- વિશ્વાસઘાત કરી ગાડી લઈ જનારા શખ્સને પોલીસે નરોડાથી પકડ્યો
- ગાડી ગીરવે અથવા વેંચાણે આપી રૂપિયા લેવાની મોડસ ઓપરેન્ટી મળી
- આરોપીના નામે અન્ય 4 ગુના પણ નોંધાયેલા
- કાર ગેરેજમાં દેખાડી આવું તેવુ કહી આરોપી વાહન લઈ નાસી છુટ્યો હતો
કચ્છ: મળતી પ્રાથમિક માહિતી મુજબ ગઈ 17 મેના ફરિયાદી ભાવિનભાઈ ઈશ્વરલાલ ઠક્કરને આદિપુરથી બંટી મગનાની નામના શખ્સે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તમે જે મહિન્દ્રા એક્સયુવી કાર વેંચવા મુકી છે તે મારે લેવી છે તેવું કહી ફરિયાદીને લીલાશા નગરમાં આવેલા વરૂનીસા કોમ્પલેક્ષ પાસે બોલાવ્યા હતા. ફરિયાદી ત્યાં પહોંચતા કાર ગેરેજમાં દેખાડી આવું તેવું કહી આરોપી વાહન લઈ નાસી છુટ્યો હતો. ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થયાનું માલુમ પડતા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
આ પણ વાંચો: વાહન ટોઈંગ કરવા બાબતે વાહન માલિક અને પોલીસ વચ્ચે ઝપાઝપી
ગાડી ગીરવે અથવા વેંચાણે આપી રૂપિયા લેવાની મોડસ ઓપરેન્ટી મળી આવી
જે અનુસંધાને પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ મેળવી કુખ્યાત આરોપીને અમદાવાદના નરોડાથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આદિપુરના છવાડી વિસ્તારમાં રહેતા પ્રદિપ ઉર્ફે બંટી ચંદ્રસેન મંગવાણીની ધરપકડ કરી છે. જેની પાસેથી એક્સયુવી કાર પણ કબ્જે કરાઈ છે. આરોપી ગાડી વેંચાણ લેવાનું કહી ગાડી ગેરેજમાં દેખાડવાના બહાને લઈ જઈ મોટા શહેરોમાં ગીરવે અથવા વેંચાણે આપી રૂપિયા લેવાની મોડસ ઓપરેન્ટી ધરાવે છે.
આ પણ વાંચો: ભુજમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 12 વ્યક્તિઓ દ્વારા જાહેરનામાનો ભંગ, 9 વાહન ડિટેઇન
આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
આ ઉપરાંત આરોપી સામે આદિપુરમાં બે અને ગાંધીધામ A ડિવિઝનમાં બે ગુના નોંધાયેલા છે. ગાડી લઈ જઈને કરાયેલી છેતરપીંડી બદલ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધીને આ કામગીરીમાં PI ડી.એમ ઝાલા અને તેમનો સ્ટાફ જોડાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.