદ્ધર ન હોવાથી NGO કે સરકાર તરફથી કોઇ સહાય મળે એવી વાત પણ તેમણે કરી હતી. તો દીકરો- દીકરી એક સમાન અને દીકરીએ મારી ઘરની લક્ષ્મી છે એવું પણ તેમણે ભાવુક બનીને ઉમેર્યું હતું.

ચાર- પાંચ દિવસના ટૂંકા સમયમાં સાક્ષી સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગઈ

કોઈપણ દેશના રાષ્ટ્રીય ચિન્હ કરન્સી કોઈ પણ ધર્મના સ્થાપના નામ બાળકીને કંઠસ્થ છે અને કમ્પ્યુટર જેટલી સ્પીડે પૂછેલા સવાલના જવાબ તેની બાળ સહજ કાલીઘેલી મીઠી ભાષામાં આપે છે. તો સંસ્કૃતના શ્લોક એવા ગાયત્રીમંત્ર પણ તે પોતાની કાલીઘેલી ભાષામાં બોલે છે. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચાર- પાંચ દિવસના ટૂંકા સમયમાં સાક્ષી સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગઈ છે.

સાક્ષીના પિતા તેને IPS અધિકારી બનાવવા માગે છે

જો મારી પુત્રીને હજુ વધુ જ્ઞાન માટે પ્રોત્સાહિત કરાય તો ભવિષ્યમાં જરૂર ગુજરાતનું નામ રોશન કરી શકે છે. તો માતા કિરણબેન પોતે ભણેલા તો નથી, પરંતુ દીકરીને મહેનત કરાવે છે અને તેને IPS અધિકારી બનાવવા માંગે છે. આમ આ નાની ગૂગલ ગર્લે અત્યારે તો લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

આ પણ વાંચો : ભુજમાં પોસ્ટની વિજીલન્સ ટીમે જૂના કૌભાંડની તપાસ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.