- કંડલા પોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત 292 મીટર લાંબુ જહાજ લંગારવામાં આવ્યું
- અગાઉ 269 મીટર લાંબું જહાજ લંગરવામાં આવ્યું હતું
- કંડલામાં 1.04 લાખ એમટી કોલસો ડિસ્ચાર્જ કરશે
કચ્છ: પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચ૨ અને ઓપરેશનની સજ્જતા સંદર્ભે કંડલા પોર્ટ માટે આ એક મહત્વનો માઈલસ્ટોન છે. UKનો ફ્લેગ ધરાવતું MV Berge Nyangani (બર્જ ન્યાનગાની) વેસલ દિનદયાળ પોર્ટમાં બર્થ થનારું અત્યાર સુધીનું સૌથી લાંબુ કેપસાઈઝ વેસલ્સ છે. આ અગાઉ ગત મહિને કંડલા પોર્ટમાં 269 મીટર લાંબુ જહાજ બર્થ થયું હતું. જે રેકોર્ડ આજે તૂટી ગયો છે. આ શીપ 45 મીટર (147 ફીટ) પહોળુ છે. તેનું નિર્માણ 2010માં થયું હતું.
આ પણ વાંચો : આજે પંજાબના પ્રધાન મંડળનું વિસ્તરણ, સાંજે 4:30 વાગે શપથ સમારોહ
ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન મોહંતીના નેતૃત્વમાં મરીન સ્ટાફે જહાજે જેટીએ પહોંચાડ્યું
દીનદયાળ પોર્ટ પ્રશાસનના ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન મોહંતીના નેતૃત્વમાં મરીન સ્ટાફે 292 મીટર પહોળા જહાજને જેટીએ પહોંચાડીને સિદ્ધિ મેળવતા ડીપીટીના અધ્યક્ષ એસ.કે.મહેતાએ સૌને બિરદાવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતના આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ETV Bharat સાથે ખાસ વાતચીત