ETV Bharat / state

જંગીમાં નીલગાયનો શિકાર કરનારા બે શખ્સોને વનતંત્રએ ઝડપ્યા - kutch updates

ભચાઉ તાલુકાના જંગી ગામે સીમ વિસ્તારમાં શિકારીઓ દ્વારા નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હતો. 23મી મે ના નીલગાયને બંદુકને ભડાકે દઈ આરોપીઓએ તિક્ષ્ણ હથિયારો વડે પશુઓનું ગળું કાપી નાખ્યું હતું. જે બનાવ સંદર્ભે વનતંત્રની ટીમે બે શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જંગીમાં નીલગાયનો શિકાર કરનારા બે શખ્સોને વનતંત્રએ ઝડપ્યા

author img

By

Published : May 28, 2021, 12:21 PM IST

  • બંદુકના ભડાકે નીલગાયનો શિકાર કરી તિક્ષ્ણ હથિયારોથી કપાયું હતું ગળું
  • વનતંત્રએ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા તળે ગુનો નોંધી બે આરોપીઓને ઝડપી હાથ ધરી કાર્યવાહી
  • આરોપીઓ પાસેથી 50 હજાર જેટલી રકમનો દંડ વસુલવામાં આવ્યો

કચ્છ: પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર અને મદદનીશ વન સંરક્ષક સી. એસ. પટેલના માર્ગદર્શન તળે ભચાઉ રેન્જના ફોરેસ્ટ ઓફિસર ભગીરથસિંહ ઝાલા અને જંગી રાઉન્ડ ફોરેસ્ટર એ. વી. ભાટીયા દ્વારા નીલગાયના શિકાર અંગે સઘન તપાસ હાથ ધરાઈ હતી અને ગણતરીના દિવસોમાં વનતંત્રની ટીમે નીલગાયનો શિકાર કરનારા બે આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: જંગી અને વાંઢિયા વચ્ચેના સીમાડામાં બંદૂકના ભડાકે નીલગાયનો શિકાર

50 હજારનો દંડ વસુલવામાં આવ્યો

ઉમરદીન ઉર્ફે અમકુ ત્રાયા અને રફીક ત્રાયાની ધરપકડ કરવામાં આવી હતી.બંને આરોપીઓની આકરી પુછતાછ કરતા તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નીલગાયનો શિકાર કર્યો હોવાની કબુલાત આપી હતી. વન વિભાગ દ્વારા બન્ને દોષિતો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને 50 હજાર જેટલી રકમનો દંડ વસુલવામાં આવ્યો હતો, તેમજ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972 ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: તેરામાં ઢેલનો શિકાર કરનાર ઝડપાયો

વાગડ વિસ્તારમાં અવારનવાર પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે

વાગડ વિસ્તારમાં અનેક સ્થળોએ વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે. તેવામાં જંગી ગામે નીલગાયના શિકારની પ્રવૃતિને સ્થાનીક જાગૃત નાગરીકોએ ઝડપી પાડી હતી અને પોલીસ તેમજ વનતંત્રને જાણ કરતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓને ઝડપી પડાયા છે, પરંતુ જંગલ વિસ્તારમાં બેધડક કરાતા વન્ય પ્રાણીઓના શિકાર અંગે અગાઉથી જ વનતંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.