ETV Bharat / state

કચ્છી મહિલાની સફળતાની વાત, એડિલેડમાં બાળકોને ભણાવતાં ભારતીબેન કતિરા પોતે અલ્પશિક્ષિત - Bhartiben Katira

કચ્છની ધીંગી ધરા એટલા માટે કહેવાય છે કે અહીંના માનવો સંઘર્ષ વેઠી સફળ થવા માટે પાછી પાની નથી ભરતાં. આ વાત ફરી સાબિત કરી છે કોડાયના ભારતીબેન કતિરા ( Success Story of Kutch Women Bhartiben Katira )એ. જેઓ પોતે અલ્પશિક્ષિત હતાં પરંતુ તક મળતાં એવું શિક્ષણ મેળવ્યું કે આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બાળકોને ભણાવતાં ( Bhartiben Katira Became a teacher in Adelaide ) શિક્ષક બન્યાં છે.

કચ્છી મહિલાની સફળતાની વાત, એડિલેડમાં બાળકોને ભણાવતાં ભારતીબેન કતિરા પોતે અલ્પશિક્ષિત

author img

By

Published : Oct 13, 2022, 7:22 PM IST

કચ્છ મન હોય તો માળવે જવાય એ ઉકિતને સાર્થક કરતું કાર્ય કચ્છના માંડવી તાલુકાના કોડાય ગામના અમૃતલાલ પ્રાગજી સોમેશ્વર પરિવારના દીકરીએ કર્યું છે. ભારતીબેન ( Success Story of Kutch Women Bhartiben Katira ) કે જેઓએ અંગત કારણોસર માત્ર ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યો છે અને લગ્ન બાદ ઓસ્ટ્રેલિયાના એડિલેડ રહેવા જવાનું થયું હતું. ત્યાં આગળ અભ્યાસ કરી તાલીમ મેળવી હવે ત્યાંની શૈક્ષણિક સંસ્થામાં ત્યાંના બાળકોની માવજત સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ( Bhartiben Katira Became a teacher in Adelaide ) આપે છે.

ભારતીબેને માત્ર ધોરણ 7 સુધીનો અભ્યાસ કરેલો છે

પિતાનું અવસાન થતાં અભ્યાસ પૂર્ણ કરી શક્યા ન હતાં આ અંગે વાતચીત કરતા ભારતીબેને ( Bhartiben Katira ) જણાવ્યું હતું કે,'આમ તો તેઓ કોડાય ગામના છે અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યાર બાદ પારિવારિક સંજોગો અને અંગત કારણોસર અભ્યાસ પૂર્ણ કરી શક્યા ન હતાં અને અન્ય પારિવારિક જવાબદારીઓ નિભાવવા લાગ્યા હતા. બાંધણીનું કામ કરતા હતા. નાના ભાઈબહેનોને ભણાવ્યાં હતાં.' ત્યાર બાદ ભારતીબેનના 2006માં કચ્છના સુખપર ખાતે આનંદ કતિરા સાથે લગ્ન થયા બાદ ચાર પાંચ વર્ષ પછી પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં એડીલેડ ગયાં હતાં.

એડિલેડમાં બાળકોને ભણાવતાં ભારતીબેન કતિરા ભારતીબેન કતિરા ( Bhartiben Katira )પોતે બહુ ભણેલા નથી. પણ એડીલેડમાં જઈને ધગશથી ત્રણ વર્ષ સુધી અંગ્રેજીનો અભ્યાસ કર્યો અને એક પરીક્ષા ( Success Story of Kutch Women Bhartiben Katira ) પાસ કરી. સર્ટિફિકેટ મેળવ્યા બાદ તેના આધારે તેમને એક સ્ટડી સેન્ટરમાં નોકરી મળી. તેમના સાસુ સસરા અને પતિનો તેમને ખૂબ સાથ સહકાર મળ્યો છે. આજે એ અલ્પશિક્ષિત હોવા છતાં અર્લી લર્નિગ કેર સેન્ટરમાં ત્યાંના બાળકોને કેળવણી ( Bhartiben Katira Became a teacher in Adelaide ) આપી રહ્યા છે.

અયોધ્યા રામમંદિરમાં 5.50 લાખનું દાન ભારતીબેન કતિરાના પતિ આનંદ કતિરાએ જણાવ્યું હતું કે 'ઓસ્ટ્રેલિયામાં હોવા છતાં પણ તેમના ઘરમાં ધાર્મિક વાતાવરણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે છે. ઓસ્ટ્રેલિયામાં પ્રારંભિક તબક્કે તક્લીફ રહી. કડિયાકામ જેવો કઠોર પરિશ્રમ ( Success Story of Kutch Women Bhartiben Katira ) પણ કર્યો હતો. ત્યાર પછી એડીલેડમાં સ્ટેશનરીની દુકાન કરી. નસીબે સાથ આપતાં દુકાન સેટ થઈ ગઈ અને ત્યાર બાદ પોતાનું ઘર પણ ત્યાં ખરીદ્યું છે. દુકાન તેમજ ભારતીબેન દ્વારા શિક્ષણ ( Bhartiben Katira Became a teacher in Adelaide ) આપીને મેળવાતી આવકમાંથી થોડી બચત થયા પછી રામ મંદિર અર્થે 5.50 લાખ જેવી રકમ અયોધ્યા રામમંદિરમાં દાનમાં પણ આપી છે. '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.