ETV Bharat / state

ભૂજમાં પ્રથમ વખત સ્વરપેટીનો લકવો દૂર કરવાનું સફળ ઓપરેશ કરાયું

કચ્છ: ભુજમાં અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત જી.કે.જનરલ સિવિલ હોસ્પિટલમાં પહેલી વખત સ્વરપેટીનો લકવો દૂર કરવાનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આને Medialisation Thyroplasty તરીકે ઓળખવામાં આવે છે. આ ઓપરેશન કરીને તબીબોએ ભુજના 35 વર્ષિય યુવકને ફરી બોલતો કરી દીધો છે.

ભૂજમાં સ્વરપેટીનો લકવો દૂર કરવાનો સફળ ઓપરેશ કરાયું
author img

By

Published : Jul 18, 2019, 10:11 PM IST

મળતી માહીતી મુજબ ભુજના 35 વર્ષિય કપિલ આહિરનો અવાજ છેલ્લા દોઢ વર્ષથી બેસી ગયો હતો. હોસ્પિટલના ENT વિભાગના હેડ અને અધિક મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. નરેન્દ્ર હિરાણીએ સીટી સ્કેન અને X-Ray મારફતે ઝીણવટભરી તપાસ કરી હતી. કપિલની સ્વરપેટીની ડાબી બાજુ કામ નહીં કરતી હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં કપિલનું મોઢું ખુલતું ન હતું. જે બાદ દૂરબીનથી નાક મારફતે તપાસ કરવામાં આવતા તેને સ્વરપેટીનો લકવો થયો હોવાના તારણ બહાર આવ્યું હતું.

આ બીમારીમાં સ્વરપેટીના લકવામાં દર્દીનો અવાજ બદલાઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ભોજનનો કોળિયો ફેફસાં કે શ્વાસનળીમાં જાય તો ફેફસાંનો ચેપ થઇ શકે છે. પરિસ્થિતિ ટાળવા ઈ.એન.ટી. વિભાગે Medialisation Thyroplasty કરવાનું નક્કી કર્યું. આ ઓપરેશનમાં દર્દીની સ્વરપેટી ખોલી તેમાં સિલિકોન ઈમ્પ્લાન્ટની મદદથી સ્વરપેટીને અંદરની તરફ ધકેલવામાં આવે છે. જેથી બંને બાજુની સ્વરપેટી સમાંતર થઇ જતા અવાજમાં સુધારો થાય છે.

આ ઓપરેશનમાં ડૉ. નરેન્દ્ર હિરાણી સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રશ્મિ સોરઠીયા અને રેસિડેન્ટ ડૉ. ભૂમિ ભાદેસીયા જોડાયાં હતા. સ્વરપેટીનો લકવા થવાના અનેક કારણો છે. મગજની ગાંઠ, પોલિયો, ટીબી, મગજના હાડકાનું ફ્રેકચર અને સ્વરપેટી શ્વાસનળી અન્નનળી અને ફેફસાના કેન્સરથી પણ આ લકવો થઇ શકે છે.

Intro: કચ્છના પાટનગર ભુજમાં અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત જી.કે.જનરલ સિવિલ હોસ્પિટલે કચ્છમાં પહેલી વખત સ્વરપેટીનો લકવો દૂર કરવાની શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી છે. તબીબી પરિભાષામાં MedialisationThyroplasty તરીકે ઓળખાતા આ ઓપરેશન કરીને તબીબોએ ભુજનાં 35 વર્ષિય યુવકને પરી બોલતો કરી દીધો છે. Body:

ભુજના 35 વર્ષિય કપિલ આહિરનો અવાજ છેલ્લાં દોઢ વર્ષથી બેસી ગયો હતો. હોસ્પિટલના ENT વિભાગના હૅડ અને અધિક મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. નરેન્દ્ર હિરાણીએ સીટી સ્કેન અને X-Ray મારફતે ઝીણવટભરી તપાસ કરી હતી. કપિલની સ્વરપેટીની ડાબી બાજુ કામ નહીં કરતી હોવાનું નિદાન થયું હતું. એક્સીડેન્ટના કારણે કપિલનું મોઢું ખુલતું ન હોવાથી દૂરબીનથી નાક મારફતે તપાસ કરવામાં આવતા તેને સ્વરપેટીનો લકવો થયો હોવાના તારણ પર તબીબો આવ્યા હતા. સ્વરપેટીનાં લકવામાં દર્દીનો અવાજ બદલાઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ભોજનનો કોળિયો ફેફસાં કે શ્વાસનળીમાં જાય તો ફેફસાંનો ચેપ થઇ શકે છે. પરિસ્થિતિ ટાળવા ઈ.એન.ટી. વિભાગે Medialisation Thyroplasty કરવાનું નક્કી કર્યું. આ ઓપરેશનમાં દર્દીની સ્વરપેટી ખોલી તેમાં સિલિકોન ઈમ્પ્લાન્ટની મદદથી સ્વરપેટીને અંદરની તરફ ધકેલવામાં આવે છે. જેથી બંને બાજુની સ્વરપેટી સમાંતર થઇ જતા અવાજમાં સુધારો થાય છે.
આ શસ્ત્રક્રિયામાં ડૉ. નરેન્દ્ર હિરાણી સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રશ્મિ સોરઠીયા અને રેસિડેન્ટ ડૉ. ભૂમિ ભાદેસીયા જોડાયાં હતા. સ્વરપેટીનો લકવા થવાના અનેક કારણો છે. મગજની ગાંઠ, પોલિયો, ટીબી, મગજના હાડકાનું ફ્રેકચર અને સ્વરપેટી શ્વાસનળી અન્નનળી અને ફેફસાનાં કેન્સરથી પણ આ લકવો થઇ શકે છે.Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.