ETV Bharat / state

હનુમાનજી વિશે કરવામાં આવેલા નિવેદન અંગે સ્વામીએ માંગી માફી - રામાનંદી સમાજ

ભુજમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ હનુમાનજી મહારાજ અંગેના કરવામાં આવેલા નિવેદન અંગે માફી માંગી અને ગુજરાત રામાનંદી સાધુ સમાજના સભ્યો સાથે સમાધાન કર્યું હતું.

ગુજરાત રામાનંદી સાધુ સમાજના સભ્યો દ્વારા કરાયો હતો વિરોધ

author img

By

Published : Mar 21, 2021, 10:03 PM IST

  • હનુમાનજી મહારાજને ભગવાન નહીં પણ સંત ગણવામાં આવ્યા
  • ગુજરાત રામાનંદી સાધુ સમાજના સભ્યો દ્વારા કરાયો હતો વિરોધ
  • ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં બને તેની ખાતરી આપી કરાયું સમાધાન

કચ્છ: જિલ્લાના ભુજ સ્વામિનારાયણ મંદિરના અક્ષર મુનિ સ્વામી દ્વારા પોતાના એક પ્રવચન દરમિયાન હનુમાનજી મહારાજને ભગવાન નહીં પણ સંત હોવાનું એક નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનથી હનુમાન ભક્તોમાં નારાજગી વ્યાપી ગઈ હતી.

આ પણ વાંચો: ભુજના આંગણે ઉજવાશે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ, સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેકાનેક તૈયારીઓ શરૂ

નિવેદન આપેલા સ્વામીને પદભ્રષ્ટ કરવાની માંગણી કરાઈ

અક્ષર મુનિ સ્વામીએ હનુમાનજી મહારાજના નિવેદનથી ગુજરાત રામાનંદી સાધુ સમાજના સભ્યોએ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત અક્ષર મુનિ સ્વામીને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. રામાનંદી સમાજ દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ સાધુ સમાજે માફી માંગી હતી.

આ પણ વાંચો: લોકડાઉન અને માનવતા: ભુજ સ્વામિનારાયણ મંદિર સમગ્ર કચ્છમાં રાશન કીટનું વિતરણ કરશે

ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં બને તેવી ખાતરી આપી

સ્વામિનારાયણ મંદિરના સાધુ સમાજે અક્ષર મુનિ સ્વામી દ્વારા કરવામાં આવેલા નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં બને તે માટેની ખાતરી આપી હતી અને સમાધાન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.