કચ્છ : ભગવાન શ્રી કૃષ્ણ જેના પર વાંસળી વગાડતા (Shravan Month 2022) હતા તે કદંબ વૃક્ષ પર શ્રાવણ માસમાં ફુલ આવે છે. શ્રાવણ માસમાં આ ફૂલોનો મહત્વ અનેરો હોય છે, ત્યારે કચ્છમાં ત્રીસ જેટલા કદંબના વૃક્ષ છે. વૃક્ષને દડાના આકારના પીળાશ પડતા કેસરી ફૂલ આવે છે, તેની માળા બને અને ઈશ્વર-પ્રતિમાથી લઈને અનેક માંગલ્ય પ્રસંગોમાં ધરવામાં આવે છે. આ ફૂલનો ઉપયોગ અત્તર અને સુગંધી પદાર્થો તેમજ આયુર્વેદિક ઔષધિ બનાવવા માટે થાય છે.
કદંબના પાકાં ફળ પિત્તકારક અને વાતનાશક - જાણવા મળ્યુ છે કે, કદંબ એ એક નિત્યલીલા રહેનાર ઉષ્ણકટિબંધીય ક્ષેત્રનું વૃક્ષ છે. આ વૃક્ષ દક્ષિણ અને અગ્નિ એશિયાનું વતની છે. આ વૃક્ષ ભારતીય પૌરાણિક કથા અને ધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સર્વ ભારતીય ભાષાઓમાં તેને (Shri Krishna flute) કદંબ કે કદમ કહે છે. આયુર્વેદ અનુસાર તે તીખું, કડવું, તૂરું, ખારું, શુક્રવર્ધક, શીતળ, ગુરુ, વિષ્ટંભકારક, રૂક્ષ, સ્તન્યપ્રદ, ગ્રાહક અને વર્ણકર હોય છે. તે રક્તરોગ, પિત્ત, કફ, વ્રણ, દાહ, વિષ, મૂત્રકૃચ્છ અને વાયુનો નાશ કરે છે. તેના અંકુર તૂરા, શીતવીર્ય, અગ્નિદીપક અને હલકા હોય છે અને અરુચિ, રક્તપિત્ત અને અતિસાર દૂર કરે છે. તેનાં ફળ રુચિકારક, ભારે, ઉષ્ણવીર્ય અને કફકારક હોય છે. પાકાં ફળ કફકર, પિત્તકારક અને વાતનાશક હોય છે. નનાં બાળકોને ગળું પડે તે ઉપર, આંખો દુખવા આવે તે ઉપર અને મુખરોગ ઉપર તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કદંબના લાકડાનો ઉપયોગ - કદંબ ભારતીય વાતાવરણ માટે અત્યાધિક સાનુકુળ છે. આ વૃક્ષની ઊંચાઈ (Shravan Month Shrikrishna) સરેરાશ 30 મીટર છે, 50 મીટર ઊંચે જઈ શકે છે. તે સીધું જ ઉગે છે. છત્ર રૂપે હોતાં તેનો છાંયડો ઘેરાવા રૂપે હોય છે, પાર્ક એવેન્યુ માટે આ વૃક્ષ શ્રેષ્ઠ છે. તેમજ ઓર્નામેન્ટ ટ્રી છે. આ વૃક્ષનું લાકડું, તેમજ તેનો માવો, તેમાંથી હસ્ત નિર્મિત સજીવ કાગળ બને છે, ખાખી કોથળીઓ કે તેવી કેરીબેગ્સ, ક્રેટસ બાસ્કેટ પણ બનાવી શકાય છે. ઉપરાંત પ્લાયવૂડ માટે આ વૃક્ષનું લાકડુ ઉપયોગ કરી શકાય છે. આ વૃક્ષનું લાકડું અનેક પ્રકારે ઉપયોગી છે. જેમાંથી હાથાઓ કોઠીઓ પણ બની શકે છે, પેન્સિલ તથા મેચબોક્સ માટે અતિ ઉપયોગી છે. તેમજ ચંદનના અત્તર બનાવવા માટે કદંબનો અર્ક વપરાય છે, રાળ તથા રેઝીન બનાવવામાં આના લાકડાંનો પલ્પ વાપરવામાં આવે છે.
