માંડવીના મસ્કા ગામના આશિષ જોશી નામના યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી આશિષને મોતને ઘાટ ઉતારી ફરાર થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ સહિત ગામના આગેવાનો દોડી ગયા હતા.
હત્યાનો ભોગ બનનાર આશિષ પહેલા પણ અનેક મામલે ચર્ચામાં રહ્યો હતો. આ ઘટનામાં પોલીસ તેના ઇતિહાસ સાથે વર્તમાન કોઈ સાથે વિવાદ કે ઝઘડો થયો છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલ બંને વાહનો કબજે કર્યા છે. પોલીસ તપાસમાં હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. જમીન વિવાદ મામલે હત્યા થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે.