રાજ્યના ગૌ-સંવર્ધન પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કચ્છ પ્રવાસ દરમિયાન અંજારનાં ગૌ-સંવેદના ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રથમ નંદી શાળાની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે જણાવ્યું હતું કે, ગૌ-શાળા, પાંજરાપોળ વિશે ઘણુ જાણ્યું, જોયું, સાંભળ્યું છે અને મુલાકાતો પણ લીધી છે. તેના નીભાવ અને આયોજન માટે કામ કર્યું છે, પરંતુ પહેલી વખત કચ્છમાં અંજારની ધરતી પર નંદી ઘરની મુલાકાત લઇ રહ્યો છું. ગૌ-શાળા, ગૌ-સંવર્ધન, વૃક્ષારોપણ અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી નંદી શાળાની કામગીરીથી ગૌ-સંવર્ધન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પ્રભાવિત થયા હતા.
શહેરમાં ભટકતા નંદી એક સમસ્યા સમાન છે. આ પ્રકારે નંદીશાળા ઉભી કરી સમાજ પર બહુ મોટા ઉપકારનું કર્યો હોય તેવું ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. તેમણે અહીં કામ કરનારા સહયોગીઓને ગોવાળીયાઓનું બિરુદ આપ્યું છે. તેવા સેવકો અને સેવાભાવી કાર્યકરોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
આ સાથે નંદીશાળા જેવી વિશેષ પ્રકારની સેવાનો પ્રયોગ ભારતભરમાં સૌપ્રથમ હશે ત્યારે આ કાર્યથકી જીવદયા પણ સચવાય છે. આમ સમાજની સગવડતા પણ સચવાતી હોવાથી આનંદ વ્યક્ત કર્યો હતો. નંદીઘરનો વિચાર અને ત્યારબાદ તેનું સમગ્ર આયોજન બીજા અનેક જીવદયા પ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે. કોઇપણ ક્ષેત્રમાં થયેલો નવો પ્રયોગ અને તેની મુલાકાત લેવીએ હંમેશા યાદગાર બની રહે છે ત્યારે આ મુલાકાત પણ હંમેશ માટે યાદગાર બની રહેશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપ્રધાન વાસણભાઇ આહિર પરિવાર દ્વારા રૂપિયા 5 લાખનો ચૅક સંવેદના ગ્રુપના પ્રમુખ અને સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસને અર્પણ કરવામાં આવ્યો હતો. સંવેદના ગ્રુપના ટ્રસ્ટીઓએ વાસણભાઇ આહિર, કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા, અંજાર પ્રાંત અધિકારી ડૉ. વી.કે. જોષીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટીઓ ડી.સી. ઠક્કર, અશોકભાઇ સોની, જીગ્નેશભાઇ દોશી, અમીત શાહ, કિશન રાઠોડ, મહેશ સોની, દીલીપ ચંદે, ઇસ્માઇલભાઇ ખત્રી, જયેશ કોડરાણી, પૂર્વ નગરપતિ વસંતભાઇ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઇ શાહ, કાનજીભાઇ શેઠ, લવજીભાઇ સોરઠીયા, ક્રિપાલસિંહ જાડેજા, રણછોડભાઇ આહિર, ગોપાલભાઇ માતા, પીયુષભાઇ પુજારા, મહાદેવભાઇ આહિર, જીગરભાઇ ગઢવી, સંજયભાઇ દાવડા, ગોવિંદભાઇ પાટીદાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.