- મુખ્યપ્રધાન દ્વારા રાજ્યમાં ગણવેશ વિતરણ યોજનાનો વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ
- સમગ્ર રાજ્યમાં રૂપિયા 36.28 કરોડના ખર્ચે ગણવેશ વિતરણ કરાશે
- કચ્છમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
કચ્છ : જિલ્લામાં 3થી 6 વર્ષના 73,686 આંગણવાડીના બાળકોમાં વિનામૂલ્યે ગણવેશ વિતરણ (Uniform distribution) કરાશે. જે અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી, ભુજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. પારૂલ કારાએ જણાવ્યું હતું કે, ગણવેશ (Uniform) થી આંગણવાડીના બાળકોમાં એકતા, આત્મવિશ્વાસ અને સમતાનો ભાવ વિકસશે. કોરોના કાળમાં આંગણવાડીની બહેનો થકી જિલ્લામાં થયેલી કામગીરીને બિરદાવતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પ્રમાણે ભારતનું ભવિષ્ય આંગણવાડીથી લઇ વર્ગખંડોમાં નિર્માણ થઇ રહ્યું છે, ત્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ (Primary education) માં પોષણ અને શિક્ષણની જવાબદારી સૌની બને છે.
કચ્છ જિલ્લામાં 3થી 6 વર્ષના 73,686 બાળકોને વિનામૂલ્યે ગણવેશ અપાશે
આંગણવાડીનો ઉદ્દેશ પોષણ અને શિક્ષણ છે. જેને સાર્થક કરવામાં યશોદામાતાથી લઇ જનપ્રતિનિધિ અને સમાજના સૌએ બાળકોમાં ભાર વગરના ભણતરથી ભારતનું ઉત્તમ ભાવિ ઘડવામાં પોતાનું યોગદાન આપવાનું છે. કચ્છ જિલ્લામાં 3થી 6 વર્ષના 73,686 બાળકોને વિનામૂલ્યે ગણવેશ (Uniform) અપાશે.
આ પણ વાંચો : Uniform distribution Anand: 52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ
સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ અપાઈ રહ્યો છે
સંકલિત બાળ વિકાસ યોજના (Integrated Child Development Plan) ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર (District Program Officer) ઈરાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, કચ્છમાં 2,116 આંગણવાડીના 19 ઘટકોમાં 3થી 6 વર્ષના 73,686 બાળકો પૈકી 37,528 કુમાર અને 36,158 કન્યાઓ પ્રત્યેકને વિનામૂલ્યે બે ગણવેશ (Uniform) અને હાઈજીન કીટ (Hygiene kit) આપવામાં આવશે. તેમજ આંગણવાડીમાં 0થી 3 વર્ષના 76,105 બાળકો, 14,875 સગર્ભા માતાઓ અને 14,573 ધાત્રીમાતાઓ સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ પુરકપોષણ, શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મેળવી રહ્યાં છે.
બાળકો દ્વારા સર્જન કરાયેલી કૃતિ મહેમાનોને ભેટરૂપે અર્પણ કરાઇ
આ તકે આંગણવાડીના બાળકો દ્વારા સર્જન કરાયેલી કૃતિઓ મહેમાનોને યાદગીરીરૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી. જેમાં આંગણવાડીના બાળકોની ઉત્તમ સર્જકતા જોવા મળી હતી.
આ પણ વાંચો : આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને આપવામાં આવ્યા ગણવેશ
કાર્યક્રમમાં જુદાં જુદાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
કચ્છ જિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર કુલદિપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, મામલતદાર રાહુલ ખાંભરા જિલ્લાના ICDSના 19 ઘટકના સુપરવાઈઝરના બહેનો, CDPO આંગણવાડી કાર્યકરો અને કાર્યક્રમમાં પસંદગી કરેલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.