હવામાન વિભાગની જાણકારી મુજબ વાયુ વાવાઝોડું હાલ સક્રિય છે, પણ તે નબળું પડી રહ્યું છે. સોમાવારની સાંજ સુધીમાં તે કચ્છના જખૌ અને લખપત પટ્ટી વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. જેને લઈને પોર્ટ પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. સાથે જ બંદરો સંતકર્તા સાથે ધમધમી રહ્યાં છે. સાંજ સુધીમાં પવન સાથે વરસાદ, ભારે વરસાદ અને કોઈક જગ્યા પર ભારે વરસાદની શક્યતા જણાવાઈ રહી છે, જેને પગલે કચ્છમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
કચ્છ વહીવટી તંત્રએ પાંચ NDRF અને બે BSFની ટીમોને સ્ટેન્ડ ટુ રાખી છે. સ્થળાંતરણ, રેસ્કયું અને બચાવ રાહતની પણ તૈયારી કરી રાખી છે. ખાસ કરીને વર્ષ 1998માં જે રીતે પુર્વીય દિશામાં ફંટાઈ આવેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. તેવી જ સ્થિતી હાલ જાણકારો જોઈ રહ્યા હોવાથી તંત્ર ખાસ સચેત છે અને તમામ પાસાઓ, દિશાઓ અને જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.