કચ્છઃ આજે રાજ્યમાં અમુક જિલ્લાઓમાં દિવસભર વાદળછાયું વાતાવરણ(Temperature in Gujarat) બની રહેશે તેવી શક્યતાઓ છે. જ્યારે અમુક જિલ્લાઓમાં ખુલ્લું આકાશવાળુ વાતાવરણ બની રહેશે. જ્યારે રાજ્યના શિતમથક નલિયાનું તાપમાન ફરી સિંગલ ડીજીટમાં ગયું છે. ત્યારે આજનું લઘુતમ તાપમાન 8.3 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યમાં 8 ડિગ્રીથી 16 ડિગ્રી જેટલું તાપમાન
હવામાન વિભાગના અધિકારીએ(Meteorological Department in Gujarat) જણાવ્યું કે, રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો ફરી નીચે ઉતર્યો છે. રાજ્યના જિલ્લાઓમાં 8 ડિગ્રીથી 16 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. તો ઠંડા(Cold Temperature in Gujarat) પવન પણ ફૂંકાઈ રહ્યા છે જેના પગલે ઠંડી પણ વધારે અનુભવાઈ રહી છે,
દિવસભર લોકો ગરમ વસ્ત્રો પહેરીને ઘરથી બહાર નીકળી રહ્યા છે
રાજ્યના અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાન તો નીચે(Gujarat Weather Today) સરક્યો છે. પરંતુ સાથે સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે લોકો સવારે અને મોડી સાંજે તાપણી કરતા જોવા મળી રહ્યા છે. તો દિવસભર લોકો ગરમ વસ્ત્રો પહેરીને જ બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
મહાનગરો | તાપમાન |
---|---|
અમદાવાદ | 13.0 |
ગાંધીનગર | 11.3 |
રાજકોટ | 12.9 |
સુરત | 16.6 |
ભાવનગર | 16.0 |
જૂનાગઢ | 13.0 |
બરોડા | 12.4 |
નલિયા | 8.3 |
ભુજ | 11.8 |
કંડલા | 14.0 |
આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !
આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી