ETV Bharat / state

Simple Living High Thinking: અંજારના ડૉક્ટર દંપતિની સાદું જીવન ઉચ્ચ વિચારને સાર્થક કરતી જીવનશૈલી

આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન પદ્ધતિથી રહેણીકરણી રાખવી ઘણી અઘરી છે ત્યારે અંજારના તબીબ દંપતી દ્વારા પોતાના ઘરને જૂની પેઢીની યાદ અપાવે તેવું બનાવવામાં આવ્યું છે. ઘરના તમામ સભ્યો સાત્વિક જીવન જીવી રહ્યા છે. આ સાથે હોસ્પિટલમાં પણ તેઓ દર્દીઓને દર ગુરુવારે નિ:શુલ્ક OPD અને દરરોજ નિ:શુલ્ક દવાઓ મારફતે સારવાર આપી સેવા કરી રહ્યા છે. જે સાદું જીવન ઉચ્ચ વિચારની ઉક્તિને સાર્થક કરી રહ્યું છે.

અંજારના ડૉક્ટર દંપતિની સાદું જીવન ઉચ્ચ વિચારને સાર્થક કરતી જીવનશૈલી

author img

By

Published : Jul 9, 2021, 11:02 AM IST

  • સાદું જીવન ઉચ્ચ વિચારને સાર્થક કરતી જીવનશૈલી
  • દંપતીએ પોતાનું ઘર છાણના લીપણ તથા માટીકામથી સુશોભિત કર્યું
  • સાત્વિક જીવન જીવવા માટે ઘરની પાસે જ રાખી ગાયો

કચ્છઃ જિલ્લાના અંજાર તાલુકામાં મુન્દ્રા રોડ પર નાની નાગલપર સીમમાં આવેલી સાંઈ આશીર્વાદ હોસ્પિટલ (Sai Ashirwad Hospital) ના ડૉ. હિતેશ ઠક્કર અને તેમના પત્નિ યામિની ઠકકર દ્વારા પોતાના હોસ્પિટલ ઉપર જ રહેણાંક મકાનમાં ગાયના છાણનું લીંપણ કરી અને દરેક રૂમને વિવિધ રીતે સુશોભિત બનાવવામાં આવ્યું છે. ઘરની તમામ દીવાલોને કાદવ (mud work) અને કાચ (mirror work) સાથે શણગારવામાં આવ્યું છે.

અંજારના ડૉક્ટર દંપતિની સાદું જીવન ઉચ્ચ વિચારને સાર્થક કરતી જીવનશૈલી

ભારતીય પરંપરા જાળવી સંસ્કારોનું સિંચન કરવા અનોખો પ્રયોગ

તબીબ દંપતીના ઘરમાં રસોઈ પણ ચુલા ઉપર બને છે. દેશી ઢબની રીતે અનાજ દળવા માટેની વ્યવસ્થા પણ ઘરમાં જ છે. ઘરના સભ્યો દ્વારા ભોજન પણ માટીના વાસણોમાં જ આરોગવામાં આવે છે. ઘરમાં પૂજા અને હવન માટે એકદમ અનોખો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ઘરમાં જુદી જુદી જાતના પક્ષીઓનો કલરવ ગુંજે છે. આમ, તબીબી સેવાની સાથે ભારતીય પરંપરા પણ જળવાઈ અને પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેવી કાળજી રાખે છે.

છાણના લીપણમાંથી અનેક ફાયદા સાથે મળે સકારાત્મક ઊર્જા

ભારતીય સંસ્કૃતિમાં કામધેનુ માતા ગાયના છાણને પણ ઉત્તમ માનવામાં આવે છે તેના અનેક ઉપયોગ છે. ગાયના છાણમાંથી મકાન પર લાપી પણ કરવામાં આવે છે. એક જમાનામાં તે તમામ મકાનોમાં જોવા મળતું હતું. હવે જમાનો અલગ છે. પરંતુ, આજે પણ અનેક ગામડામાં તેનો ઉપયોગ થાય છે, ત્યારે કચ્છના અંજાર શહેરમાં રહેતા ડૉક્ટર હિતેશ ઠક્કર દ્વારા પોતાના ઘરમાં ગાયના છાણનું લીપણ કરવામાં આવ્યું છે. ગાયના છાણના લીપણમાંથી અનેક ફાયદા સાથે પોઝિટિવ ઊર્જા મળે છે.

