ETV Bharat / state

રાપર હત્યાકાંડઃ ગાંધીધામના SPએ કહ્યું- સાંયોગિક અને ફોરેન્સીક પુરાવાની દિશામાં તપાસ શરૂ - કચ્છ પોલીસ

રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત મદદમાં સામેલ 2 આરોપી સહિત કુલ 11 આરોપીઓની અટકાયત કરી હતી. આ સાથે જ પોલીસે ખાસ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જે અંગે ગાંધીધામના SPએ જણાવ્યું કે, રાઉન્ડઅપ કરાયેલા 10 લોકો અને મુખ્ય આરોપી ભરત રાવલની ઝીણવટતાથી પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.

ETV BHARAT
ગાંધીધામના SPએ કહ્યું સાંયોગિક અને ફોરેન્સીક પુરાવાની દિશામાં તપાસ શરૂ
author img

By

Published : Sep 29, 2020, 9:52 PM IST

કચ્છ: રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત મદદમાં સામેલ 2 આરોપી સહિત કુલ 11 આરોપીઓની અટકાયત કરી હતી. આ સાથે જ પોલીસે ખાસ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જે અંગે ગાંધીધામના SPએ જણાવ્યું કે, રાઉન્ડઅપ કરાયેલા 10 લોકો અને મુખ્ય આરોપી ભરત રાવલની ઝીણવટતાથી પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વકીલની હત્યા બાદ તેમના પત્નીની ફરિયાદના આધારે મુખ્ય આરોપી ભરત રાવલની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે હત્યા કર્યા બાદ આરોપીને બાઈક પર મુકવા જનારા અને મદદ કરનારા મુળ કચ્છન અને મુંબઈ રહેતા મહેશ ભોજા પટેલ અને રાજેશ ઉર્ફે વિરમ પટેલની પણ અટકાયત કરી છે. આ સાથે જ ફરિયાદમાં નોંધાયેલા અન્ય 8 લોકોને પણ રાઉન્ડ અપ કરાયા છે. આ કેસમાં મુખ્ય આરોપીને 5 દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેથી વકીલના પરિવારે આજે એટલે કે મંગળવારે મૃતદેહનો સ્વિકાર કર્યો હતો.

ગાંધીધામના SPએ કહ્યું સાંયોગિક અને ફોરેન્સીક પુરાવાની દિશામાં તપાસ શરૂ

આ ઘટનાને લઇને કચ્છ IG જે.આર મોથાલિયાના વડપણમાં બનેલી SITના વડા ગાંધીધામ SP મયુર પાટીલે મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મુખ્ય આરોપી અને મદદ કરનારા 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જયારે અન્ય 8 આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે. આ સાથે જ હત્યામાં વપરાયેલા હથિયાર, બનાવ પાછળનું કારણ, મદદ કરનારા લોકોની ભૂમિકા વગેરે અંગે પોલીસ તપાસ કરી રહી છે. વધુમાં SPએ ઉમેર્યું કે, પ્રસાગિંક, સાંયોગિક અને ફોરેન્સીક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જેના આધારે નિષ્પક્ષ અને તટસ્થ રીતે આ કેસની તપાસ કરવમાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.