કચ્છ : આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા છે તો અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા છે, પરંતુ ભુજનો વિધાર્થી 53 ટકા સાથે પાસ થયો હોવા છતાં ધારેલું પરિણામના આવતા 15 મિનિટ બાદ આત્મહત્યા કરી લીધી છે. એકનો એક દીકરાએ આત્મહત્યા કરતાં પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.
શું છે સમગ્ર મામલો : ભુજની જૂની રાવલવાડીમાં રહેતા દિનેશ ધુઆના 17 વર્ષીય પુત્ર હર્ષિતે ધો 10માં ધોરણની પરીક્ષા આપી હતી. આજે જ્યારે પરિણામ આવ્યું પરંતુ ધારેલું પરિણામ કરતા ઓછું પરિણામ આવતા મનમાં લાગી આવ્યું અને આત્મહત્યાનું પગલું ઉઠાવી લીધું હતું. હર્ષિતને ધોરણ 10માં 53 ટકા આવતા તેને ઓછા માર્ક્સ લાગતા તેને આત્મહત્યા કરી લીધી હતી. .હર્ષિત પરિવારમાં એકનો એક દીકરો હતો. તેના માતા પણ નથી.તે પોતાના પિતા અને દાદા દાદી સાથે રહેતો હતો.
આજે ધોરણ 10નું રિઝલ્ટ આવતા ભુજની જૂની રાવલ વાડીમાં રહેતા કિશોર હર્ષિતને ધારેલું પરિણામ ન આવતા અને તેને તેના મિત્ર વર્તુળને કહી રાખેલું કે તેને આટલા ગુણ આવશે. જેને પરિણામે તેટલા માર્ક્સ ન આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. - લદીપસિંહ જાડેજા (PSI, ભુજ એ ડિવિઝન)
મહેશ્વરી સમાજમાં અરેરાટી ફેલાઈ : ધો. 10માં હર્ષિત આમ તો મહેનત કરતો કિશોર હતો, પરંતુ ટકાવારી ઓછી આવતા તેને મનમાં લાગી આવ્યું હતું. આ બનાવથી કુટુંબીજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવાર પણ સુખી સંપન્ન છે અને પરિવારમાં એક જ પુત્ર હોતા પરિવાર ઊંડા શોકમાં પડી ગયો છે. હર્ષિતે જ્યારે જીવન ટુંકાવ્યું ત્યારે તેના પિતા ઘરે હાજર ન હતા અને તેને આત્મહત્યા કરતા મહેશ્વરી સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો પાસ થઈ ગયા હોવા છતાં 17 વર્ષીય કિશોરે આવું પગલું ભરતાં લોકોને આશ્ચર્ય થયું હતું.
SSC Exam Result 2023 : ધો 10ના પરિણામના ટેન્શમાં વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, રિઝલ્ટ આવ્યું 64 ટકા