ETV Bharat / state

કોવિડ વેકિસનેશન ટાર્ગેટ પૂર્ણ કરવા વાયરલ થયેલા પત્ર પર જિલ્લા આરોગ્ય અધિકારીનો ખુલાસો

કોરોનાની રસી મુકાવવાને લઈને કચ્છ જિલ્લામાં દબાણ કરવામાં આવી રહ્યા હોવાની વાતો એક પછી એક બહાર આવી રહી છે. ત્યારે શુક્રવારે કચ્છ જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ફતવા જેવા એક ઓર્ડરથી હેલ્થ ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

કોવિડ વેકિસનેશન ટાર્ગેટ પૂર્ણ કરવા વાયરલ થયેલા પત્ર પર જિલ્લા આરોગ્ય અધિકારીએ ખુલાસો આપ્યો

author img

By

Published : Feb 9, 2021, 7:48 AM IST

  • ગમે તે કરો પણ કોરોનાની રસીનો ટાર્ગેટ પૂરો કરો
  • આરોગ્ય વિભાગના 'ફતવા'થી કર્મચારીઓ ખફા
  • ઓડિયો કલીપ વાયરલ

કચ્છ: કોરોનાની રસી મૂકાવવાને લઈને કચ્છ જિલ્લામાં દબાણ કરવામાં આવી રહ્યા હોવાની વાતો એક પછી એક બહાર આવી રહી છે. ત્યારે શુક્રવારે કચ્છ જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ફતવા જેવા એક ઓર્ડરથી હેલ્થ ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ હુકમમાં ન માત્ર ટાર્ગેટ પૂરો કરવાની ચીમકી આપવામાં આવી હતી, પરંતુ સાથે-સાથે રવિવારે રાત સુધી રસી મુકવા માટે ફરજીયાત હાજર રહેવાનું ફરમાન પણ કરવામાં આવ્યું હતું.

કોવિડ વેકિસનેશન ટાર્ગેટ પૂર્ણ કરવા વાયરલ થયેલા પત્ર પર જિલ્લા આરોગ્ય અધિકારીએ ખુલાસો આપ્યો
કોવિડ વેકિસનેશન ટાર્ગેટ પૂર્ણ કરવા વાયરલ થયેલા પત્ર પર જિલ્લા આરોગ્ય અધિકારીએ ખુલાસો આપ્યો

આરોગ્ય શાખા દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા આ લેટરમાં તમામ તાલુકા હેલ્થ ઓફિસરને હુકમ કરવામાં આવ્યો

સરકાર દ્વારા જયારથી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારથી આરોગ્ય વિભાગ ખડે પગે રહ્યો છે. લોકોનાં હિતમાં હજુ પણ ફરજ બજાવવા માટે કટિબદ્ધ છે. ત્યારે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા હુકમથી તેમનાં મોરલ ઉપર અસર થઈ હતી. જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા આ લેટરમાં તમામ તાલુકા હેલ્થ ઓફિસરને હુકમ કરવામાં આવ્યો હતો.

રસીકરણની વાત એ સ્વહિત અને રાષ્ટ્રીય હિતની વાત છે

રસીકરણ બાબતે ETV BHARAT સાથે વાત કરતા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કુલ 3 તબક્કામાં કોવિડ -19 ના રસીકરણની પ્રક્રિયા કરવાની છે. પ્રથમ તબક્કામાં સૌથી વધારે જોખમ હોય એવા હેલ્થકેર વર્કરને રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર કે જેમને કોરોનામાં રાતદિન સતત કામ કર્યું છે એમને કોવિડની રસી આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના કે જેઓ સિનિયર સિટીઝન છે અને 50 વર્ષથી નીચેના કે જેમને ટીબી, ડાયાબિટીસ જેવા રોગ છે એમને રસી આપવામાં આવશે. પ્રથમ તબક્કો પૂર્ણ થાય ત્યાર બાદ બીજો તબક્કો અને ત્યાર બાદ ત્રીજા તબક્કાના લાભાર્થીઓને રસીકરણનો લાભ આપવામાં આવશે. રસીકરણની વાત એ સ્વહિત અને રાષ્ટ્રીય હિતની વાત છે. ડેટાની એન્ટ્રી કરવી, ડેટા અપલોડ કરવા, કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું હોય છે. કોઈને ફરજિયાત લેવા માટે નથી કહેવામાં આવતું. કોઈને લેવી હોય તો તેને મોટીવેટ કરવામાં આવે છે. તેમને સાંત્વના આપવામાં આવે છે. તેમને કોવીડ-19 રસીકરણ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. રસીકરણ દરમિયાન જો કોઈ તકલીફ હોય તો તંત્રના ડોકટરો, નિષ્ણાંતોને પુછીને રસીકરણ કરાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.