ETV Bharat / state

વિદેશમાં બાગાયતી ફળોની માંગ છે તેવા કચ્છી ફળોનો પહેલો પાક બજારમાં - First Crop of Kutchi Fruits

કચ્છના ખેડૂતોએ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ દુનિયામાં ખેતી અને પશુપાલનમાં(Agriculture and animal husbandry in Kutch) નામ વધાર્યું છે. હાલ કચ્છના ખેડૂતો આધુનિક ટેકનોલોજી(Farmers of Kutch Modern Technology) અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.

વિદેશમાં બાગાયતી ફળોની માંગ છે તેવા કચ્છી ફળોનો પહેલો પાક બજારમાં

author img

By

Published : Jul 1, 2022, 5:43 PM IST

કચ્છ: જિલ્લાના ખેડૂતોએ પોતાની મહેનતથી ઉત્પાદન(Kutch horticulture production) કરેલી કેસર કેરી, ખારેક, દાડમ, પપૈયા જેવા મીઠા બાગાયતી ફળોના(Kutch horticultural fruits) સ્વાદ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ દુનિયામાં વિખ્યાત થયા છે. ખેતી અને પશુપાલનમાં વિશ્વ તેને અનુસરે છે. એ ઇઝરાયેલ દેશની બાગાયતી ખેતીની(Horticultural farming in Israel) પદ્ધતિ ભારતે પણ અપનાવી છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે 19,000 હેક્ટરમાં ખારેકનું વાવેતર(Cultivation of Kharek in Kutch) કરવામાં આવ્યું છે. આ સાથે 1,80,000 મેટ્રિક ટનમાં ઉત્પાદન થવાની શક્યતાઓ છે.

ઇઝરાયેલી ખારેકનો મબલખ પાક લઈ કચ્છના ખેડૂતો મબલખ કમાય છે.

આ પણ વાંચો: Sapodilla farming in Junagadh: ચીકુનું ઉત્પાદન અને બજાર ભાવો સારા, તેમ છતાં ખેડૂતોને નુકસાની

બાગાયતી ખેતીમાં કચ્છે કાઠું કાઢ્યું છે - ગુજરાતમાં વિષમ આબોહવા વાળા કચ્છની વાત કરવામાં આવે બાગાયતી ખેતીમાં કચ્છ કાઠું કાઢ્યું છે. કચ્છની કેસર કેરી હોય કે ખારેક વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છ આગવી નામના ઉભી કરી છે. હાલમાં કચ્છી માળવો આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી મબલખ બાગાયતી પાકો લઈ રહ્યા છે.

બારહી ખારેકની અન્ય રાજ્યમાં પણ વિશેષ માંગ
બારહી ખારેકની અન્ય રાજ્યમાં પણ વિશેષ માંગબારહી ખારેકની અન્ય રાજ્યમાં પણ વિશેષ માંગ

વર્ષ 2018માં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેટ પામ શરૂ કરાયો હતો - કચ્છી ખેડુઓ માત્ર પોતાની મહેનત જ નહીં પરંતુ રાજ્ય સરકારના કૃષિ ઉત્સવો અને સહાયને પણ મહત્વપૂર્ણ માને છે. ખેડૂત મબલખ પાક મેળવી બે પાંદડે થઈ પોતાની આગવી ઓળખ ઉભી કરે તે માટે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે.આવા જ એક પ્રયત્નના ભાગરૂપે વર્ષ 2018માં કચ્છના કુકમા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના તત્કાલીન વડાપ્રધાન બેન્જામિન નેતનયાહૂ એ કરેલો. ભારત અને ઇઝરાયેલ સરકારના સંયુક્ત પ્રોજેક્ટ ઈન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન એટલે કે ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનો પ્રારંભ રાજ્ય સરકારના બાગાયત ખાતા અંતર્ગત કરવામાં આવ્યો હતો.

ખેડૂતોને વર્કશોપ દ્વારા ઓછા ખર્ચથી વધુ ખારેક ઉત્પાદન મેળવવાનું તાલીમ અપાય છે - સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ડેટપામ એટલે કે ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર એ રાજ્યના ખેડૂતોને ખેતી વિષયક હાઇટેક નોલેજ, ઉત્પાદન ક્ષમતા વધારવાની પદ્ધતિઓ અને ફાર્મ શિબિર અને વર્કશોપ દ્વારા તાલીમબદ્ધ કરી ઓછા ખર્ચ અને રોકાણથી વધુ ખારેક ઉત્પાદન મેળવવાનું તાલીમ કેન્દ્ર છે.

ખારેક માટે કહેવાય છે કે પગ પાણીમાં અને માથું આગમાં જેને ટપક સિંચાઈ અને પ્લાસ્ટિકથી સાકાર કરી શકાય છે.
ખારેક માટે કહેવાય છે કે પગ પાણીમાં અને માથું આગમાં જેને ટપક સિંચાઈ અને પ્લાસ્ટિકથી સાકાર કરી શકાય છે.ખારેક માટે કહેવાય છે કે પગ પાણીમાં અને માથું આગમાં જેને ટપક સિંચાઈ અને પ્લાસ્ટિકથી સાકાર કરી શકાય છે.

