ETV Bharat / state

SOGએ ગાંધીધામમાંથી કરોડોની કિંમતનો ગેરકાયદેસર ઓઇલ ઝડપ્યો - પુર્વ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ

SOGએ ગાંધીધામના વેબ્રીજના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહીત કરાયેલો 2.65 કરોડનો 5.67 લાખ લીટર બેઝ ઓઈલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે વાહનો સહિત કરોડોનો મુદામાલ જપ્ત કર્યો છે.(SOG seized illegal oil worth crores )

SOGએ ગાંધીધામમાંથી કરોડોની કિંમતનો ગેરકાયદેસર ઓઇલ ઝ

author img

By

Published : Sep 19, 2022, 8:39 AM IST

ગાંધીધામ: પુર્વ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ગાંધીધામના વેબ્રીજના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહીત કરાયેલો 2.65 કરોડનો 5.67 લાખ લીટર બેઝ ઓઈલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. (gandhidham crime )પોલીસ દ્વારા 3 લોકો સામે ગુનો પણ નોંધાવામાં આવ્યો હતો. (SOG seized illegal oil worth crores )

ત્રણે આરોપીની અટકાયત કરવામાં આવી: મળતી પ્રાથમિક વિગતો મુજબ પુર્વ બાતમીના આધારે, સ્પેશ્યલ SOGની ટીમે કંડલા ઝોનથી ગાંધીધામ તરફ જતા સર્વિસ રોડ ઉપર સદગુરૂ વે બ્રીજ પાછળ આવેલા આર.પી.કે. વેરહાઉસના પરિસરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.આ ગુનામાં આરોપીઓ રાધેશ્યામ ગોરધનરામ ગૌર, શેશારામ ઘીસારામ મોબારશા અને દેવેન્દ્ર મહેન્દ્ર યાદવ સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અને ત્રણે આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 5,76,593 લીટર બેઝ ઓઈલ કબ્જે કર્યો હતો. જેની કિંમત રૂ. 2,65,23,278 માનવામાં આવી રહી છે.

5,47,28,000નો મુદ્દામાલ કબ્જે: આરોપીઓએ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારનો પરવાનો મેળવ્યા વગર આવશ્યક કરતા વધુ પ્રમાણમાં પેટ્રોલીયમ પદાર્થનો સંગ્રહ કર્યો હતો. પોલીસે સ્થળેથી ગત રાત્રે કરાયેલી કાર્યવાહી દરમ્યાન 14 ટેન્કરો કબ્જે કર્યા હતા. આ ઉપરાંત ભાડા કરાર અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. SOG દ્વારા કુલ 5,47,28,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ગુનો નોંધવામાં આવ્યો: આ ત્રણેય આરોપીઓ દ્વારા કોઈ પણ જાતના સુરક્ષાના વગર, તેમજ હવાનું પ્રદુષણ થાય તે પ્રકારનું કૃત્ય કરીને બેઝ ઓઈલ સંગ્રહીત કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી લાયસન્સ અને NOC વગર અનધિકૃત રીતે બેઝ ઓઈલનો વધારાના જથ્થાનો સંગ્રહ કરવા બદલ ભારતીય દંડસંહિતાની કલમ 278, 285, 34 તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3, 7 અને 11 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.