કચ્છ: કચ્છ બોર્ડર રેન્જ આઈજીના ઘરમાં લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘુસી જતા નુકસાન સર્જાયું હતું. આઇજીના ઘરની પ્રાંગણની દીવાલ તોડીને ટ્રેલર અંદર ઘુસી ગયું હતું. હજુ મહિના પહેલા ટેન્કર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતું ત્યારે હાલમાં સમારકામ ચાલી રહ્યું હતું અને ફરી દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ મહાનિર્દેશકના બંગલોમાં લોખંડના સળીયા ભરીને પુરપાટ આવતું ટ્રેલર ધડાકાભેર બંગલોની દિવાલ તોડી પરિસર સુધી ઘસી જતા ભારે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે નજીકમજ બંગલો બહાર સમારકામ કરી રહેલા શ્રમજીવી લોકોનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.
રેન્જ આઈજીના બંગલોમાં દીવાલ તોડીને ટ્રેલર અંદર ઘુસી ગયું: જે રસ્તાએથી ભુજ શહેરમાં પ્રવેશ મેળવી શકાય છે તેવા આરટીઓ સર્કલ પાસે આવેલા કચ્છ બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથલિયાના બંગલોમાં ફરી એક વખત માલવાહક ટ્રેલર ઘુસી જતા ભારે નુકસાન સર્જાયું હતું. લોખંડના સળીયા ભરીને પુરપાટ આવતું ટ્રેલર પોલીસ બોર્ડર રેન્જ આઈજીના બંગલોમાં ધડાકાભેર બંગલોની દિવાલ તોડી ઘસી જતા ભારે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો.
ભારે વાહનો પ્રત્યે લોકોમાં રોષ જાગ્યો: આ દુર્ઘટનામાં સદભાગ્યે નજીકમાં જ બંગલો બહાર અગાઉ ઘટેલ અકસ્માતમાં થયેલ નુકસાનીનું સમારકામ કરી રહેલા શ્રમજીવી લોકોનો આ ઘટનામાં બચાવ થયો હતો, પરંતુ જિલ્લામાં બેફામ દોડતા વાહનોના કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોથી અને ખાસ કરીને ભારે વાહનો પ્રત્યે લોકોમાં રોષ જાગ્યો છે.
એક માસ અગાઉ પણ થઈ હતી દુર્ઘટના: આજે બપોરે 2.30 વાગ્યાની આસપાસ આરટીઓ સર્કલથી જિલ્લા ઉધોગ કેન્દ્ર તરફ લોખંડના સળીયા ભરીને પુરપાટ આવતું ટ્રેલર નંબર GJ-12-BY-3663 અચાનક બેકાબુ બની માર્ગમાં આવતા આઈ.જીના બંગલામાં ધડાકાભેર ઘૂસી ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે એક માસ પૂર્વે પણ એક ટેન્કર બંગલોની દીવાલ સાથે અથડાયું હતું. તેના બાદ સલામતીના ભાગરૂપે બંગલો આગળ ચાલી રહેલા સમારકામ દરમિયાન ફરી અકસ્માતની ઘટના સર્જાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.