પુરાણી જીવનશૈલી મુજબ રહેણી કરણી

સાદું અને સાત્વિક જીવન જીવવામાં માનતા દંપતિ દ્વારા હોસ્પિટલ પાસે જ ગાયોને રાખવામાં આવી છે. બીમારી અને બેક્ટેરિયાથી બચવા પુરાણી જીવનશૈલી મુજબ હોસ્પિટલના ઉપરના ભાગે પોતાના રહેઠાણની જગ્યાએ સમગ્ર ઘરને ગાયના છાણથી લીપણ કર્યું છે. જે બાબત તેમના સાદા જીવનની સાક્ષી પુરી રહી છે.

પોતાના બાળકો સાથે ત્યજેલા બાળકોનો પણ ઉછેર

આ ઉપરાંત ડૉકટર દંપતિ દ્વારા અત્યાર સુધી 150થી વધુ નિરાધાર કન્યાઓના વિવાહ કરાવવામાં આવ્યા છે. જેમાંથી 3 વખત સમૂહ લગ્નમાં અને બાકીના અલગ-અલગ રીતે વિવાહ કરવામાં આવ્યા છે. માનવસેવામાં માનતા ડૉ. હિતેશ ઠક્કરે પોતાના 2 સંતાનો સાથે અન્ય 7 બાળકોનો પણ ઉછેર કર્યો છે. આ ડોક્ટર દંપત્તિને કોઈ ત્યજેલું બાળક મળ્યું હતું તેને પણ પોતાના છોકરાની જેમ ઉછેરવાનું શરૂ કરી દીધુ હતું. 7 બાળકોમાંથી 2 બાળકોને તેમના પરિવારને પરત સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના બાળકોનું ભરણ પોષણ હજુ પણ દંપત્તિ કરી રહ્યું છે.

પોતાના માટે છેલ્લા 3 વર્ષથી કોઈ પણ ખરીદી નથી કરી

આ દંપતિ દ્વારા પોતાની હોસ્પિટલમાં દર ગુરુવારે OPD અને દરરોજ દવાઓ છેલ્લા 5 વર્ષોથી નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે એવું લાગે કે, આ સેવા કર્યા પછી જીવનનિર્વાહ કઈ રીતે થતો હશે પણ એ માટે આ દંપતિ ખૂબ જ કરકસર કરે છે. તમામ ડોક્ટર અમેરિકા, યુરોપ વગેરે જગ્યાએ દર વર્ષે ફરવા જતા હોય છે પરંતુ આ દંપતિ છેલ્લા 5 વર્ષથી ક્યાંય ફરવા પણ નથી ગયા. ઉપરાંત યામીનીબેને છેલ્લા 3 વર્ષથી પોતાના માટે ખરીદી પણ કરી નથી. આ દંપતિનો સમગ્ર પરિવાર અમેરિકામાં છે, પરંતુ હજુ સુધી ડૉ. હિતેશ ઠક્કરે પોતાનો પાસપોર્ટ પણ નથી બનાવ્યો અને તેમની પત્નીનો પાસપોર્ટ પણ રીન્યુ નથી કરાવ્યો.

કુદરતી તત્વોથી મળે છે પોઝિટિવ એનર્જી

યામિનીબેન ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઘરને અમે કુદરતી તત્વોથી સુશોભિત કર્યું છે, તેનાથી સતત અમારા જીવનમાં પોઝિટિવ ઉર્જા મળી રહે છે. અમે એક દમ સાદાઈથી જીવન જીવવામાં માનીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.