ETV Bharat / state

ગાંધીધામ તાલુકાના કિડાણામાં ગટરમાં ફેંકેલો પુત્રીનો મૃતદેહ કાસેઝ પાસેથી મળી આવ્યો - મૃતદેહ

ગાંધીધામના ગળપાદર જેલ પાછળ સમજૂતી કરારથી રહેતા શખ્સે માતા અને પુત્રીને કીડાણા લઇ જઇને ધોકા વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહ ગટરમાં ફેંકી દીધા હતા.

ગાંધીધામ તાલુકાના કિડાણામાં ગટરમાં ફેંકેલો પુત્રીનો મૃતદેહ કાસેઝ પાસેથી મળી આવ્યો

author img

By

Published : Feb 16, 2021, 10:03 AM IST

  • ગાંધીધામના ગળપાદરમાં શખ્સે માતા અને પુત્રીને કીડાણા લઇ જઇને ધોકા વડે મોતને ઘાટ ઉતારી દીધા
  • બંનેના મૃતદેહ ગટરમાં ફેંકી દીધા
  • તપાસ બાદ પુત્રીનો મૃતદેહ મળ્યો, માતાનો મૃતદેહ મળ્યો નથી

કચ્છ: ગાંધીધામના ગળપાદર જેલ પાછળ સમજૂતી કરારથી રહેતા શખ્સે માતા અને પુત્રીને કીડાણા લઇ જઇને ધોકા વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહ ગટરમાં ફેંકી દીધા હતા. મૃતદેહને શોધવા પોલીસે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ કરીને મદદ માગી હતી. કીડાણાથી 6 કિલોમીટર કાસેઝના લાલગેટ સુધી ઉંડાણપૂર્વકની તપાસ બાદ પુત્રીનો મૃતદેહ મળ્યો હતો. જો કે, હજી માતાનો મૃતદેહ મળ્યો નથી.

આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ રજિયા ઉર્ફે સીમરન સાથે ગાંધીધામમાં વસવાટ કરતો

મળતી વિગતો અનુસાર, આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ 41 વર્ષીય રજિયા ઉર્ફે સીમરન સાથે 2008-09 થી ગાંધીધામ વસવાટ કરતો હતો. આરોપી રજિયા ઉર્ફે સિમરનની બે પુત્રીઓનો પાલક પિતા હતો. આરોપી સંજયસિંગે 12 ફેબ્રુઆરીના બપોરે ઘરે આવીને રજિયા અને 13 વર્ષીય સોનિયાને બાઇક પર બેસાડીને કીડાણાના જંગલમાં કાચબા લેવા જવાનું કહીને લઇ ગયો હતો. બાદ ધોકા વડે માતા-પુત્રીને મોતને ઘાટ ઉતારીને ગટરમાં ફેેંકી દીધા હોવાની ફરિયાદ મૃતક રજિયાની પુત્રી સરોજ ઉર્ફે રેશ્માએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

મૃતદેહને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી

મૃતદેહને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી હતી, પરંતુ મૃતદેહ ગટરમાં ફેંકી દીધા હોવાનું જાણાતા પોલીસે નગરપાલિકાના ચિફ ઓફિસર દર્શનસિંહ ચાવડાને લેખિતમાં રજૂઆત કરી મદદ માગતા પાલિકાના લોકેન્દ્ર શર્મા અને ગાયત્રીપ્રસાદ જોષી કામદારોને લઇ કીડાણાથી ગટરની ચેમ્બો ખોલીને તપાસમાં લાગ્યા હતા. જેમાં ગત સાંજે 13 વર્ષીય સોનિયાનો મૃતદેહ કાસેઝના લાલ ગેટ પાસેથી મળ્યો હતો. બે દિવસની મથામણ પછી એક મૃતદેહ મળ્યો, પરંતુ રજિયાબેનનો મૃતદેહ હજી સુધી હાથ લાગ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.