કચ્છ:રાજ્યમાં સામાજિક અંતર જાળવી સુજલામ સુફલામ જળ અભિયાન-3ની કામગીરી ચાલી રહી છે. જે પૈકી કચ્છ જિલ્લામાં પણ સુજલામ સુફલામ જળ અભિયાન-3નો પ્રારંભ 20 એપ્રિલથી થયો છે. આ અભિયાન હેઠળ કામગીરીના સ્થળોએ સરકારની માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં આ કામગીરી માટે કુલ 4001.95 લાખની ફાળવણી કરી છેે.
સુજલામ સુફલામ જળ અભિયાન-3 2020 હેઠળ હાલ કચ્છમાં વિવિધ સ્થળોએ કામગીરી ચાલી રહી છે. જે પૈકી કચ્છના ભુજ, ભચાઉ, અબડાસા અને માંડવી ખાતે જળસંપત્તિ વિભાગના કામો લોકભાગીદારીથી ચાલી રહ્યા છે. ભુજ તાલુકાના લોરિયા ગામે ચંદન ફાર્મ 1 અને 1ના તળાવ ઉંડા કરવાનું કામ 5 જેસીબી દ્વારા પ્રક્રિયામાં છે.
આ સિવાય ભુજ તાલુકામાં લોકભાગીદારીથી ખાવડાનું અભલરાઇ તળાવ, કુનરીયાનું લઇદરો સીમ તળાવ, રાજરાસીમતળાવ, તેમજ રૂદ્રમાતાનું દેવીસર તળાવ, ભચાઉ તાલુકાનું કલ્યાણપુર ગામના રાતોધરો સીમતળાવ, અબડાસા તાલુકાના બુટા (અબડાવલી) ખાતે ચેકડેમ ડિસીલ્ટીંગ-પસીવાળો ચેકડેમમાં કરાશે. જ્યારે ખારૂઆના ખેત તળાવને ઉંડા કરાશે. આ માટે ૨૨૩ જેસીબી અને 583 ટ્રેકટર ડમ્પરનો ઉપયોગ થઇ રહ્યો છે.
માંડવી તાલુકામાં લોકભાગીદારીથી તળાવ ઉંડા કરાવવા પૈકી દેવપર ગામના બીટીયા હનુમાન તળાવ, ડોન ગામનું વરણીરાજ તળાવ, ગોધરા ગામનું ખાતરાઇ તળાવ અને કઠડાનું પટેલવાળો તળાવ ઉંડા કરવાના કામ હાથ ધરાશે. જળસંપતિ વિભાગ દ્વારા કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાન-3 2020 હેઠળ અબડાસા તાલુકામાં 7, માંડવીમાં 1 અને રાપરમાં 3 થઇ કુલ 11 કામો વિભાગ દ્વારા કરવામાં આવશે.
જ્યારે લોકભાગીદારીથી તાલુકાઓમાં થનાર કામગીરી પૈકી અંજાર તાલુકામાં 14, અબડાસામા 69, ગાંધીધામમાં 1, નખત્રાણામાં 103, ભચાઉમાં 36, ભુજમાં 116, માંડવીમાં 39, મુન્દ્રામાં 23, રાપરમાં 89, લખપતમાં 99 થઇ કુલ 589 કામો જળસંપતિ વિભાગ દ્વારા લોકભાગીદારીથી પુરા કરાશે.
કચ્છ સિંચાઇ વર્તુળ, ભુજ-કચ્છ દ્વારા અપાયેલી આ વિગતો પૈકી બીજા છ વિભાગો પણ આ કામમાં જોડાયેલા છે. કચ્છમાં શહેરી વિકાસ અને નગરપાલિકા દ્વારા તાલુકાઓમાં થનાર કામ પૈકી અંજારના 2, ગાંધીધામ-2, ભચાઉ-2, ભુજ-3, માંડવીમાં-5, રાપરમાં-2 થઇ કુલ 18 કામો છે.
વન અને પર્યાવરણ વિભાગના તાલુકાવાર કામો જોઇએ તો અંજારમાં 4, અબડાસા 1, નખત્રાણા 3, ભચાઉ 7, રાપરમાં 9 થઇ કુલ 18 કામો છે. નર્મદા નિગમ દ્વારા ભચાઉ તાલુકામાં ૯ અને રાપર તાલુકામાં-9 થઇને કુલ 18 કામો છે. જે પૈકી 35 ગામોમાં 258 મજૂરો ચેકડેમ રીપેરીંગની કામગીરી કરી રહ્યા છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાલુકાવાર અંજારમાં 3, અબડાસા-4, ગાંધીધામ-3, નખત્રાણા-5, ભચાઉ-2, ભુજમાં-13, માંડવી-4, મુન્દ્રા-3 અને લખપતના 2 થઇ કુલ 39 કામો છે. જે પૈકી રાપર તાલુકામાં નર્મદા નિગમ દ્વારા નહેરોની મરામત અને જાળવણીના ત્રણ કામ થઇ રહ્યા છે.
ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અંજાર-12, અબડાસા-9, ગાંધીધામ- 2, નખત્રાણા-30, ભચાઉ-16, ભુજ-57, માંડવી-9, મુન્દ્રા-5, રાપર-47, લખપતમાં 17 થઇ કુલ 204 કામો છે. જયારે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કચ્છમાં તળાવ ઉંડા કરવાની મનરેગાની કામગીરી 87 ગામોમાં 18573 મજુરો કરી રહયા છે. અંદાજે 140380 ઘનમીટર ખોદકામ થઇ ગયું છે.
વોટર શેડ વિભાગ દ્વારા અંજાર તાલુકામાં 14, ભચાઉ તાલુકામાં 16 અને ભુજ તાલુકામાં 12 થઇ કુલ 42 કામો છે. જે પૈકી કચ્છમાં 187 જેસીબી, 374 ટ્રેકટર ડમ્પર દ્વારા 813 મજુરો નવા તળાવ બનાવવાની કામગીરી અને તળાવ ઉંડા કરી રહ્યા છે.
કચ્છ સિંચાઇ વર્તુળ દ્વારા અપાયેલ માહિતી મુજબ કચ્છમાં અંજાર તાલુકાના 49, અબડાસા 90, ગાંધીધામમાં 8, નખત્રાણા તાલુકામાં 141, ભચાઉમાં તાલુકામાં 207, માંડવીમાં 60, મુન્દ્રા તાલુકામાં 32, રાપર તાલુકામાં 161 અને લખપત તાલુકામાં 122 પૈકી સમગ્ર કચ્છમાં સુજલામ સુફલામ જળઅભિયાન 2020ના કુલ 960 કામો 10 જુન 2020 સુધી પુરા કરવામાં આવશે.