ભુજ શહેર પાંચ નાકા અને છઠ્ઠી બારીનું શહેર, જોકે આજે શહેર ચારેય દિશામાં આગળ વધી રહ્યું છે. હવે આગામી દિવસોમાં ભુજને વધુ વિકાસની જરૂર છે. જન્મદિવસની ઉજવણી આજે ખીલીપુજન સાથે થશે. પંરપરાગત રીતે આ ખીલીપુજન બાદ વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે, પણ 470 વર્ષ પહેલા જયારે ખીલી ખોડાઈ, ત્યારથી અત્યાર સુધીના જખ્મો કે પ્રેમને આજે યાદ કરવાની ઈચ્છા નથી, પણ હવે શું તેના તરફ નજર દોડાવવી જરૂરી છે.
ભુજ શહેરમાં ભૂકંપ પછી ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરીને શહેરને ફરી બેઠું જરૂર કરી દેવાયું છે પણ ટ્રાફિક અને ખાસ કરીને માર્ગોના કામ અધુરા રહ્યા હોવાથી વિકાસને ઝાંખપ પણ લાગી છે. ભૂકંપ પછીનો માસ્ટર પ્લાન હવે બદલવો પડી રહ્યો છે. ભુજ શહેર માટે બ્રિજ બનાવીને ટ્રાફિક હળવી કરવા સાથે શહેરની અંદર ટીપી પ્લાનનો અમલ અને શહેરની હદ વધારવા સહિતના આયોજનને આવરી લેવામાં આવી રહ્યા છે.