ETV Bharat / state

ભુજના મમુઆરામાં વિચિત્ર અકસ્માત, 3 ડમ્પર વચ્ચે અકસ્માત બાદ માટી નીચે દબાવાથી બેના મોત

ભુજ તાલુકાના મમુઆરા નજીક બુધવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મમુઆરા ગામની સિમમાં ચાઈનાકલે ખનીજના ખોદકામ દરમિયાન અચાનક 3 ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે.

ભુજના મમુઆરામાં વિચિત્ર અકસ્માત
ભુજના મમુઆરામાં વિચિત્ર અકસ્માત
author img

By

Published : May 6, 2021, 11:56 AM IST

  • ચાઇનાકલે ખનીજ ખોદકામ વખતે બન્યો બનાવ
  • અકસ્માત બાદ માટીનો ભાગ ધસી પડતા દબાઈ જવાથી બે લોકોના મોત
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
  • ડ્રાઈવર અને ક્લીનર બંનેના ઘટનાસ્થળે મોત

કચ્છઃ ભુજ તાલુકાના મમુઆરા નજીક બુધવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મમુઆરા ગામની સિમમાં ચાઈનાકલે ખનીજના ખોદકામ દરમિયાન અચાનક 3 ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક ડમ્પરમાં સવાર ચાલક અને મદદગાર મળીને બે વ્યક્તિના મોત થયા છે.

આ પણ વાંચોઃ કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત

ઘટનાની જાણ થતા પધ્ધર પોલીસ ધટના સ્થળે પહોંચી હતી

સદ્દનસીબે અન્ય ડમ્પરમાં સવાર લોકોને મોટી ઇજા પહોંચી નથી, પરંતુ અકસ્માત બાદ માટીનો ભાગ ધસી પડતા દબાઇ જવાથી પ્રકાશ ખીમજી લોહાર તથા દામજી રાણાભાઇ ડાંગરના મોત થયા છે. ઘટનાની જાણ થતા પધ્ધર પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને બનાવની તપાસ શરૂ કરી છે. જો કે, હજુ ખાણ કોની માલિકીની છે, તે સહિતની વિગતો તપાસમાં પોલીસ મેળવી શકી નથી. પરંતુ સ્થળ તપાસ સાથે મૃતદેહોને સુપ્રત કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચોઃ કાંકરેજના ઉણ ગામ પાસે જીપ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત:એકનું મૃત્યું

લીઝમાં મોટા પ્રમાણમાં ખોદકામ કરવામાં આવ્યુ હોવાથી અકસ્માત સર્જાયાની શક્યતા

સમગ્ર ઘટનાની FSL તપાસ પણ કરવામાં આવશે અને કઇ રીતે અકસ્માત સર્જાયો તેની તપાસ કરાશે. પરંતુ હાલ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે. ઘટના સ્થળ પરથી સામે આવેલી તસ્વીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે, લીઝમાં મોટા પ્રમાણમાં ખોદકામ કરવામાં આવ્યુ છે અને તેથી અકસ્માત સર્જાયો હોય તેવુ લાગી રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.