આ પણ વાંચો : પ્રકૃતિનું અનોખું આશ્ચર્ય, કેરલમાં જોવા મળ્યું 'કોરોના ફૂલ'
કદંબ જમીન માટે અતિ ગુણકારી - કદંબ જમીનની ગુણવત્તા સુધારે છે. જમીનને કસવાળી તથા અતિ ફળદ્રુપ બનાવે છે. કદંબનુ ફળ ખાદ્ય છે, તેના ફળમાં અસંખ્ય બીજ હોય છે. આ વૃક્ષનો બાયોમાસ જમીન માટે અતિ ગુણકારી છે. કદંબના ફળ ફુલ પાનની સુગંધ મીઠી તેમજ હળવી માદક હોય છે. કદાચ આજ કારણસર દક્ષિણમાં વિવાહની માળા આ ફુલમાંથી બનાવવામાં આવે છે. કદંબ વાવેતરના 4 વર્ષમાં યુવાન થઈ જાય છે અને ફૂલ (Shravan Mahina 2022) આપવાનું શરૂ કરી દે છે. બે ફાલ આવે છે, વર્ષ દરમિયાન 300થી 600 કિલોની વચ્ચે ફળ ફૂલ આપે છે. મુખ્યત્વે આ વૃક્ષ પર શ્રાવણ મહિનામાં જ ફૂલ આવે છે અને ખાસ કરીને હિંડોળાનો સમય હોય છે, ત્યારે સમગ્ર (kadam tree fruit) વૃક્ષ ફૂલોથી છવાઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાનને આ કદંબનો વૃક્ષ અતિપ્રિય છે. ભગવાન કૃષ્ણ આ વૃક્ષ પર વાંસળી વગાડતા અને રાસલીલા કરતાં હતાં.
આ પણ વાંચો : રીસેસ દરમિયાન ઝાડ નીચે રમી રહેલા વિદ્યાર્થીઓ પર વૃક્ષ પડ્યું, એકનું મોત
શ્રી કૃષ્ણ અને કદંબના વૃક્ષની લોકકથા - કૃષ્ણ લીલાના એક પ્રકરણમાં એવું વર્ણન આવે છે કે એક સમયે ગોપીઓ જ્યારે વૃંદાવન નજીકના એક તળાવમાં નહાવા ગઈ હતી, ત્યારે શ્રીકૃષ્ણએ તેમના વસ્ત્રો ચોરી લીધા. પાણીના દેવ વરુણે નદી, તળાવ અને અન્ય જાહેર સ્થળોએ નગ્ન થઈ નહાવાની મનાઈ ફરમાવી હતી. પરંતુ ગોપીઓ તેની અવગણના કરતી. તેમને પાઠ ભણાવવા માટે શ્રી કૃષ્ણે એક દિવસ જ્યારે તેણીઓ નહાવા તળાવમાં ગઈ ત્યારે તેમના વસ્ત્રો ચોરીને નજીકના કદંબ વૃક્ષની ડાળીએ લટકાવી દીધા. તે જાતે તે વૃક્ષ પર ચડી ડાળીઓમાં સંતાઈ ગયા. નહાઈને જોતાં ગોપીઓને તેમના વસ્ત્રો મળ્યા નહીં. તેમનું ધ્યાન કદંબના (Kadamba tree) વૃક્ષની હલતી ડાલીઓ ઉપર ગયું. તેમણે ત્યાં શ્રી કૃષ્ણને અને પોતાના વસ્ત્રોને જોયા તેમણે વસ્ત્રો પાછા માંગ્યા ત્યારે શ્રીકૃષ્ણએ તેમને જાતે જ બહાર આવી લઈ જવા કહ્યું. આ પ્રકરણને ઘણી કવિતા અને ચિત્રમાં કદંબના વૃક્ષની પૃષ્ઠભૂમિમાં દર્શાવાયો છે.