- અંજારના ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટ આપી આરોગ્ય સેવામાં
- ગ્રાન્ટ દ્વારા હોસ્પિટલોમાં સુવિધાઓ ઉભી કરવામાં આવશે
- જિલ્લાવાસીઓને ઘર આંગણે સુવિધા મળશે
કચ્છ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) એ કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં કોર કમિટિની બેઠકમાં રાજયના ધારાસભ્યો કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં 25 લાખની ગ્રાન્ટ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ, દવાખાના માટે અધતન મેડિકલ ઉપકરણ, સાધનો વસાવવા આપી શકશે એવો મહત્વનો નિર્ણય લીધો હતો જે પૈકી અંજાર વિધાનસભા ધારાસભ્ય અને રાજયપ્રધાન વાસણભાઇ આહિરે પોતાની ધારાસભ્ય તરીકેની વર્ષ 2021-22 ની ગ્રાન્ટ 1.50 કરોડની પુરેપુરી ગ્રાન્ટની ફાળવણી આરોગ્ય સેવામાં કરી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવી ગ્રાન્ટ
જાર વિધાનસભા મતવિસ્તારમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આરોગ્ય વિષયક તબીબી સાધનોની ખરીદી માટે ગ્રાન્ટ આપવામા આવી છે. જે પૈકી ભુજ તાલુકાના ધાણેટી અને કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રત્યેકને 10 લાખ, ઈકો એમ્બ્યુલન્સ, ઓકિસજન જમ્બો સિલિન્ડર વીથ ફલોમીટર અને 2 નંગ ઓકિસજન કન્સ્ટ્રેટર માટે ફાળવ્યા છે. જયારે કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 5 લાખ, 4 ઓકિસજન કન્સ્ટ્રેટર અને 6 નંગ ઓકિસજન જમ્બો સીલીન્ડર વીથ ફલોમીટર માટે ફાળવ્યા છે.
આ પણ વાંચો : મહીસાગરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 43 હજાર લોકોને ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય સેવા પૂરી પડાઈ
જિલ્લામાં આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે
હવેથી જિલ્લામાં આરોગ્ય વિષયક સગવડો ઘર આંગણે મળી રહેશે. દુધઇ અને અંજાર ખાતે ઓકિસજન પ્લાન્ટ નિર્માણ કરવાથી દર્દીઓને ઓકિસજનની અછતના કારણે મુશ્કેલીમાં નહીં મુકાવું પડે. રાજયપ્રધાન વાસણભાઇ આહિરે જિલ્લામાં કોવિડ સારવાર આપતાં તમામ આરોગ્ય કેન્દ્રોની અવારનવાર મુલાકાત લઇ દર્દીઓની અને સગવડો અંગે પુછા કરી દર્દીઓ સાથે વાતચીત કરી હતી.