બારહી ખારેકની અન્ય રાજ્યમાં પણ વિશેષ માંગ - સરહદી જિલ્લા કચ્છમાં મુખ્યત્વે ખારેકનું વાવેતર મુન્દ્રા ભુજ અને અંજારમાં વિશેષ છે. હવે નખત્રાણા તાલુકામાં પણ એનું ઉત્પાદન વધ્યું છે. ક્ષારયુકત જમીનમાં ખારેકના રોપાનો વિકાસ જલ્દી થાય છે અને ઉપજ પણ સારી આવે છે. બારહી ખારેકની અન્ય રાજ્યમાં પણ વિશેષ માંગ રહેતી હોય છે. આસપાસના તેમજ અન્ય વિસ્તારમાંથી ખારેકની કચ્છથી બેંગ્લોર, રાયપુર, કોલકત્તા, ગોવા, નાસિક અને ચેન્નઈ સુધી માંગ વધતા તેને પહોંચાડવામાં આવી રહ્યું છે.

વર્ષ 2018માં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેટ પામ શરૂ કરાયો હતો

કિલોથી લઇ 20 કિલો સુધીનું પેકીંગ કરવામાં આવે છે - ખારેક માટે કહેવાય છે કે પગ પાણીમાં અને માથું આગમાં જેને ટપક સિંચાઈ અને પ્લાસ્ટિકથી સાકાર કરી શકાય છે. આ કેન્દ્ર પરથી માંગ પ્રમાણે ખારેક લઇ તેના ઓર્ડર પ્રમાણે કિલોથી લઈ 20 કિલો સુધીના પેકિંગ કરી પાર્સલ કરવામાં આવેલ છે. ઇઝરાયેલી ખારેકનો મબલખ પાક લઈ ખેડૂતો મબલખ કમાય છે.

ચાલુ વર્ષે 1,80,000 મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થવાની શક્યતા - બાગાયતી અધિકારી મનદીપ પરસાણીયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં દર વર્ષે વાવેતરમાં વધારો થઈ રહ્યો છે. કારણ કે, કચ્છનું વાતાવરણ ખારેકને અનુકૂળ આવે છે. લાંબો સમય ગરમી રહેવાની સાથે વરસાદ પણ મોડો આવતો હોવાના કારણે ખારેકની મીઠાશ તેમજ તેની ગુણવત્તા સતત જળવાઈ રહે છે. ખારેકની વધતી માંગને ધ્યાનમાં લઈને જિલ્લામાં ચાલુ વર્ષે ખારેકનો 1000 હેકટરમાં વાવેતર વધ્યું છે. તેની સામે જિલ્લામાં 19,000 હેક્ટરમાં ખારેકનું ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે. આ જોતા ચાલુ વર્ષે 1,80,000 મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થવાની શક્યતા છે. કચ્છમાં ખારેકનું વાવેતર વધવાની સાથે ખારેકની માંગમાં પણ વધારો થઈ રહ્યો હોવાના કારણે ખારેકનું વાવેતર કરતાં ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહ્યા છે.

ગુજરાતમાં જોઈએ અને એમાં પણ વિષમ આબોહવા વાળા કચ્છની વાત કરવામાં આવે બાગાયતી ખેતીમાં કચે કાઠું કાઢ્યું છે
ગુજરાતમાં જોઈએ અને એમાં પણ વિષમ આબોહવા વાળા કચ્છની વાત કરવામાં આવે બાગાયતી ખેતીમાં કચે કાઠું કાઢ્યું છેગુજરાતમાં જોઈએ અને એમાં પણ વિષમ આબોહવા વાળા કચ્છની વાત કરવામાં આવે બાગાયતી ખેતીમાં કચે કાઠું કાઢ્યું છે

આ પણ વાંચો: Muskmelon Farming In Kutch: કચ્છના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ડુંગરાળ વિસ્તારમાં સક્કરટેટીનું સફળ વાવેતર

ક્યા કારણે જ કચ્છની ખારેકની વિદેશમાં માંગ વધી છે - રેલડી ખાતે ફાર્મ ધરાવતા પ્રગતિશીલ ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખારેકના વાવેતરમાં વધારો થયો છે. ખારેકની ખેતી કરતા ખેડૂતો દેશી ખાતર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ખારેકના સ્વાદમાં મીઠાશ આવે છે. આ મીઠાશને કારણે જ કચ્છની ખારેકની વિદેશમાં માંગ વધી રહી છે. કચ્છના ખેડૂતો ખારેકને વિદેશમાં એક્સપોર્ટ કરીને સારા એવા ભાવ મેળવી રહ્યા છે. ખારેકને ઝાડ પરથી ઉતાર્યા બાદ તેને સાફ કરી અલગ અલગ બોક્સમાં પેકિંગ કરી વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. કચ્છી ખારેક દર વર્ષે સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, યુકે, મુંબઈ, મ્યાનમાર, લંડન તેમજ સાઉથ ઇન્ડિયામાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ઉત્પાદનનો આંકડો જોતા અંદાજિત કરોડોમાં કારોબાર થવાની શક્યતા રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.