કચ્છઃ આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આ દર્દી દુબઈથી પોતાના પરીવાર સાથે પરત કચ્છ આવ્યો છે. હાલ ચોકકસ લક્ષણો સાથે તેને સારવાર માટે દાખલ કરાયો છે. જોકે, રિપોર્ટ આવ્યા બાદ જ કોરોનો કેસ અંગે સ્પષ્ટતા શઈ શકશે. હાલ શંકાસ્પદ સ્થિતીમાં ખાસ આઈસોલેશન વોર્ડ ખાતે સારવાર કરવામાં આવી રહી છે.
દરમિયાન સુત્રોના જણાવ્યા પ્રમાણે, 6 લોકો દુબઈ પરત આવ્યા બાદ આ યુવાને ફલુના લક્ષણ જોવા મળ્યા હતા. સારવાર વચ્ચે ભૂજમાં ખાનગી તબીબ પાસે સારવાર દરમિયાન કોરોના વાયરસના લક્ષણો જણાતા તેને ભૂજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે, એ બાબત નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ઈટાલીથી પરત આવેલા એક ગાંઘીઘામના દર્દીને પણ શંકાસ્પદ રીતે દાખલ કરાયો હતો. જોકે, તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.