ETV Bharat / state

Super Speciality Hospital Kutch: 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું PM મોદીના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ

કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (Super Speciality Hospital Kutch)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજિત 12 એકરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે આ સંકુલ નિર્માણ થયું છે. આ હોસ્પિટલમાં 200 બેડની સુવિધાઓ સહિત તમામ આધુનિક સુવિધાઓ છે. નવી 36 એમ્બ્યુલન્સો ખરીદવામાં આવી છે.

કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું PM મોદીના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ

author img

By

Published : Apr 15, 2022, 7:33 PM IST

Updated : Apr 15, 2022, 10:53 PM IST

ભુજ: કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે આજે સ્વર્ણિમ સૂર્યોદય થયો છે. કચ્છની જનતા માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી અને આવકારદાયક બાબત કહી શકાય તેવી અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી (KK Patel Super Speciality Hospital Kutch) હોસ્પિટલનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હોસ્પિટલનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી ઉદ્ઘાટન

12 એકરમાં અને 200 કરોડના ખર્ચે નિર્માણ- સરહદી જિલ્લા કચ્છ (Super Speciality Hospital Kutch)માં અગાઉ કોઈપણ મોટી સર્જરી, કિડની ફેલ્યર, કેન્સર, ન્યુરો સહિતના ગંભીર અકસ્માતમાં (Health facilities in kutch) લોકોને 400થી 500 કિલોમીટર દૂર અમદાવાદ, મુંબઈ કે મેટ્રો સિટીમાં જવું પડતું હતું, પરંતુ હવે કચ્છ આરોગ્યક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. કચ્છી લેઉવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ (kutchi leva patel education and medical trust) દ્વારા સંચાલિત કે.કે.પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો. અંદાજિત 12 એકરમાં અને 200 કરોડના ખર્ચે આ સંકુલ નિર્માણ પામ્યું છે.

કે.કે.પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ.

200 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ- આઝાદીના 75માં વર્ષે પણ કચ્છ જિલ્લામાં હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, કેન્સર, ન્યૂરો સહિત ગંભીર અકસ્માતમાં પૂર્ણ કક્ષાના ટ્રોમા સેન્ટરનો અભાવ રહ્યો છે. જેના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ખોયો છે. હસતા-ખીલતા પરિવારો-સંતાનો નિરાધાર બનતા રહ્યા છે. આ સ્થિતિનું નિવારણ અતિ જરૂરી હતું. તેથી કચ્છી લેઉવા પટેલ સમાજે રાષ્ટ્ર સેવાના મહાયજ્ઞમાં યથાશક્તિ આહુતિ અર્પવાની ભાવના સાથે 200 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું સર્જન દાતાઓના મહાસમર્પણના સથવારે કરવા સહિયારો પ્રયાસ કર્યો છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Jal Shakti Award 2022: ગુજરાતના આ ગામે કરી વધુ એક કમાલ, જળસંચય ક્ષેત્રે પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામનો મળ્યો એવોર્ડ

કચ્છનો 'ક' કર્તુત્વનો 'ક' બન્યો- આ પ્રસંગે વડાપ્રધાને કચ્છના 2001ના વિનાશકારી ભૂકંપ (kutch earthquake 2001)ને યાદ કરતા કહ્યું હતું કે, હવે કચ્છ ભૂકંપના વિનાશને પાછળ મૂકી પોતાનું ભાગ્ય લખી રહ્યું છે. આ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના કારણે અનેક ગરીબ લોકોને સારવાર માટે ખર્ચની ચિંતાથી મુક્તિ મળશે. સાથે જ લેઉવા પટેલ સમાજ (Leva Patel Community Kutch)ના આ કાર્યની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, સમાજ પ્રત્યે નિષ્ઠા ભાવ અને સંવેદના થકી આજે કચ્છનો 'ક' કર્તુત્વનો 'ક' બન્યો છે.

PM મોદીએ કચ્છમાં યોગનો વર્લ્ડ રેકોર્ડ બને તેવી ઈચ્છા દર્શાવી.

દરેક કચ્છી 5 વિદેશી પરિવારોને સફેદ રણ જોવા પ્રેરિત કરે- લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનું આહ્વાન કરતા વડાપ્રધાને વિશ્વ યોગ દિવસે (world yoga day 2022) કચ્છમાં યોગનો વર્લ્ડ રેકોર્ડ બને તેવી ઈચ્છા દર્શાવી હતી અને યોગના મહત્વ વિશે વાત કરી હતી. તો સાથે જ વિદેશમાં વસતા કચ્છી લોકોને આહ્વાન કર્યું હતું કે, દરેક કચ્છી 5 વિદેશી પરિવારોને કચ્છના સફેદ રણ (white run kutch ) અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity gujarat) જોવાની પ્રેરણા આપે જેથી પ્રવાસનમાં વધારો થાય. કચ્છના સામત્રા ગામના કે.કે.પટેલ પરિવારે મુખ્ય નામકરણ સટ્યોગ અર્પી કાર્યનો પ્રારંભ વર્ષ 2018માં કરાવ્યો હતો.

