કચ્છ- સરહદી જિલ્લા કચ્છમાં હાલમાં શિક્ષકોની બદલી પ્રક્રિયા હાથ ધરાતા માધ્યમિક શાળાઓમાં 87 તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 34 શિક્ષકોની બદલી (Teachers Transfers in Kutch) કરાતા 121 જેટલા શિક્ષકોની પોતાના વતનમાં બદલી (Decrease of 121 teachers in Kutch district ) કરવામાં આવી છે.121 જેટલા શિક્ષકો પોતાના વતનમાં ચાલ્યા જતા કચ્છ જિલ્લામાં 121 જેટલા શિક્ષકોની ઘટ સર્જાઈ છે જે ખૂબ જ ગંભીર બાબત છે.
શિક્ષક માંડ માંડ હજી જિલ્લામાં ગોઠવાયા હોય ત્યાં બદલી કરી દેવાઈ - કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામડાઓની શાળાઓ જેવી કે પચ્છમ બન્ની,ખડીર, પ્રાંથળ, ગરડા તથા લખપત,રાપર, ભચાઉ સહિતના વિસ્તારમાં એક વર્ષથી નોકરી કરનાર શિક્ષકોની બદલી (Teachers Transfers in Kutch) કરવામાં આવી છે જે યોગ્ય નથી. વિદ્યાસહાયક પાસે એક જ જગ્યાએ પાંચ વર્ષ નોકરી કરવાનો નિયમ છે તો ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક શિક્ષકો માટે કેમ નહીં. શિક્ષક માંડ માંડ કચ્છની વિચારશ્રેણી, ભાષા, રહેણીકરણી શીખે ત્યાં સુધી તો તેની બદલી થઈ જાય છે.
આ પણ વાંચોઃ શિક્ષકની બદલી પર વિદ્યાર્થી રડવા લાગ્યો, કહ્યું "હું પણ સાથે આવીશ"
આવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કેમ સુધરે -ઉપરાંત સરકારી ગ્રાન્ટના કરોડોના ખર્ચે શાળાના મકાનો બનાવવામાં આવ્યા છે પરંતુ શિક્ષણ આપનાર શિક્ષક જ નથી.ઉપરાંત કચ્છની અનેક શાળામાં શિક્ષકોનો પગાર જ્યાં ફરજ હોવા છતાં નિભાવતા નથી તેવી શાળાના મહેકમમાં થાય છે અને ફરજ પોતાના વતનના ગામોમાં નિભાવે છે. આવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કેમ સુધરે. જો શિક્ષકોની આવી જ રીતે ઘટ રહી તો કચ્છના અંતરિયાળ ગામડાની શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે.
121 જેટલા શિક્ષકોની પોતાના વતનમાં કરવામાં આવી બદલી - હાલમાં કચ્છ જિલ્લામાં માધ્યમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના 29 ,ગણિત અને વિજ્ઞાનના 28, અંગ્રેજીના 25, ગુજરાતીના 4 અને હિંદીના 1 મળીને કુલ 87 શિક્ષકોની બદલી (Teachers Transfers in Kutch) પોતાના વતનમાં કરવામાં આવી છે.તો ઉચ્ચતર માધ્યમિકમાં અંગ્રેજી વિષયના 4, અર્થશાસ્ત્ર વિષયના 4, મનોવિજ્ઞાન વિષયના 1, ગુજરાતી વિષયના 7, ભૂગોળના 1, સમાજશાસ્ત્રના 9, નામુના 1, ગણિતનાં 1, જીવ વિજ્ઞાનના 3, ભૌતિકશાસ્ત્રના 2 અને રસાયણ વિજ્ઞાનના 1 મળીને કુલ 34 શિક્ષકોની બદલી પોતાના વતનમાં (121 teachers transferred from kutch) કરવામાં આવી છે.
હાલમાં જિલ્લામાં 1557 શિક્ષકોની ઘટ - ઉલ્લેખનીય છે કચ્છમાં કુલ 1682 જેટલી શાળાઓ છે જેમાં 9525 શિક્ષકોનું મહેકમ છે.તો હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લાની શાળામાં 8096 શિક્ષકો ફરજ બજાવે છે જે મુજબ જિલ્લામાં 1436 શિક્ષકોની ઘટ છે. ઉપરાંત હાલમાં 121 જેટલા શિક્ષકોની પોતાના વતનમાં બદલી (Teachers Transfers in Kutch) કરવામાં આવી છે.તો કચ્છની કુલ 1682 શાળાઓમાંથી હાલ 102 શાળાઓ એવી છે જયાં 1થી5 ધોરણને ભણાવવા માત્ર એક જ શિક્ષક છે તો સાથે 15 અંતરિયાળ ગામોમાં એવી શાળાઓ પણ છે જયાં ભણાવવા માટે એક પણ શિક્ષક (121 teachers transferred from kutch)હાજર નથી.
દરેક શાળામાં 50 ટકા મહેકમ જળવાય તેની કાળજી લેવામાં આવી રહી છે: જિલ્લા શિક્ષણ અધિકારી -જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.પ્રજાપતિએ જણાવ્યું હતું કે,તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલી (Teachers Transfers in Kutch) કરવામાં આવી છે.જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ બદલી માટેની 261 જેટલી અરજીઓ મોકલવામાં આવી હતી જે પૈકી 121 શિક્ષકોની બદલી થઈ છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉભો ના થાય તે માટે 50 ટકા મહેકમ જળવાય એ શરતે જ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. દરેક શાળામાં 50 ટકા જેટલો સ્ટાફ (121 teachers transferred from kutch) જળવાય તે માટે ખૂબ કાળજી રાખીને લગભગ 70 જેટલા શિક્ષકોને જ છુટા કરવામાં આવ્યા છે, જ્યારે 50 જેટલા શિક્ષકોને જ્યારે નવી ભરતી થશે ત્યારે એમને છુટા કરવામાં આવશે.