ETV Bharat / state

ગાંધીધામના વેપારીને ધમકાવનારા આરોપીને પોલીસે હરિયાણાથી ઝડપી પાડયો

author img

By

Published : May 30, 2020, 3:48 PM IST

કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ શહેરના યુવાન વેપારીને તેનો વેપાર પોતાને આપવા નહીં તો મારી નાખવાની ધમકી આપનારા અને વેપારીને મદદ કરવા સમયે પોલીસ મથકમાં જ ઉપસ્શિત કોંગી આગેવાનને ફોન પર ધમકી આપનારા આરોપીને પોલીસે હરિાયાણાથી ઝડપી પાડયો છે.

gandhidham
કચ્છ

કચ્છ : શહેરના જ યુવા વેપારી સચિન ધવનની ચકચારી હત્યાના આરોપી તથા ફાંસીની સજાના ચૂકાદા બાદ હાઈકોર્ટમાંથી જામીન પર મુકત એવા આરોપી અફરોઝ અંસારી અન તેના એકે સાથીએ વેપારમાં પોતાની ધાક જમાવવા આ પ્રયાસ કર્યો હતો, જો કે, ગાંધીધામ પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડયા છે.

ગાંધીધામના વેપારીને ધમકાવનાર આરોપીને પોલીસે હરિાયાણાથી ઝડપી પાડયો

પોલીસે આપેલી વિગતો મુજબ ગાંધીધામ શહેરના અપનાનગર વિસ્તારમાં રહેતા તથા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં જૂના કપડાંનો વ્યવસાય કરતા મહંમદ રફીક લાલા મહંમદ બારાને હરિયાણા પાનીપતના અફરોઝ શરફુદીન અંસારીએ ફોન પર પોતાને વેપાર આપી દેવા અન્યથા મારી નાખવાની અને ભાઇનું અપહરણ કરવાની ધમકી પણ આપી હતી.

ગાંધીધામ એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, આ ઇસમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૂના કપડાંનો વ્યવસાય કરતા કાસેઝના વેપારીઓમાં ભયનો માહોલ પેદા કરવા માગતો હતો. અહીં પોતાની ગેંગ ઊભી કરી આ વેપારને પોતાના હસ્તક કરવા માગતો હતો. આ ઇસમે સ્થાનિક ગુનેગારોને પણ પોતાની ટોળકીમાં લેવાનું શરૂ કર્યું હતું. અગાઉ તેને સચિન હત્યા કેસમાં આજીવન કેદની સજા થઇ હતી અને બાદમાં તે હાઇકોર્ટમાંથી જામીન ઉપર મુકત થયો હતો. રફીક બારાને તેણે ધમકી આપતાં આ વેપારી તથા કોંગ્રેસી અગ્રણી હાજી જુમા રાયમા પોલીસ મથકે તેના વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા હતા. અફરોઝે જુમાભાઇને ફોન કરી અમારી કોઇપણ બાબતમાં નહીં પડવા ધમકી આપી હતી. આ બનાવમાં ગાંધીધામ બી-ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ મથકે બે જુદા જુદા ગુના નોંધાયા હતા.

આ ગુન્હા નોંધાયા બાદ પીએસઆઇ એમ.એસ. રાણા, વી. જી. લાંબરિયા, રાજેન્દ્રકુમાર' પરમાર, રવિરાજસિંહ, જગદીશ સોલંકીની ટીમ હરિયાણા ગઇ હતી. ચાર દિવસ સુધી આ ટીમે આરોપીની ગતિવિધિ, લોકેશન વગેરેનો અભ્યાસ કર્યો હતો. આ ઇસમ હરિયાણા, ઉત્તરપ્રદેશના સીમાડાના ગામડાઓમાં સતત હાજર રહેતો હતો. તેમજ દિવસે આ ઇસમ પકડાય તેમ ન હોવાથી પોલીસે સ્થાનિક પોલીસ અને બાતમીદારોની મદદથી રાત્રિના ભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તરપ્રદેશના સીમાડાના તથા યમુના નદીના કાંઠે આવેલા ગડી બેશક ગામમાં એક ખુલ્લા ખેતરમાં આ ઇસમ સૂતો હતો. ત્યારે પોલીસે ત્યાં છાપો માર્યો હતો. પોલીસને જોઇ આ ઇસમ નાસવા લાગ્યો હતો. એકાદ કી.મી.ની દોડ બાદ આ ઇસમ પોલીસની પકડમાં આવ્યો હતો. આ ઇસમે ભચાઉના અનવર જાન મામદ રાજાને પણ પોતાની ટોળકીમાં સામેલ કર્યો હતો. તે દરમ્યાન પોલીસે આ ઇસમની પણ ધરપકડ કરી હતી.

આ અફરોઝ અંસારી વિરુદ્ધ સચિન હત્યાકાંડ સહિત છ પોલીસ ગુના નોંધાયા હતા. તેમજ અનવર વિરુદ્ધ પણ શનિદેવ મંદિર સામે હત્યા તથા અન્ય ત્રણેક ગુના દાખલ થયેલા છે. અફરોઝ કાસેઝના વેપારીઓને ખંડણી માટે ફોન કરી અહીં પોતાનું આધિપત્ય જમાવવા માંગતો હતો. આ બંનેના કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોંગ્રેસી અગ્રણી ફરિયાદી વેપારી સાથે ગયા હતા, તેની માહિતી આ ઇસમ પાસે કેવી રીતે પહોંચી તેમજ ગાંધીધામમાં તેના અન્ય કોણ-કોણ સાગરિત છે, તે સહિતની' તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.