- ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરે બરફના શિવલિંગએ આકર્ષણ જમાવ્યું
- બરફના શિવલિંગના અલૌકિક દર્શન કરી રહ્યા છે શિવભક્તો
- ભગવાન ભોળાનાથને કોરોનારૂપી ઝેરથી ઉગારવા શિવભક્તો કરી રહ્યા છે પ્રાર્થના
કચ્છ: ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરે (Mahadev temple) બરફના શિવલિંગ (Shivling) ના દર્શન કરવા માટે શિવભકતો ઉમટ્યાં હતા અને ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી તથા પૂજા, અર્ચના કરીને પોતાની મનોકામના પૂરી થાય તે માટે પ્રાર્થના કરી હતી. કૈલાસ માનસરોવર, અમરનાથ, કેદારનાથમાં બરફના શિવલિંગ (Shivling) નું વાતાવરણ અલૌકિક હોય છે. ત્યાં બરફના શિવલિંગથી ભગવાન મહાદેવના સુંદર દર્શન થાય છે પણ આ બધી યાત્રા કરવા માટે પૈસાની જરૂર પડે, ભાગ્યની જરૂર પડે, સમયની જરૂર પડે સાથે સાથે શરીર પણ સ્વસ્થ હોવું જોઈએ ત્યારે આ કઠિન યાત્રા થાય. તો મંદિરમાં ભાવિભક્તોની ઇચ્છા હતી કે મહાદેવના અલૌકિક દર્શન શિવભક્તોને થાય તે અર્થે અહીં શિવભક્તો માટે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે બરફના શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
![ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગએ આકર્ષણ જમાવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-01-ice-shivling-video-story-avb-7209751_17082021110258_1708f_1629178378_439.jpg)
આ પણ વાંચો: શ્રાવણ માસમાં દરેક શિવલિંગ કરતા શ્રેષ્ઠ શિવલિંગ એટલે પાર્થિવ શિવલિંગ ? જાણો...
હૃદય ચોખ્ખું થાય ત્યારે મહારુદ્ર શિવ પ્રસન્ન થાય
શ્રાવણ મહિનો એ શિવનો મહિનો છે, ભક્તિનો મહિનો છે. આ મહિનામાં ભગવાન ભોળાનાથનું રુદ્રાભિષેક કરીએ, રુદ્રી કરીએ, પૂજા કરીએ મતલબ આપણામાંથી કામ, ક્રોધ, લોભ, અભિમાન હ્રદયમાંથી બહાર કાઢી ભગવાન મહાદેવને અર્પણ કરીએ અને હૃદય ચોખ્ખું થાય ત્યારે મહારુદ્ર શિવ બહુ પ્રસન્ન થાય છે. ભગવાન મહાદેવના માથે ચંદ્રમા બિરાજે છે આજે લોકો બધી વસ્તુ પ્રાપ્ત કરે છે પરંતુ મનની શાંતિ પ્રાપ્ત નથી કરી શકતા. મનની શાંતિ માટે લોકો જુદી જુદી જગ્યાએ જઈ રહ્યા છે. ભગવાન મહાદેવ પર ભાવથી અભિષેક કરવામાં આવે તો મનને શાંતિ મળે છે. કારણ કે મનનો કારક ચંદ્ર છે, ચંદ્રમા ઉપર અભિષેક થાય, મહાદેવ પર અભિષેક થાય તો મનુષ્યને ચોક્કસ મનની શાંતિ મળે છે.
આ પણ વાંચો: શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?
કોરોનારૂપી ઝેર છે એમાંથી મહાદેવ વિશ્વને ઉગારે એવી પ્રાર્થના
આ પૃથ્વી ઉપર એક એવા દેવ છે કે જેમના આખા પરિવાર સાથે તેમની પૂજા કરવામાં આવે છે. મહાદેવ, તેમના પત્ની પાર્વતીજી, બાળકો ગણેશજી, કાર્તિકેયજી, તેમના નંદી ઉપરાંત એમના ભૂતોની પણ પૂજા કરવામાં આવે છે. કારણ કે જ્યારે વિશ્વ પર કષ્ટ હતું ત્યારે મહાદેવે ઝેર પીધું છે. સમાજમાં કોઈના દુઃખમાં સહભાગી બનીએ તો આપણે પણ મહાન કહેવાઇએ. મહાદેવ પાસે એ જ પ્રાર્થના છે કે અત્યારે વિશ્વમાં જે કોરોનારૂપી ઝેર છે એમાંથી મહાદેવ વિશ્વને ઉગારે.
કોરોનાનો નાશ થાય એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના: શિવભક્ત
ભદ્રા મહેશ્વરી નામના શિવભક્તે જણાવ્યું કે, હું અહીં ઘણા વર્ષોથી દર્શનાર્થે આવું છું. આ મંદિરમાં દર્શન કરવામાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. હાલમાં શ્રાવણ મહિનો ચાલુ છે ત્યારે અહીં બરફના શિવલિંગની સેવા કરવામાં આવી છે. જેમ બરફથી શાંતિ મળે છે તેમ આપણા દેશમાં સુખ, શાંતિ મળે તથા કોરોનાનો નાશ થાય એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના.
જેમ પાણી બધાને ઠારે તેમ આપણું જીવન પણ બધાને ઠારે એવી ભાવના: કથાકાર
મહેશ ભટ્ટ નામના કથાકારે જણાવ્યું કે, દેવોના દેવ મહાદેવને પાણી ચડાવીએ, દૂધ ચડાવીએ, બીલીપત્ર ચડાવીએ અનેક રીતે મહાદેવની સેવા થાય છે આપને એને રુદ્રાભિષેક કહીએ છીએ પરંતુ તેનું મૂળ અર્થ જોવો તો તેનો અર્થ થાય છે હૃદયનો અભિષેક. જેમ પાણી બધાને ઠારે તેમ આપણું જીવન પણ બધાને ઠારે અને માત્ર આપનું જ કે આપણા કુટુંબનું નહીં પરંતુ સમગ્ર સમાજ, ભારતનું પણ નહીં વિશ્વનું કલ્યાણ થાય એવી આપણી ભાવના છે.
જાણો શું કહ્યું પુજારીએ?
પુજારીએ જણાવ્યું કે, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અહીં મહાદેવના વિવિધ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન અમરનાથ ના ક્યો કેદારનાથ ના ક્યો કે કૈલાશના મહાદેવ ક્યો માટે ભાવિભક્તોનો ભાવ હતો. તેને ધ્યાનમાં રાખીને અહીં મંદિરમાં સુંદર દર્શનની ઝાંખી થાય તે માટે બરફના શિવલિંગ (Shivling) નું આયોજન કરવામાં આવ્યું છે.