ETV Bharat / state

Ship Building for Dubai Sheikh : માંડવીમાં 9 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે 3 માળનું સૌથી મોટું વહાણ

કચ્છ જિલ્લાના બંદરીય શહેર માંડવી કે જે દરિયાઈ વહાણ બનાવવા માટે (Ship making in Mandvi port) જાણીતું છે અને એક સમયે માંડવી ખૂબ મોટું વ્યાવસાયિક બંદર (Shipping Industries in Kutch) હતું. અહીં 84 દેશના વાવટા અહીં ફરકતાં. વર્ષોથી અહીં અનેક પરિવારો વહાણ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લાં ત્રણ વર્ષથી અહીં દુબઈના એક શેખ પરિવારનું વહાણ (Ship Building for Dubai Sheikh ) બની રહ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વહાણ અત્યાર સુધી માંડવીમાં નિર્માણ પામેલ વહાણો પૈકીનું સૌથી મોટું વહાણ છે.

author img

By

Published : Dec 10, 2021, 2:38 PM IST

Updated : Dec 10, 2021, 4:29 PM IST

Ship Building for Dubai Sheikh : માંડવીમાં 9 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે 3 માળનું સૌથી મોટું વહાણ
Ship Building for Dubai Sheikh : માંડવીમાં 9 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે 3 માળનું સૌથી મોટું વહાણ
  • કચ્છના માંડવી બંદરમાં માંડવીમાં દુબઇના શેખનું વહાણ નિર્માણ
  • દુબઈના શેખ માટે માંડવી ખાતે 9 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે 3 માળનું વહાણ
  • 207 ફૂટ લાંબુ, 18 ફૂટ ઊંચું અને 45 ફૂટ પહોળું વહાણ
  • મશીનરી, એન્જિન, પંખા વગેરે ઉપકરણો દુબઈમાં લગાડવામાં આવશે

માંડવીઃ માંડવી શહેરમાં દેશ-વિદેશના વહાણનું નિર્માણ (Shipping Industries in Kutch) થાય છે. કચ્છના માંડવીમાં આવેલો વહાણવટા ઉદ્યોગ (Ship making in Mandvi port ) વર્ષો જૂનો છે. અહીંના મિસ્ત્રીઓ પાસે દેશના જ નહીં, પરંતુ વિદેશના ગ્રાહકો મનગમતા વહાણ બનાવવાનો પણ ઓર્ડર આપે છે. અહીં વસતા લોકોની 4 થી 5 પેઢીઓ આ વહાણવટા ઉદ્યોગ (Shipping Industries ) સાથે સંકળાયેલી છે. માંડવીમાં સલાયા નજીકના રુકમાવતી નદીના પટ્ટમાં ઇબ્રાહિમ ઇસ્માઇલ મિસ્ત્રીના નેતૃત્વમાં ત્રણ માળનું વહાણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વહાણનો ઓર્ડર (Ship Building for Dubai Sheikh) દુબઈના શેખ મોહમ્મદ રશીદ અલમકતુમના ભાઈએ આપ્યો છે. ટૂંક સમયમાં આ વહાણનું કાર્ય પૂર્ણ થશે અને તેને દુબઈ લઈ જવામાં આવશે.

અંદાજિત 9થી 10 કરોડના ખર્ચે તૈયાર થશે વહાણ

ઇબ્રાહિમ ઇસ્માઇલ મિસ્ત્રીના ભત્રીજા જાવેદ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વહાણ (Ship Building for Dubai Sheikh) અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ પછી અન્ય સુધારા વધારા અને સવલતો ઉભી કરવાથી આ વહાણનો ખર્ચ 9 થી 10 કરોડ રૂપિયા જેટલો થશે. આ ત્રણ માળના વહાણને બનાવવા પાછળ દૈનિક 25 કારીગરની મહેનત સાથે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે, ઉપરાંત આ વહાણનું નખશિખ તમામ બાંધકામ માનવસર્જિત છે. એનું કામ અતિચીવટ અને બારીકાઈથી કરવામાં આવ્યું છે.

આ વહાણ અત્યાર સુધી માંડવીમાં નિર્માણ પામેલ વહાણો પૈકીનું સૌથી મોટું વહાણ છે

23,000 સ્ક્વેર ફૂટ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો

આ વહાણ (Ship Building for Dubai Sheikh) બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ લાકડાં મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવ્યા છે અને આ લાકડાઓનું કટિંગ માંડવી ખાતે કરવામાં આવ્યું છે, જેના દ્વારા બહારનો ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે અંદરના ભાગ માટેનું લાકડું ગુજરાતના ડાકોર અને ખેડા જિલ્લામાંથી મંગાવવામાં આવ્યું છે. તો દેશી બાવળના થડનો પણ એમાં ઉપયોગ કરાય છે. કુલ 23,000 સ્ક્વેર ફૂટ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વહાણની લંબાઈ 207 ફૂટ છે, પહોળાઈ 45 ફૂટ છે અને 18 ફૂટ ઊંચાઈ છે.

જાણો શું છે વહાણની ખાસિયત

જાવેદભાઈ મિસ્ત્રીએ વહાણની ખાસિયત વિશે જણાવ્યું હતું કે દુબઈના શેખના ભાઈ માટે તૈયાર કરાયેલા વહાણ (Ship Building for Dubai Sheikh) દ્વારા દુબઈના આસપાસના સમુદ્રી વિસ્તારમાં માછીમારી કરાશે. માછીમારી માટે વહાણમાં 7થી 8 જેટલી સ્પીડ બોટ રાખવામાં આવશે જે જહાજમાં લાગેલા ક્રેન દ્વારા નીચે દરિયામાં ઉતારવામાં આવશે અને જેના દ્વારા એકત્ર થયેલી માછલીઓને જાળવી રાખવા વહાણમાં ફિશ સ્ટોરેજની સુવિધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત વહાણમાં કુલ 9 જેટલા રૂમ છે તથા 2 કોલ્ડ સ્ટોરેજ અને 2 સ્ટોર રૂમ પણ છે.

મશીનરી, એન્જિન, પંખા વગેરે ઉપકરણો દુબઈમાં લગાડવામાં આવશે

આગામી એક મહિનામાં બાકીનું કાર્ય પૂર્ણ કરાશે અને વધુ કામગીરી દુબઈમાં (Ship Building for Dubai Sheikh) થશે. વહાણમાં લગાવવાના શક્તિશાળી ઇન બોટ મશીન,એન્જિન, લાઈટિંગ, પંખા અને સંદેશવ્યવહારનાં ઉપકરણો દુબઈ ખાતે લગાડવામાં આવશે, અને ત્યાં એનું નામકરણ થશે. આ શિપને અન્ય શિપ સાથે ટોઇંગ કરી દુબઈ પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચોઃ કચ્છના માંડવીમાં બની રહ્યું છે વહાણ પર મહેલ, જુઓ તેની ખાસીયતો

આ પણ વાંચોઃ અધ્યતન સુવિધા યુક્ત MV ડ્રીમ પેસેન્જર શિપ ભંગાણ માટે અલંગ આવ્યું

Last Updated : Dec 10, 2021, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.