ETV Bharat / state

પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં 253 નવનિયુક્ત હથિયારી લોકરક્ષક જવાનો જોડાયા - kutch daily news

ગઇકાલે શુક્રવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભુજ ખાતે નિયુકત થયેલા પુરૂષ હથિયારી લોકરક્ષક બેચના કુલ 253 જવાનોનો શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત દર વખતની જેમ પાસિંગ આઉટ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ

પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં  253 નવનિયુક્ત હથિયારી લોકરક્ષક જવાનો જોડાયા

author img

By

Published : May 15, 2021, 11:56 AM IST

  • પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં નવનિયુક્ત 253 હથિયારી લોકરક્ષક જવાનો જોડાયા
  • હેડક્વાર્ટર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાયો
  • ટૂંક સમયમાં પોલીસ હેડક્વાર્ટર અને પોલીસ સ્ટેશનમાં ડ્યુટી સોંપવામાં આવશે

કચ્છ: ગઇકાલે શુક્રવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભુજ ખાતે સોશિયલ ડિસ્ટંસીંગ તેમજ હાલમાં પ્રવર્તમાન કોરોના અંતર્ગત બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરીને નિયુકત થયેલા પુરૂષ હથિયારી લોકરક્ષક બેચના કુલ 253 જવાનોનો શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓ છેલ્લા દોઢેક વર્ષથી તાલીમ લઇ રહ્યા હતા અને હવે તાલીમ પૂર્ણ થતાં શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત દર વખતની જેમ પાસિંગ આઉટ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: જૂનાગઢમાં લોકરક્ષક દળના જવાનો દિક્ષાંત સમારોહ યોજાયો

જવાનોને નિષ્પક્ષતાથી પોતાની ફરજ બજાવવા માટે શપથ લેવડાવવામાં આવી

પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના પોલીસ વડા સૌરભ સિંઘે પોલીસ વિભાગમાં નવનિયુકત થયેલા પોલીસ લોકરક્ષક જવાનોને કર્તવ્ય નિષ્ઠા, ઇમાનદારી અને નિષ્પક્ષતાથી પોતાની ફરજ બજાવવા માટે શપથ લેવડાવામાં આવી હતી. તાલીમ દરમિયાન ફીઝીકલ ટ્રેનીંગ, ઓબસ્ટેકલ્સ, યોગા, કરાટે, મોબ કન્ટ્રોલ ડ્રીલ, હથિયાર સાથે ડ્રીલ, આધુનીક હથિયારોનું જ્ઞાન તથા ફાયરીંગ પ્રેકટીસ, એક્ષ્પ્લોઝીવ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોમ્પ્યુટર, કાયદાઓનું જ્ઞાન, ગાર્ડ ફરજ અંગેની તાલીમ વિવિધ ઇન્ડોર તથા આઉટડોર તાલીમના નિષ્ણાંતો દ્રારા આપવામાં આવી હતી.

પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં 253 નવનિયુક્ત હથિયારી લોકરક્ષક જવાનો જોડાયા

આ પણ વાંચો: સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષકનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

સમારોહમાં માત્ર મર્યાદિત કાર્યક્રમ

દર વખતે શપથગ્રહણ સમારોહમાં તાલીમાર્થીઓના પરિવારજનોને પણ આમંત્રણ આપવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારી ચાલી રહી છે. તેથી આ કાર્યક્રમને મર્યાદિત રાખી માત્ર શપથ ગ્રહણ સમારોહ જ યોજવામાં આવ્યું હતુ. પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા તાલીમાર્થીઓને દેશની આન, બાન અને શાન જળવાઇ રહે અને રાષ્ટ્રહિત તેમજ પ્રજાલક્ષી કામગીરી કરવા તેમજ નિષ્ઠાપુર્વક પોતાની ફરજ બજાવવા સંબોધિત કરવામાં આવ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.