કચ્છ: તારાચંદ છેડા રાજકીય ક્ષેત્રે સક્રિય હોવા છતાં લોકો જેમને સામાજિક આગેવાન તરીકે ઓળખે છે. એ મૂળ માંડવી તાલુકાના કાંડગરા ગામના અને હાલ ભુજના ભાનુશાલી નગર ખાતે રહેતા હતા. તારાચંદ જગશી છેડા આજીવન લોકોના દુઃખમાં સહાયકર્તા તરીકે આગળ રહ્યા હતા. જેમનું આજે ભૂજ ખાતે દુ:ખદ નિધન (BJP leader Tarachand Chheda dies) થતા ગુજરાત ભાજપને (Gujarat BJP) મોટી ખોટ પડી છે.
આ પણ વાંચો: પાણીપત્ર વિવાદઃ યુ ટર્નનો સવાલ જ નથી, હવે તો એક જ મંત્ર ‘નર્મદે સર્વદે કચ્છને ગૌરવ દે’: તારાચંદ છેડા
કચ્છમ શોકનું મોજું ફરી વળ્યુ: તારાચંદભાઈને લાંબા સમયથી બીમાર હતા, જેથી તબિયત નાદુરસ્ત થતાં અમદાવાદ ખાતે ચાલી રહેલી સારવાર બાદ તેમણે જૈન ધર્મ અનુસાર અનશન વ્રતની (Fasting according to Jainism) ઈચ્છા પ્રગટ કરી હતી. અંતે તેમણે તેમના બહેન પાસે કરેલી વિનંતી પરિજનો દ્વારા સ્વીકારી ભુજ તેમના નિવાસસ્થાન ખાતે લઈ આવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારથી લોકો તેમના નિવાસસ્થાને દર્શન માટે ઉમટ્યા હતા. આ ઉપરાંત ભાજપના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. તારાચંદ છેડાના નિધનના સમચારથી કચ્છમ શોકનું મોજું ફરી વળ્યુ છે.
આ પણ વાંચો: કચ્છમાં નર્મદા પાણીના મુદે વિવાદ વધતા છેડાએ દોષનો ટોપલો તંત્ર પર મૂક્યો, જાણો શું છે નવું નિવેદન...
તારાચંદ છેડા રાજ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે : ઉલ્લેખનીય છે કે તારાચંદભાઈ છેડા વર્ષ 1990થી 1995 સુધી અબડાસા મતવિસ્તાર ગુજરાત વિધાનસભા સીટ પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યાર બાદ વર્ષ 2012 થી 2017 સુધી માંડવી મતવિસ્તાર ગુજરાત વિધાનસભા સીટ પર ધારાસભ્ય તરીકે ફરજ નિભાવી હતી. તારાચંદભાઈ છેડા 22 મે 2014 થી ઓગસ્ટ 2016 સુધી કુટિર ઉદ્યોગ, મીઠું ઉદ્યોગ અને ગાય સંરક્ષણના રાજ્ય રાજ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે.