ETV Bharat / state

ગુજરાતમાં મંગળ પર મળતા કણો જેવો પદાર્થ મળી આવ્યો: નાસાના વૈજ્ઞાનિકો DNA ટેસ્ટ કરી શોધશે સંબંધ - સોલ્ટ ક્રિસ્ટલ

મંગળ ગ્રહ પર જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ (Kutch desert salt crystals) વિશ્વ વિખ્યાત ગુજરાતના સફેદ રણમાં જોવા મળ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં નાસાના વૈજ્ઞાનિકો સફેદ રણની મુલાકાત લઈને DNA ટેસ્ટ કરીશે અને મંગળ ગ્રહ સાથેનો સંબંધ શોધશે.

ગુજરાતમાં મંગળ પર મળતા કણો જેવો પદાર્થ મળી આવ્યો: વૈજ્ઞાનિકો DNA ટેસ્ટ કરી શોધશે સંબંધ

author img

By

Published : Feb 2, 2022, 9:10 PM IST

Updated : Feb 4, 2022, 7:28 AM IST

કચ્છ: મંગળ ગ્રહ પર જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ (Kutch desert salt crystals) વિશ્વ વિખ્યાત ગુજરાતના સફેદ રણ (famous white desert of Gujarat )માં જોવા મળ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં નાસાના વૈજ્ઞાનિકો સફેદ રણની મુલાકાત લઈને DNA ટેસ્ટ કરીને મંગળ ગ્રહ સાથેનો સંબંધ શોધશે. નાસાના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ (salt crystals of Mars) બાદ હવે કચ્છના સફેદ રણમાં જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. માર્ચ મહિનાની શરૂઆતમાં નાસાના વૈજ્ઞાનિકો (NASA team will visit Gujarat ), એમિટી યુનિવર્સિટી તથા કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ-સંશોધકો સંશોધન કરશે. મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ કરવામાં આવશે.

ગુજરાતમાં મંગળ પર મળતા કણો જેવો પદાર્થ મળી આવ્યો: નાસાના વૈજ્ઞાનિકો DNA ટેસ્ટ કરી શોધશે સંબંધ

માર્ચમાં નાસાના વૈજ્ઞાનિકો આવીને કરશે સંશોધન

આ સમગ્ર સંશોધન અંગે માહિતી આપતાં કચ્છ યુનિવર્સીટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના હેડ ડો.મહેશ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાક વર્ષોથી પૂરા વિશ્વમાં મંગળ ગ્રહની જે ધરતી છે તેના પર અભ્યાસ અને સંશોધન કરવાના કાર્યોએ ગતિ પકડી છે. આ સંશોધન કાર્યમાં નાસા અને ઈસરો જેવા રીસર્ચ સેન્ટર પણ જોડાયા છે. જેના ભાગરૂપે 2013, 2014 અને 2015માં નાસાની ટીમ સંશોધન અર્થે કચ્છ આવી હતી અને 2019માં પણ એક ટીમ સંશોધન કરવા માટે આવી હતી. નાસાના વૈજ્ઞાનિકો અનેક વર્ષોથી મંગળ ગ્રહની સપાટી પર સંશોધન કરી રહ્યા છે.

ગ્રેટ રણ ઓફ કચ્છ ખાતે મળેલ સોલ્ટ ક્રિસ્ટલ મંગળ ગ્રહ જેવો આભાસ કરાવે છે.

મંગળ ગ્રહ પર નાસા દ્વારા મોકલાવવામાં આવેલ રોવરે જે ઇમેજ લીધા છે તેના પ્રમાણે મંગળ ગ્રહની સપાટી વિશે જાણવા મળે છે, પરંતુ મંગળ ગ્રહની સપાટીનો અભ્યાસ કરવા માટે હંમેશા ત્યાં જવું શક્ય નથી ત્યારે નાસાએ પૂરા વિશ્વમાં મંગળ ગ્રહ જેવી જમીન ક્યાં ક્યાં છે તેનું સંશોધન કર્યું છે. જેમાં કચ્છ જિલ્લામાં માતાનામઢ ખાતે તેઓએ કરેલું ઇમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું. સાથે સાથે લુણા ખાતે આવેલ ક્રેટર અને ત્યાર બાદ ગ્રેટ રણ ઓફ કચ્છ ખાતે મળેલ સોલ્ટ ક્રિસ્ટલ મંગળ ગ્રહ જેવો આભાસ કરાવે છે.

23,000થી 24,000 ચોરસ કિલમીટરમાં ફેલાયેલું છે ગ્રેટ રણ ઓફ કચ્છ

ગ્રેટ રણ ઓફ કચ્છ કે જે 23,000થી 24,000 ચોરસ કિલમીટરમાં ફેલાયેલું છે. જે એક જીયોલોજીકલ બેસિન છે, જેમાં જુદી જુદી નદીઓ અને સમુદ્ર જુદાં જુદાં સમયે પાણી અથવા તો જમા કરે છે, જે સુકાઈ જાય છે. જુદી-જુદી નદીઓ અને સમુદ્ર મારફતે આવેલ પાણી જીઓલોજીકલ પરિસ્થિતિના કારણે કોઈ અન્ય જગ્યાએ જાઇ નથી શકતું, ત્યારે આ પાણી સુકાઈ જાય છે અને સુકાવવાના કારણે ત્યાં સોલ્ટના સ્તર જામે છે.

