કચ્છ: સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી(Haraminala area of Kutch) પાકિસ્તાનથી દરિયાઈ સીમા(Marine border from Pakistan) મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 3 પાકિસ્તાની બોટ(Three Pakistani Boats seized) જપ્ત કરવામાં આવી છે જોકે માછીમારો બોટ છોડીને ભાગી ગયા હતા. BSFની પેટ્રોલિંગ ટીમ(BSF Patroling Team) દ્વારા ફિશિંગ બોટને જપ્ત કરી લેવાઈ છે.
આ પણ વાંચો: Drugs Smuggling In Gujarat Coast: જખૌમાં ઝડપાયેલ ડ્રગ્સના કાળા કારોબાર પાછળ કોનો હાથ? જૂઓ સંપૂર્ણ માહિતી
હરામીનાળા વિસ્તારમાંથી ત્રણ પાકિસ્તાની ફિશિંગ બોટ - આજ બપોરે BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ હરામી નાળા વિસ્તારમાં ત્રણ પાકિસ્તાની ફિશિંગ બોટ અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું. પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હરામી નાલા વિસ્તારમાંથી ત્રણ પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી. જોકે, BSFની પેટ્રોલિંગ ટીમને તેમની તરફ આવતી જોઈ માછીમારો બોટ છોડીને ભાગી ગયા હતા. માછીમારોને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન(BSF team search operation) ચાલી રહ્યું છે.આ પાકિસ્તાની માછીમારો માછલીની લાલચમાં અનેક વાર ભારતની સીમામાં આવી જતા હોય છે.
બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું - જપ્ત કરાયેલ બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં BSFના જવાનો દ્વારા હજી પણ સઘન શોધખોળ ચાલુ છે.