ETV Bharat / state

કચ્છ કોરોના અપડેટઃ  જિલ્લામાં 3 શંકાસ્પદ દર્દી દાખલ, આજથી જિલ્લામાં રેપિડ ટેસ્ટ શરૂ

કચ્છ જિલ્લામાં 6 પોઝિટિવ કેસમાંથી એક વૃદ્ધ મહિલા કોરોના મુક્ત થવાની સાથે આજે કચ્છના વધુ તમામ 29 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, વધુ ત્રણ શંકાસ્પદ દર્દીઓને સારવાર હેઠળ રખાયા છે.

three-more-covid-19-suspected-cases-in-kutch
કચ્છમાં વધુ 3 શંકાસ્પદ દર્દીને કરાયા દાખલ, આજથી જિલ્લામાં રેપીડ ટેસ્ટ શરૂ કરાશે
author img

By

Published : Apr 21, 2020, 9:30 PM IST

કચ્છ: આરોગ્ય વિભાગની વિગતો મુજબ, કોટડા મઢ ગામમાંથી પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 19 લોકોના સેમ્પલ લેવાયા હતાં. જે તમામ નેગેટિવ આવ્યાં છે. આ વચ્ચે આજે જિલ્લાના ઉચ્ચધિકારીઓએ પોઝિટિવ કેસ ધરાવતા કોટડા મઢ ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તંત્રએ આજે આ ગામમાંથી વધુ 12 સેમ્પલ લીધા છે. 3 શંકાસ્પદ દર્દી અને આ 12 સેમ્પલ મળીને કુલ 15 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે. બીજી તરફ પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોનું રેપિડ ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે.

three-more-covid-19-suspected-cases-in-kutch
કચ્છમાં વધુ 3 શંકાસ્પદ દર્દીને કરાયા દાખલ, આજથી જિલ્લામાં રેપીડ ટેસ્ટ શરૂ કરાશે
આજે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયાએ કોટડા મઢ ગામની મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા ગામના 62 વર્ષીય શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આ ગામને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયું છે. અધિકારીઓએ બંને પોઈન્ટ પર તૈનાત પોલીસ અને આરોગ્ય કર્મચારીઓને જાહેરનામાનો કડક અમલ કરાવવા, થર્મલ સ્ક્રિનીંગ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે જોવા જરૂરી સૂચના-માર્ગદર્શન આપ્યાં હતા. આ દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં નોંધાયેલા તમામ 6 પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં આવેલાં તમામ લોકોના ફરી ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.