નદી-સમુદ્રનું પાણી સુકાયા બાદ હાયપર સલાઈન થઈ સોલ્ટ ક્રિસ્ટલ બની જાય છે

જ્યારે જ્યારે પાણી જીઓલોજીકલ પરિસ્થિતિના કારણે સુકાઈ જાય છે અને સોલ્ટના સ્તર જામે છે ત્યારે તેના પર રહેલા બાકીનું પાણી હાયપર સલાઈન થઈ જવાથી ત્યાં સોલ્ટ ક્રિસ્ટલ બની જાય છે. સોલ્ટ ક્રિસ્ટલ બનવાની જે પ્રક્રિયા છે તે અજીબ છે. જ્યારે આવા પર્યાવરણમાં સોલ્ટ ક્રિસ્ટલ બને છે ત્યારે ત્યાં સોડિયમ કલોરાઇડ પણ હોય છે ઉપરાંત અન્ય કલોરાઈડ પણ હોય છે અને સલ્ફેટ પણ હોય છે. જેના કારણે અલગ અલગ પ્રકારના સોલ્ટ ત્યાં જમા થાય છે. પરિણામે હાઇપર સેલાઈન વોટરમાં અનેક બેકટેરિયા અને ફંગસ તેમાં જમા થઈ જતું હોય છે અને ત્યાં પોતાની સંખ્યા વધારે છે.

સોલ્ટ ક્રિસ્ટલમાં જોવા મળતા બેકટેરિયા

ગ્રેટ રણ ઓફ કચ્છમાં આવા અનેક જગ્યા છે કે જ્યાં અલગ અલગ સોલ્ટમાં બેકટેરિયા ઉત્પન્ન થઈને પોતાનો વિકાસ કરે છે. આ પ્રક્રિયા આજે આપણે પૃથ્વી પણ જોઈ રહ્યા છીએ જે પૂરા પૃથ્વી પર અહીં કચ્છમાં જ જોવા મળે છે.યુએસએમાં પણ આવું છે પણ એક બે જગ્યાએ છે પરંતુ આટલા વિશાળ પ્રમાણમાં નથી. ગ્રેટ રણ ઓફ કચ્છમાં આવેલી જમીન નાસા અને ઇસરોના વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહની સપાટી પર જાણી અને તારણ મેળવ્યું કે મંગળ ગ્રહ પર પણ સોલ્ટ ક્રિસ્ટલ જોવા મળે છે.તો કચ્છના રણમાં મળેલા સોલ્ટ ક્રિસ્ટલમાં જોવા મળતા બેકટેરિયા મંગળ ગ્રહ પરના સેલાઈન વોટરમાં જોવા મળે છે કે નહીં તે આગામી સમયમાં કરવામાં આવનારા સંશોધનમાં જની શકાશે.

આ પણ વાંચો: Rahul Gandhi on Budget 2022: રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું, ભારતમાં ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ વધી રહી છે

મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ થશે

નાસાના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ કરશે. આપણે આજે કોઈ પણ વસ્તુને તેના ફીઝીક્લ ફોર્મથી તેને ઓળખી શકીએ છીએ કે આ ઓક્ટોપસ છે, આ કરચલો છે કે કોઈ પણ એક સજીવ છે, પરંતુ જ્યારે બેકટેરિયા કે વાયરસનું સ્ટડી કરવામાં આવે છે, ત્યારે માઈક્રોસ્કોપની સ્ટડીમાં દરેકનું આઉટર ફોર્મ સમાન હોય છે, પરંતુ તેનું DNA જુદું જુદું હોય છે અને તેની અસર મનુષ્ય કે કોઈ અલગ સજીવ પર કઈ રીતે અસર કરે છે તે તેના DNA પર નિર્ભર કરે છે.

આ પણ વાંચો: karnataka hijab controversy: જો તમે હિજાબ અને બુરખાની માંગ કરો છો તો પાકિસ્તાન જાવ

કોઈ પણ સજીવ, વાયરસ કે બેક્ટેરિયાની લાક્ષણિકતા

DNA છે તે કોઈ પણ સજીવ, વાયરસ કે બેક્ટેરિયાની એક અલગ ઓળખાણ છે. સોલ્ટ ક્રિસ્ટલનું જ્યારે DNA ટેસ્ટ કરવામાં આવશે ત્યારે જાણ થશે કે, આ જે બેકટેરિયા છે તે ક્યાં પ્રકારનું બેક્ટેરિયા છે. DNA ટેસ્ટ મારફતે બેક્ટેરિયાની ફિંગર પ્રિન્ટિંગ પણ કરી શકાશે. કોઈ પણ સજીવ, વાયરસ કે બેક્ટેરિયાની લાક્ષણિકતા જાણવા અંતિમ ટેસ્ટ DNA ટેસ્ટ હોય છે.

પ્લેનેટરી જિયોલોજી મુદ્દે કોર્સ પણ શરૂ કરવામાં આવશે

પ્લેનેટરી જિયોલોજી મુદ્દે કચ્છ યુનિવર્સિટી અને એમિટી યુનિવર્સિટી સાથે મળીને વિદ્યાર્થીઓ માટે એક 6થી 12 મહિનાનું કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં મંગળ ગ્રહ જેવો જમીનનો અભ્યાસ કરવામાં આવશે. જેમાં કચ્છની અનેક સાઇટને આવરી લેવામાં આવશે. કચ્છના માતાના મઢ, લુણા ક્રેટર લેક, ધોળાવીરા અને ગ્રેટ રણ ઓફ કચ્છની જમીન પર અભ્યાસ કરવામાં આવશે.

Last Updated : Feb 4, 2022, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.