આજે કચ્છનો 'ક' કર્તુત્વનો 'ક' બન્યો - PM મોદી

અઢી વર્ષના ગાળામાં 3 લાખ ચોરસ ફૂટ બાંધકામ- ભૂમિદાનમાં અન્ય દાતાઓનો પણ સાથ રહ્યો છે. 2019ના ડિસેમ્બરમાં ભુજ મંદિરના મહંત તેમજ સાંખ્યયોગી બહેનો, ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન, નામકરણના દાતા, સોગી દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને દેશ-વિદેશના જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. તે પછી અઢી વર્ષના ગાળામાં 3 લાખ ચોરસ ફૂટ જેટલા બાંધકામ સાથે મહાનિર્માણ સાકાર થયું છે. હજારો દાતાઓ, કર્મયોગી કાર્યકરો, દેશ-વિદેશ વાસીએ તન મન ધનનું સહિયારું સમર્પણ કર્યું છે.

હોસ્પિટલમાં આધુનિક મશીનરી- કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 200 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત અતિ આધુનિક મશીનરી કાર્યરત રહેશે. ઉપરાંત નિષ્ણાત ડોક્ટરો અને નર્સ સ્ટાફ પણ કાર્યરત રહેશે. આ અતિ આધુનિક અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા અને ગુજરાત સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પેટલ તેમજ અન્ય અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: Solar Panel in Bhuj: ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા ભુજ સર્કલના 5150 ઘરોમાં લગાવાઈ સોલાર પેનલ

સમાજના દાતાઓએ 110 કરોડનુ દાન આપ્યું- લોકોને આરોગ્ય સેવાઓ કચ્છમાં જ મળી રહે એ માટે સમાજના દાતાઓએ 110 કરોડનુ દાન આપ્યું છે. કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ નવી આધુનિક હોસ્પિટલ કચ્છને મળી રહેશે જે આરોગ્ય ક્ષેત્રે લાભદાયક નીવડશે. કચ્છના છેવાડાના લોકોને પણ સ્વાસ્થ્યને લગતી સારવાર કચ્છમાં જ મળી રહેશે અને અન્ય જિલ્લા કે રાજ્યમાં સારવાર લેવા જવું પડશે નહીં. આમ, કે.કે.પટેલ હોસ્પિટલ કચ્છની જનતા માટે આર્શીવાદરૂપ સાબિત થશે.

5.31 કરોડના ખર્ચે 36 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી- કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખુબ જ મોટો છે. ભૌગોલિક દૃષ્ટીએ કઠિન અને અંતરિયાળ વિસ્તાર ધરાવે છે. તેમજ કચ્છ જિલ્લો માતામરણ અને બાળમરણ (maternal and child mortality rate kutch) બાબતે અતિ જોખમી જિલ્લો છે. ત્યારે અંતરિયાળ વિસ્તારવાળા વિશાળ કચ્છમાં બેઝિક લાઈફ સપોર્ટ જેવી આરોગ્ય એમ્બ્યુલન્સ સેવા પાયાની જરૂરિયાત છે. દર્દીઓને પાયાની સા૨વા૨ સમયસર મળી રહે અને તેમનો જીવ જોખમાય નહી તેને ધ્યાને લઇને જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગ્રાન્ટોની રકમમાંથી 5.31 કરોડના ખર્ચે નવી 36 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે જેનું CMના હસ્તે લોક્સેવામાં સમર્પિત કરવામાં આવી હતી.

વિવિધ ગ્રાન્ટોમાંથી ખરીદવામાં આવી- આજે મુખ્યપ્રધાને હિલગાર્ડન ખાતેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 33 અને સામૂહિક આરોગ્ય કેન્દ્રને 3 મળી કુલ 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરશે. વિવિધ ગ્રાન્ટો પૈકી 15માં નાણાપંચની રૂપિયા 3.02 કરોડની 21, રૂપિયા 1 કરોડની ડીએમએફ ગ્રાન્ટની 7, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટ (Grant of developing taluka Gujarat)માંથી રૂપિયા 85.81 લાખની 5 અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 થઇને કુલ 36 એમ્બ્યુલન્સ રૂપિયા 5.31 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.

કોઈપણ દર્દીનું જીવન જોખમાય નહીં તે હેતુ- તમામ દર્દીઓને પાયાની જરૂરીયાત કઈ રીતે સમયસર મળી રહે અને કોઈ એક પણ દર્દીનું આવી પાયાની જરૂરીયાત વગર જીવન જોખમાય નહીં તે હેતુને ધ્યાને લઈ કચ્છ જિલ્લા પંચાયત દ્વારા તે દિશામાં આયોજન ઘડવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત દ્વારા કચ્છ જિલ્લામાં એમ્બ્યુલન્સો ખરીદવાના આયોજનને પહોંચી વળવા માટે કઈ કઈ ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ લઈ શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ આયોજન કરી વિવિધ ગ્રાન્ટ જેવી કે, 15માં નાણાપંચ, DMF, ધારાસભ્યની ગ્રાન્ટ અને વિકાશસીલ તાલુકાની ગ્રાન્ટમાંથી એબ્યુલન્સો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું.

વિવિધ આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યાં- હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ મંડવીયા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સાંસદ વિનોદ ચાવડા, વિધાનસભા અધ્યક્ષા નીમાબેન આચાર્ય, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર ધારાસભ્ય વાસણ આહીર, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન દાસ સ્વામી, જાદવજી ભગત, હોસ્પિટલના મુખ્ય દાતા પરિવારના ટ્રસ્ટી ગોવિદ ગોરસિયા અને સંતો મહંતો તથા 3 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Apr 15, 2022, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.