ETV Bharat / state

પાઇપલાઇનમાં કાણું પાડીને કારસ્તાન, આ રીતે થાય છે પેટ્રોલચોરીનું કરોડોનું કૌભાંડ - Kandla Marine Police Station

કચ્છના સરહદી વિસ્તારમાં છેલ્લા થોડાક વર્ષોથી ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. ભારતનો સૌથી મોટો પોર્ટ કંડલાથી(Kandla is the largest port in India) ખારીરોહાર સુધી જે ઓઇલ ઇન્સ્ટોલેશનને જોડતી પેટ્રોલિયમ પેદાશ(Petroleum products linking oil installations) અને ઓઇલ વહન કરવામાં આવે છે. જેમાં આસપાસના વિસ્તારમાંથી ઓઇલની ચોરી કરતી ટોળકી સક્રિય બની છે. ચાલો જાણીએ આ કાસ અહેવાલમાં ટોળકી કઈ રીતે ચોરીને અંજામ આપતી હતી.

ઓઇલ કંપનીઓની પાઇપલાઇનોમાં આ રીતે થાય છે તેલચોરીનું કૌભાંડ

author img

By

Published : Jun 25, 2022, 6:38 PM IST

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં હાલમાં છેલ્લાં થોડાં વર્ષોથી ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.તેમાં પણ પૂર્વ કચ્છના વિસ્તારોમાં ગુનાનો પ્રમાણ વધી રહ્યું છે. ભારતના સૌથી મોટા પોર્ટ કંડલાથી ખારીરોહર સ્થિત ઓઇલ ઇન્સ્ટોલેશનને જોડતી પેટ્રોલિયમ પેદાશ અને ઓઇલ વહન કરવા માટે નાખવામાં આવેલી 11 કિલોમીટર લાંબી પાઇપ લાઇનની આસપાસના વિસ્તારમાં તેલ ચોર ટોળકીઓ સક્રિય બની છે અને પાઇપલાઇનમાં કાણા પાડી પેટ્રોલ ડીઝલની ચોરી(Theft of petrol diesel) કરી રહી છે.

આ પણ વાંચો: Edible Oil Scam in Patan : પાટણમાં ખાદ્યતેલ સાથે છેડછાડ કરતા એન્ટરપ્રાઇઝના CID એ પાડ્યા શટર

પાઇપલાઇનમાં 1000થી વધુ કાણા કરીને ઓઇલ તેલની ચોરી - ગાંધીધામ તાલુકા કંડલા બંદરથી(Gandhidham Taluka Kandla Port) 11 કિલોમીટરના અંતરમાં 3 તેલ કંપનીઓની પાઇપલાઇનમાં 1000થી વધુ કાણા કરીને ઓઇલ ચોર ટોળકીઓ તેલ ચોરી કરી રહી છે. પોલીસનું માનવું છે કે આ તેલ ચોરીની ઘટના હમણાંની નથી પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી થઈ રહી છે.ત્યારે પોલીસે પણ આ ઓઇલ કંપનીઓને સર્ચ લાઇટો(Search lights for oil companies) લગાડવામાં માટે તેમજ CCTV કેમેરા પણ લગાડવા માટેના સૂચનો પણ કર્યા છે.

આગ લાગવાના બનાવો - ગાંધીધામના કંડલાથી ખારીરોહર સુધીના વિસ્તારમાં(Area from Kandla to Kharirohar ) અનેક આયાતી ખનીજ તેલ તેમજ હઝાર્ડસ કેમિકલનું પરિવહન(Transport of hazardous chemicals) અને વિશાળ ટાંકાઓ આવેલા છે. આમ જોવા જઈએ તો આ સંપૂર્ણ વિસ્તાર એક વિસ્ફોટક વિસ્તાર તરીકે ગણી શકાય અને ઉલ્લેખનીય છે કે ઓઇલની પાઇપલાઇનોમાં(Oil Companies from Kandla to Kharirohar) કાણા કરીને ઓઇલ ચોરી થતી હોવાના કારણે 2 વખત આગ લાગવાના બનાવો પણ બન્યા છે.

નાની બેદરકારીને લીધે મોટી દુર્ઘટના - ઉપરાંત આ પાઇપલાઇનોમાં તેલચોરની ટોળકીઓ દ્વારા કરવામાં આવેલા કાણાંમાંથી ઓઇલ લીક થતાં પેટ્રોલિયમ પેદાશોના ફુવારા પણ ઉડ્યા છે.કંડલાથી ખારીરોહર સુધીના 11 કિલોમીટરના વિસ્તારમાં આવેલી 3 ઓઇલ કંપનીઓને પણ જાણ છે કે પાઇપલાઇનોમાં કાણા કરીને ઓઇલ ચોરી કરવામાં આવી રહ્યું છે પરંતુ કંપની દ્વારા ક્યારેય પણ કોઈ ચોક્કસ પગલાં લેવામાં નથી આવ્યા. પરિણામે દિવસેને દિવસે ઓઇલ ચોરોની ટોળકીઓ વધુ સક્રિય બનતી જાય છે. જો આવી જ રીતે ચાલતું રહ્યું તો નાની બેદરકારીને કારણે વિસ્ફોટ થશે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.

કંપનીઓ દ્વારા સર્ચ લાઈટો અને CCTV કેમેરા લગાડવા આવે - આ સમગ્ર બાબત અંગે ETV Bharat સાથે ટેલીફોનીક વાતચીત કરતા કંડલા મરીન પોલીસ સ્ટેશનના(Kandla Marine Police Station) PI મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઓઇલ ચોરી હાલની નથી પણ અનેક વર્ષોથી થતી આવી રહી છે. પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે કે ઓઇલ ચોરી કરનારી ટોળકીઓમાં કોણ કોણ સમાવિષ્ટ છે. ઉપરાંત પોલીસ દ્વારા કંપનીઓને સર્ચ લાઇટો લગાડવામાં આવે તો તેલ તસ્કરો અંધારાનો લાભ ન લઇ શકે તેવું જણાવવામાં પણ આવ્યું છે અને સીસીટીવી કેમેરા પણ લગાડવા જોઇએ તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો: 1300 કરોડના હેરોઇન મામલે થયા વધુ ખુલાસા, શા માટે દરિયાઈ માર્ગો પસંદ કરાવામાં આવ્યા

પાઇપલાઇનમાં કાણું પાડીને કારસ્તાન - કંડલાથી ખારીરોહર સુધીની ઓઇલ પાઇપલાનોમાં તેલ ચોરી કરતી ટોળકીઓ ડ્રીલ વડે પાઇપલાઇનમાં કાણું પાડી પાઇપ મારફત મોટા કન્ટેનર કે ટેન્કરમાં આ પેટ્રોલ-ડીઝલ ભરે છે અને ચોરી કર્યા બાદ કાણામાં લાકડાનો ટુકડો ભરાવીને નાસી જતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસ દ્વારા આ તેલચોરી કરતી ટોળકીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પેટ્રોલિંગ મારફતે આ તેલ ચોરી કરતી ટોળકીઓ ને ઝડપી પાડવામાં આવે તેવી માંગ સ્થાનિક સ્તરેથી લોકો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.