- કોરોના કાળમાં મહિલાઓના બજેટમાં અસર
- પરિવારના પોષણ સાથે બજેટની પણ પરેશાની
- રોગપ્રતિકારક અને શકિતવર્ધક ચીજવસ્તુઓ બની જરૂરી
કચ્છઃ કોરોના રોગચાળા વચ્ચે ગૃહિણીના બજેટ પર વધુ એક માર પડી છે. ત્યારે ભૂજમા વાણિયાવાડ બજાર માર્કેટમાં ખરીદી કરી રહેલી મહિલાઓ ભાવતાલની સાથે હવે પોતાના બજેટને અનુરૂપ ખરીદી કરતી જોવા મળી હતી. ખાસ કરીને આ મહિલાઓ રોગપ્રતિકારક શકિત વધે અને પોષણ મળે તેવા શાકભાજી અને સુકામેવાની ખરીરી કરવા માટે બેજટમાં ફેરબદલ કરવાની સ્થિતી હોવાનું જણાવી રહી છે.
મોંઘવારી હવે મેડિકલ અને પોષણની પણ પરેશાની
વૃંદાબેન ઠકકર નામની યુવા મહિલાએ ETV ભારતને જણાવ્ંયુ હતં કે સ્થિતી એવી છે કે જે બજેટ છે તેમાં પણ કાપ મુકવો પડયો છે અને તેમાંથી જ પોષણ પણ મેળવવાનું છે. કોરોનાકાળ પહેલા જે બજેટ હતુ જેમાં મોંઘવારીની માર પડી છે. આ સાથે આ જ બજેટમાં મેડિકલ ખર્ચ પણ વધી રહયો છે. માસ્ક, સેનિટાઈઝર, દવાઓના ખર્ચ ઉપરાંત કોરોના જેવા મહામારીમાં સૌથી વધુ અગત્યના પોષ્ટિક આહાર અને રોગપ્રતિકારક શકિત જળવાઈ રહે તે માટેના ખર્ચ થાય છે. જેથી ગૃહીણીના બજેટમાં અનેક પરેશાની ઉભી થાય છે.
બિમારી સામે લડવાનો વિચાર પહેલા પછી બીજુ બંધું
જૈમિનાબેન પટેલ નામની મહિલાએ જણાવ્યુ હતું કે એક મહિલા માટે બજેટ અને પરીવારનું પોષણ બધું જ ખુબ જરૂરી છે. તેથી જ મહિલાઓ આ બજેટ માંથી તમામ પરેશાનીને દુર કરવા માટે પ્રયાસો કરે છે. હાલ સૌથી વધુ કોરોના સામે સાવચેતી રહેવું એ પ્રથમ જરૂરિયાત છે. આ સ્થિતીમાં બજેટ પરની અસરનો વિચાર પછીના તબકાકામાં આવે છે જોકે એટલું સ્પષ્ટ છે. કે કોરોનાને કારણે બજેટમાં મોટી અસર પડે છે.
બજેટ મુજબ મહિલાઓની ખરીદીના વજનમાં ફેરફાર
ભૂજમાં વિવિધ આર્યુવેદ પ્રોડકટ સુકામેવા સહિત રોગપ્રતિકારક શકિત વર્ધક ચીજવસ્તુઓનું વેચાણ કરતા અને જુની પેઢી નાયારણ ગાંધીની દુકાનના યુવા સંચાલક કિશન ગાંધીએ ETV ભારતને જણાવ્યુ હતું કે મહિલાઓના બજેટની અસર જોવા મળે તે સ્વાભાવિક છે. ખાસ કરીને સુકા મેવા જેવી ચીજવસ્તુઓમાં વેચાણમાં તેની અસર જોવા મળે છે. લોકો જરૂરી સામાન સાથે શકિતવર્ધક ચીજવસ્તુઓને ખરીદે છે. પહેલા 100 ગ્રામ સુકામેવાનો ઉપયોગ કરતા લોકો વધુ આશા રાખે પણ બજેટ મુજબ વધઘટ કરીને પણ જરૂરી સામાન ખરીદે જ છે. સુકામેવાની માંગ પણ વધી છે. પણ ખરીદીમાં બજેટ મુજબ વજન ખરીદવામાં આવે છે.
ગૃહીણીના બજેટમાં કોરોનાનો માર
કોરોના રોગચાળા વચ્ચે ગૃહિણીના બજેટ પર વધુ એક માર પડ્યો છે. શાકભાજીના ભાવો કોરોના અને મંદીમાં વધતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારજનોનું બજેટ ખોરવાયું છે. સાથે કોરોના મહામારીમાં મેડિકલના ખર્ચા પણ વધી ગયા છે. ગૃહેણીઓને તેના બજેટમાંથી જ પરિવાર માટે રોગપ્રતિકારક શક્તિ વર્ધક ચીજવસ્તુઓ ખરીદવાનો ખર્ચમા પણ વધારો થયો છે. જેથી ગૃહીણીના બજેટમાં કોરોનાનો માર પડતા અનેક મુશકેલીઓ ઉભી થય છે.