ETV Bharat / state

જખૌ બંદરે માછીમારોની હાલત કફોડી, તંત્ર પાસે સ્થળાંતર કરવા વ્યવસ્થા ઊભી કરવા કરાઇ માગ - અરબ સાગર

તૌકતે વાવાઝોડાના પગલે તંત્ર સજજ થયું છે અને જખૌ બંદર ખાલી કરાવી રહ્યું છે, ત્યારે માછીમારો તંત્ર પર આક્ષેપ લગાડી રહ્યા છે કે તંત્ર દ્વારા સ્થળાંતર માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી.

જખૌ બંદરે માછીમારોની હાલત કફોડી
જખૌ બંદરે માછીમારોની હાલત કફોડી
author img

By

Published : May 16, 2021, 3:47 PM IST

  • માછીમારોનો તંત્ર પર આક્ષેપ
  • માછીમારો સ્વખર્ચે સ્થળાંતરિત થઈ રહ્યા છે
  • વાવાઝોડાના પગલે જખૌ બંદર કરાયું ખાલી
    જખૌ બંદરે માછીમારોની હાલત કફોડી

કચ્છઃ ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને આવા કપરા સમયમાં ફરી વાવાઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે. તૌકતે વાવાઝોડાની સંભવિત અસર 19 તથા 20 મેના કચ્છના દરિયાઈ કાંઠે વર્તાશે, ત્યારે ચેતવણીના પગલે કચ્છમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસરને લઇને દરિયો તોફાની બનવાની આગાહીના પગલે માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે તો કચ્છમાંથી માછીમારી કરવા માટે ગયેલી બોટોને પરત બોલાવવાની પ્રક્રિયા પણ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત 18 મત્સ્ય ઉતરણ કેન્દ્ર પરથી માછીમારો અને ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના કારણે જખૌ બંદર પરના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા આદેશ

બંદર કિનારે બોટો લંગરવામાં આવી

17 મે દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વધુ પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાના પગલે દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને તાત્કાલિક પરત બોલાવી આસપાસના નજીકના બંદરે લંગર કરવામાં આવી રહી છે.

સ્થળાંતર માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી

આ ઉપરાંત 1,000 જેટલા માછીમારોને ઓખા, પોરબંદર, દ્વારકા, જામનગર વગેરે જિલ્લાઓમાં બસ મારફતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને જખૌ બંદરે રહેતા સ્થાનિક 150 જેટલા માછીમારોને પણ જખૌ ગામમાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે માછીમારો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, તંત્ર દ્વારા સ્થળાંતર કરવા માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી અને તે સ્વખર્ચે વતન તથા સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે.

જાણો શું કહ્યું માછીમારોએ?

આ અંગે માછામારોએ જણાવ્યું કે, તંત્ર દ્વારા અમને એક દિવસ અગાઉ જ સ્થળાંતરિત કરવા માટે કહેવામાં આવ્યું છે એમને 5 દિવસ અગાઉ કહ્યું હોત તો અમે કોઈ વ્યવસ્થા ઉભી કરી શક્યા હોત અને હાલમાં તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.