ETV Bharat / state

Lumpy skin disease: ગાયના નામે રાજનીતી મારાથી નહીં થાયઃ જગદીશ ઠાકોર

ગુજરાતમાં લમ્પીનો કહેર(Lumpy skin disease)વધી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા છે. ગુજરાત કોંગ્રેસે કચ્છના લમ્પી વાયરસના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ભાજપ સરકાર અને જિલ્લા વહીવટ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે.

Lumpy skin disease: ગાયના નામે રાજનીતી મારાથી નહીં થાયઃ જગદીશ ઠાકોર
Lumpy skin disease: ગાયના નામે રાજનીતી મારાથી નહીં થાયઃ જગદીશ ઠાકોર
author img

By

Published : Jul 29, 2022, 7:28 PM IST

કચ્છ: જિલ્લામાં લમ્પી સ્કીન ડિસીઝનો (Lumpy skin disease)કહેર વધી રહ્યો છે. ગાયોની હાલત પણ કથળતી જાય છે. તો ગુજરાતની ભાજપ સરકાર અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્રની નિષ્ફળતાના પરિણામે હજારો ગૌમાતાના મૃત્યુ થયેલ (Lumpy virus)છે તેવા આક્ષેપો સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ(Gujarat Congress)જગદીશ ઠાકોરે કચ્છના લમ્પી વાયરસના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં લમ્પીનો કહેર

લમ્પી રોગ માટે રસીકરણ - સરહદી જિલ્લા કચ્છમાં માનવ વસ્તી કરતાં વધારે પશુધન( Lumpy virus in Gujarat )છે. જિલ્લામાં 23.79 લાખ પશુધન છે જે પૈકી 5.74 લાખ ગાયો છે તેમાંથી 1.33 લાખ ગાયનું લમ્પી રોગ માટેનું રસીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં જિલ્લામાં 35,867 લમ્પી રોગની અસરગ્રસ્ત ગાય છે. તથા 41526 પશુઓને સારવાર આપવામાં આવી છે. તો 907 ગાયના આ રોગના કારણે મોત નીપજ્યાં છે. જિલ્લામાં હાલમાં 72 જેટલી તબીબી ટીમ કાર્યરત છે.

લમ્પી વાયરસથી અસરગ્રસ્ત વિસ્તારો - લમ્પી વાયરસના બેકાબુ સંક્રમણ અને ગુજરાતની ભાજપ સરકારની અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્રની નિષ્ફળતાના પરિણામે હજારો ગૌ માતાના મૃત્યુ થયા છે તેવા આક્ષેપો કોંગ્રેસ કરી રહ્યું છે. આ બાબતે અસરગ્રસ્ત વિસ્તારના પશુપાલકોના દુઃખ દર્દમાં સહભાગી થવા તેમજ તેમની તકલીફો જાણવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. લમ્પી વાયરસથી અસરગ્રસ્ત વિસ્તારો પ્રાગપર ચોકડી, કારાઘોઘા, બીદડા, ઝરપરા ગામની ગાયોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ અંબાલીયા તથા પ્રદેશના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ

જગદીશ ઠાકોર થયા ભાવુક - ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે મુન્દ્રા તાલુકાની જુદી જુદી ગૌશાળાઓની મુલાકાત(lumpy virus affected)લીધી હતી અને લમ્પી રોગથી પીડિત ગાયોની મુલાકાત લીધી હતી. તેમજ ગૌશાળાના સંચાલકો સાથે બેઠક યોજીને સંપૂર્ણ માહિતી મેળવી હતી. તો પાંજરાપોળમાં બીમાર પશુઓને જોઈને જગદીશ ઠાકોર ભાવુક પણ થયા હતા. તેમને જણાવ્યું હતું કે, સરકારે આ રોગથી મૃત્યુ પામેલ પશુઓના મૃતદેહનું યોગ્ય નિકાલ નથી કર્યું. સરકારે હજારોની સંખ્યામાં પશુઓના મૃતદેહને રજડતા રાખ્યા છે. કોંગ્રેસ પાર્ટીના સંગઠનો દ્વારા જે કોઈ પણ ખર્ચો થાય તે કરીને આ ગાય માતાના મૃતદેહોને યોગ્ય રીતે અંતિમ વિધિ કરવામાં આવશે.

ગાયોના નામે રાજનીતી કરતાં અમે નથી જાણતા - કોરોનામાં જે રીતે કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર આક્ષેપ કર્યો કે ગુજરાતમાં કોરોનાના કારણે ચાર લાખ જેટલા મૃત્યુ થયા છે ત્યારે સરકારે પોતાનો 10,000નો આંકડો જાહેર કર્યો હતો આવી જ રીતે ગાયોમાં પણ મૃત્યુનો આંક ઊંચો જ હશે. જ્યારે સરકાર સાચો આંકડો જાહેર નથી કરી રહી. કોંગ્રેસનું સંગઠન જે જે ગામમાં જે જે પશુપાલકોની ગાય મૃત પામી છે તેવા પશુપાલકોની તમામ વિગતો ફોર્મ માફ્તે એકઠી કરશે અને મૃત પામેલા પશુઓના આંકડા અમારી પાર્ટી જાહેર થશે. ગાયોની હાલાત જોઈ શકાય તેમ નથી. ગાયોના નામે રાજનીતી કરતાં અમે નથી જાણતા તેવું જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ઉપલેટામાં લમ્પી વાયરસના 50 કરતા વધારે કેસ, વેક્સીનની વ્યવસ્થા અંગે તંત્ર ગયું ખાડે

જિલ્લામાં 1.15 લાખ વેકસીન ડોઝ ઉપલબ્ધ - કચ્છમાં કુલ 532 ગામોની ગાયોમાં આ લમ્પી રોગની અસર જોવા મળી છે.આ રોગ માટે રસીકરણ તો કરવામાં આવી રહ્યું છે પરંતુ આ વેકસીન એટલી અસરકારક સાબિત નથી થઈ રહી.ઉપરાંત જિલ્લામાં હાલમાં 1,15,451 વેકસીન ડોઝ સ્ટોકમાં ઉપલબ્ધ છે.

માલધારીઓમાં અને ખેડૂતોમાં આર્થિક નુકસાનની ભિતી - લમ્પી સ્કિન ડિસીઝ ગાયોમાં ફેલાયા બાદ કોંગ્રેસના આંકડા મુજબ અનેક ગાયોના મોત પણ થયા છે જે કારણે વિસ્તારના માલધારીઓ અને ખેડૂતોમાં પોતાની ગાયોને લઈને ચિંતા વધી છે.હાલમાં ઘાસચારા અને પાણીની સમસ્યા પર વિગત છે ત્યારે ગાયોમાં ફેલાયેલી આ બીમારીના કારણે માલધારીઓમાં અને ખેડૂતોમાં પણ આર્થિક નુકસાનની ભિતી સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.