- ભારતીય કિસાન સંઘે સમસ્યાના ઉકેલ માટે આવેદનપત્ર આપ્યું
- મામલતદારને આપ્યું આવેદનપત્ર
- સિંચાઈ પાણીની સમસ્યા મુખ્ય, માટી ઉપાડવાનો પણ મુદ્દો
ભુજ : ખેડૂતને જગતનો તાત કહેવાય છે. સરકાર દ્વારા ખેડૂતોની માગ પર વિચાર કરીને યોગ્ય ઉકેલ ખેડૂતોની અનેક સમસ્યાઓનો યોગ્ય ઉકેલ નહી મળતાં કિસાન સંધના અગ્રણીઓએ શુક્રવારે મામલતદારને આવેદનપત્ર પાઠવીને આંદોલનની કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ પોતાની સમસ્યાઓ જણાવી છે તેની પર નજર કરીએ તો...
મુખ્ય સમસ્યાઓ
- કચ્છ જિલ્લાને નર્મદાનું સિંચાઈનું પાણી તાત્કાલિક મળે તે માટે વધારાના એક મિલિયન એકર ફીટ પાણીના કામો માટે તાત્કાલિક વહીવટી મંજૂરી આપવા બાબતે
- કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં ફળદ્રુપ અને ખેતીલાયક જમીનમાંથી મોટી કંપનીઓ અને સરકારના ઈશારે જબરજસ્તી ખેડૂતોના ખેતરોમાંથી નજીવા વળતર સાથે વીજ ટાવર ઊભા કરવામાં આવે છે અને વીજળીનો નાખવામાં આવે છે જે યોગ્ય નથી
- હાલમાં મુખ્યપ્રધાને બંજર જમીનો કોઈપણ કંપનીને આપવા અને બાગાયત પાકના નામે કંપનીને જમીન ફાળવવા જાહેરાત કરી છે તે તદ્દન ખેડૂત વિરોધી છે
- કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ખેડૂતોને 500થી 700 ફૂટ ઊંડાઈથી પાણી ખેંચવા પડે છે, જેના માટે વધારે હોર્સપાવરની મોટર બેસાડવી પડે છે. માટે મીટર પ્રથા મર્જ કરવામાં આવે છે, જેનાથી સરકાર અને ખેડૂતને ફાયદો થશે.
- ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને ટેકાના ભાવ નક્કી કરવા જોઈએ દરેક તાલુકા મથકોએ સિઝન મુજબ ખેડૂતોનું પૂરેપૂરું ઉત્પાદન ખરીદવું જોઈએ
- ખેડૂતો દ્વારા જમીન ફળદ્રુપ બનાવવા માટે નદીઓ કે તળાવમાંથી માટી ઉપાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ તેમજ ખનીજ ખાતા દ્વારા ખેડૂતોના વાહન ડિટેઇન કરીને મોટા દંડ વસૂલવામાં આવે છે
- વર્ષો પહેલા શ્રીસરકાર થઈ ગયેલી જમીનો જેનો વર્ષોથી કબ્જો ભોગવટો છે તેને જમીનો સોંપવામાં આવે
- એરંડા તથા અન્ય શિયાળુ પાકના સરકાર પોષણક્ષમ ભાવ જાહેર કરી અને મર્યાદા વગર ખરીદી કરે
- 50 વર્ષ પહેલા ભુજ અંજાર હાઈવે રોડમાં સંપાદન થયેલ જમીન ગામ ભુજોડીના લાલજી રત્ન ગોરસીયાને આજ સુધી વળતર મળ્યું નથી
- બાગાયત પાકો જેવા કે દાડમની ચોરી થયા બાદ ફરિયાદ લેવામાં તંત્ર આનાકાની કરે છે, જે ન થવું જોઈએ. હાલમાં મુખ્યપ્રધાન બંજર જમીનો કોઇપણ કંપનીને આપવા અને બાગાયત પાકના નામે કંપનીને જમીને ફાળવવા જાહેરાત કરી છે, તે તદન ખેડૂત વિરોધી છે. આ જાહેરાતથી ખેડૂતોને મુશ્કેલી ઉભી થાય તેમ છે. કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ખેડૂતો પરેશાન થાય છે, તે ખેડૂતોને પરવડે તેમ નથી. મીટર બની જવાથી ખેડૂતોના પાક સુકાઇ જાય છે. માટે મીટર પ્રથા મરજીયાત કરવામાં આવે જેનાથી સરકાર અને ખેડૂતોને ફાયદો થશે
- કચ્છ જિલ્લાને નર્મદાનું સીંચાઇનું પાણી તાત્કાલિક મળે તે માટે વધારાના એક મીલિયન એકર ફીટ પાણીના કામો માટે તાત્કાલિક વહીવટી મંજૂરી આપવી
- કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં ફળદ્રુપ અને લાયક જમીનમાંથી મોટી કંપનીઓ સરકારના ઈશારે જબરજસ્તીથી ખેડુતોના ખેતરોમાંથી નજીવા વળતર સાથે વીજ ટાવર ઉભા કરવામાં આવે છે અને વીજ લાઈનો નાખવામાં આવે છે જે યોગ્ય નથી
- ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને ટેકાના ભાવ નક્કી કરવા જોઇએ. દરેક તાલુકા મથકોએ નિયમ મુજબ ખેડૂતોનું પુરેપુરું ઉત્પાદન ખરીદાવું જોઇએ
આ પણ વાંચોઃ કૃષિ બિલ 70% ફાયદાકારક અને 30 ટકા નુકસાનકારક હોવાનું જણાવી ખેડૂતોએ ત્રણ માંગ સાથે આપ્યું આવેદનપત્ર
ભુજ તાલુકાના કિસાનોના આ પ્રશ્નો લાંબા સમયથી સતાવી રહ્યાં છે. આ બાબતે જે તે કક્ષાએ અનેકવાર ૨જૂઆત કરાઇ છે, તેમ છતાં યોગ્ય ઉકેલ આવતો નથી. કચ્છને માટે નર્મદાના પાણી જીવાદોરી સમાન છે. હાલ બજેટમાં તેની યોગ્ય ફાળવણી થઈ નથી. જેથી તાત્કાલિક આ અંગે નિર્ણય કરાય તેવા હેતુથી આજે કિસાન અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું હતું. જો સરકાર દ્વારા નર્મદાના પાણી અંગે યોગ્ય પગલાં નહીં લેવાય તો ખેડૂતોને નાછૂટકે આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી.