ETV Bharat / state

કચ્છી યુવાને પોતાની એક માસની દીકરી માટે ચંદ્ર પર જમીન ખરીદી - kutcch news

કચ્છના યુવાને પોતાની એક માસની દીકરી માટે ચંદ્ર પર જમીન ખરીદી છે. મૂળ બિદડાના રાજગોર દીકરી માટે જમીન ખરીદનાર વિશ્વની સંભવિત પ્રથમ વ્યક્તિ બન્યાનો દાવો કર્યો છે.

એક માસની દીકરી માટે ચંદ્ર પર જમીન ખરીદી
એક માસની દીકરી માટે ચંદ્ર પર જમીન ખરીદી
author img

By

Published : Mar 29, 2021, 10:39 AM IST

Updated : Mar 29, 2021, 1:50 PM IST

  • એક માસની દીકરી માટે ચંદ્ર પર જમીન ખરીદી
  • 65,000 રૂપિયામાં ચંદ્ર પર એક એકર જમીન ખરીદી
  • એક માસની દીકરીના નામે ચંદ્ર પર જમીન ખરીદનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા

કચ્છ : ચંદ્ર પર માનવ વસવાટ શક્ય છે. એવા નિષ્ણાતોએ કાઢેલા તારણ બાદ વૈશ્વિક સ્તરે ચંદ્ર પર જમીન ખરીદવા માટેના અહેવાલો ચમકતા રહે છે. મુળ કચ્છના અને વર્ષોથી ધંધાર્થે દુબઈમાં સ્થાયી થયેલા યુવા વ્યવસાયીએ પોતાની એક માસની દીકરીના નામે ચંદ્ર પર એક એકર જમીન ખરીદવા માટેની નોંધણી કરાવી છે. પોતાની 1 માસની દીકરીના નામે ચંદ્ર પર જમીન ખરીદનારા તેઓ વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે.

જીગીશાબેને એક માસ પહેલાં પુત્રીને જન્મ આપ્યો

મુળ માંડવી તાલુકાના બિદડા ગામના વતની અને હાલે દુબઈમાં કચ્છી માલિકીની પેઢી વાળા કારા જવેલર્સમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા રાજગોર રિનીટ ખુશાલ મોતાના પત્ની જીગીશાબેને એક માસ પહેલાં પુત્રીને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો : પિતાએ બે માસના પુત્રને ચંદ્ર પર જમીન ખરીદી ભેટ આપી

દીકરીના જન્મને અનોખી રીતે વધાવ્યો

લગ્નબંધને બંધાયાના લાંબા સમય બાદ તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો તેને કોઈ અલગ રીતે વધાવવાનો વિચાર મનમાં સ્ફૂર્યો હતો. યોગાનુયોગ અમેરિકામાં તેમની જવેલર્સ પેઢીના નિયમિત ગ્રાહક કે જેઓ ચંદ્ર પર જમીનના રજિસ્ટ્રેશન માટેનું કામ કરતી એજન્સી સાથે સંકળાયેલા છે. તેમનો સંપર્ક થતાં રિનીટભાઈએ દીકરી જોવીના નામથી ચંદ્ર પર એક એકર જમીન ખરીદવા માટેના કાગળ તૈયાર કરીને બેન્ક ખાતાની માહિતી આપવા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી 9મી માર્ચના દિવસે તેમની દીકરીના નામથી ચંદ્ર પર જમીનનું રજિસ્ટ્રેશન થઈ ગયાનો ઈ-મેઇલ આવી જતા તેમની આ વિશિષ્ટ પહેલને બિરદાવવામાં આવી હતી.

આ પણ વાંચો : નાસાને ચંદ્ર પર પાણી મળી આવ્યું, નાસાની યોજના ચંદ્ર પર માનવ વસાહતો બનાવવાની

65000 રૂપિયામાં ચંદ્ર પર એક એકર જમીન ખરીદી

રિનીટ મોતાએ 65,000 રૂપિયામાં ચંદ્ર પર એક એકર જમીન ખરીદવા માટેની નોંધણી પ્રક્રિયા કરી હતી. અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપની સાથે કરી તેમની અરજીનો સ્વીકાર કર્યા બાદ કંપની દ્વારા તમામ પ્રકારની કાયદાકીય સહિતની અન્ય પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. માત્ર 1 માસની દીકરીના નામે ચંદ્ર પર જમીન ખરીદવાની નોંધણી પ્રક્રિયા કરવામાં આવી છે. તેવી સંભવિત વિશ્વની પ્રથમ ઘટના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Last Updated : Mar 29, 2021, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.