ETV Bharat / state

Smritivan Earthquake Memorial and Museum : 4 મહિનાના ગાળામાં અધધ પ્રવાસી આવ્યાં, આકર્ષણોથી મુગ્ધ લોકો

author img

By

Published : Jan 24, 2023, 4:51 PM IST

કચ્છમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યૂઝિયમ (Smritivan Earthquake Memorial and Museum ) 26 જાન્યુઆરી 2001ના ગુજરાત ભૂકંપ (Gujarat Earthquake 2001 )સાથે સંકળાયેલા છે. ગયા વર્ષે પીએમ મોદીએ આ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું તે બાદથી ચાર માસના ગાળામાં 2.80 લાખ લોકોએ સ્મારકની મુલાકાત (Kutch Tourism Development )લીધી છે. જ્યારે 1.10 લાખથી વધુ લોકોએ મ્યુઝિયમની મુલાકાત ( Kutch museum Visit )લીધી છે.

Smritivan Earthquake Memorial and Museum : 4 મહિનાના ગાળામાં અધધ પ્રવાસી આવ્યાં, આકર્ષણોથી મુગ્ધ લોકો
Smritivan Earthquake Memorial and Museum : 4 મહિનાના ગાળામાં અધધ પ્રવાસી આવ્યાં, આકર્ષણોથી મુગ્ધ લોકો

કચ્છ 28 ઓગસ્ટ 2022ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં 20મી જાન્યુઆરી સુધી માત્ર ચાર મહિનાના ગાળામાં જ 2.80 લાખ લોકોએ સ્મારકની મુલાકાત લીધી છે. જ્યારે 1.10 લાખથી વધુ લોકોએ મ્યૂઝિયમની મુલાકાત લીધી છે.

ફીટનેસ, યોગ ક્લાસ, ઓપન માઇક અને સંગીતના કાર્યક્રમો : ભુજ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને 21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાયા છે. તેના લીધે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યૂઝિયમ એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે જેમાં ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો આવી રહ્યાં છે.

નવી પેઢી માટે નવીન જાણકારી
નવી પેઢી માટે નવીન જાણકારી

જાણીતી હસ્તીઓ મ્યુઝિયમથી અભિભૂત થઈ : ખ્યાતનામ દિગ્ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્યુઝિયમની પ્રશંસા કરી છે. તેમાં જાણીતા રાજનેતાઓ, સશસ્ત્ર દળના અધિકારીઓ, સફળ સીઇઓ, ક્રિકેટર્સ, અભિનેતાઓ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, આરબીઆઇના ગવર્નર અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો સ્મૃતિવન બન્યું સહેલાણીઓનું ફેવરિટ, દિવાળી વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા વધી

મુલાકાતીઓના પ્રતિભાવ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે“હું મારા દેશવાસીઓને ખૂબ નમ્રતા સાથે કહેવા માંગુ છું કે આપણું સ્મૃતિવન વિશ્વના અમુક શ્રેષ્ઠ સ્મારકો અને સંગ્રહાલયોની સરખામણીમાં એક ડગલું પણ પાછળ નથી. હું કચ્છના લોકોને વિનંતી કરવા માંગુ છું કે તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે, તો કૃપા કરીને સ્મૃતિવનની મુલાકાત લીધા વિના તેમને જવા ન દેશો. હું કચ્છના શિક્ષણ વિભાગને પણ વિનંતી કરવા માંગુ છું કે જ્યારે પણ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્યારે શાળાના બાળકોને અહીં લાવવામાં આવે.”

ભૂકંપનું સ્મૃતિવન
ભૂકંપનું સ્મૃતિવન

અસરગ્રસ્ત લોકોની સ્મૃતિને જાળવી : ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “2001ના ધરતીકંપનો સાર જેટલી સારી રીતે અહીં ગ્રહણ કરવામાં આવ્યો છે, તે એક નમ્ર અનુભવ છે. તે આપણને પ્રકૃતિનો આદર કરવાનું શીખવે છે અને સાથે એ પણ શીખવે છે કે પ્રકૃતિ આપણા જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે. જે જીવ આપણે ગુમાવ્યા છે, તે ખૂબ જ દુઃખની ક્ષણ હતી. ભૂકંપથી પ્રભાવિત થયેલા લોકોના પુનર્વસન માટે અથાક મહેનત કરનારી ટીમને હું અભિનંદન આપું છું. સ્મૃતિવનના નિર્માણમાં સંકળાયેલી ટીમની પણ હું પ્રશંસા કરવા માંગુ છું, અને અસરગ્રસ્ત લોકોની સ્મૃતિને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીને આપત્તિની તૈયારીના મહત્વ વિશે શિક્ષિત કરવા માટેના સંગ્રહાલયના પ્રયાસોને બિરદાવું છું.”

મ્યુઝિયમના દરેક નાના ખૂણામાં એક વાર્તા : ચેન્નઇથી આવેલ મુલાકાતી શુભમે જણાવ્યું હતું કે,"મ્યુઝિયમના દરેક નાના ખૂણામાં એક વાર્તા છે જેનો દરેક વ્યક્તિએ ઓછામાં ઓછો એકવાર અનુભવ કરવો જોઈએ. અવશ્ય મુલાકાત લેવી જોઈએ."

આ પણ વાંચો Republic Day 2023: ભુજ સ્મૃતિવન ખાતે 74મા પ્રજાસત્તાક પર્વનું તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજાયું

કચ્છના લોકોની ખુમારી : સ્પેનથી આવેલ મુલાકાતી રશેલે જણાવ્યું હતું કે,“તે એક સુંદર અનુભવ હતો.આટલી સુંદર ઇમારત અને તેની અંદર જે છે તે તેનાથી પણ વધુ સુંદર છે. કચ્છના લોકોની ખુમારી સુંદર રીતે દર્શાવવામાં આવી છે, અને તે ખૂબ સન્માનનીય છે. તમને તે ચોક્કસ ગમશે.”

બાળકોને પણ મોજ
બાળકોને પણ મોજ

470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ : ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. અહીં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે જેમાં 3 લાખ વૃક્ષો છે. તે સિવાય 50 ચેકડેમ છે, જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મુકવામાં આવી છે. તે સિવાય સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે.

ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર : 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હરપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલીન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.