કચ્છમાં 2001ના ભૂકંપ સમયે અનેક મકાનો ઇમારતો ધરાશાયી થઈ હતી. જેમાંથી ભુજ શહેરમાં 300 જેટલી ઇમારતો નુકસાનગ્રસ્ત થઇને પણ ઉભી છે. આ ઇમારતોમાં મરામત બાદ અનેક પરિવારોએ રહેણાંક શરુ કરી દીધું છે. જે 19 વર્ષ પહેલા 300 ઇમારત જર્જરિત હતી. તેમાં સમયાંતરે ઘટીને હવે 39 થઈ હતી.
જેમાંથી 19 ઇમારતોનો સર્વ હાથ ધરીને તંત્રએ હમણાં જ ત્રણ ઇમારતો તોડી પાડવાનો આદેશ કર્યો છે. જેમાં શહેરના નીમઢોળ શેરીમાં આવેલા રૂપારેલ કોમ્પ્લેક્સ કંસારા બજારમાં આવેલી સંજય હેન્ડીક્રાફ્ટ અને સ્ટેશન રોડ પર આવેલી સ્મૃતિ કોમ્પલેક્ષનો સમાવેશ થાય છે. ત્યાંના જાગૃત યુવાનોએ જણાવ્યું હતું કે, આટલા વર્ષ રજૂઆતો બાદ પણ તંત્ર કામગીરી કરવામાં આળસ કરી રહ્યું છે. કચ્છમાં હજુ પણ 4ની તીવ્રતાના આંચકા નોંધાયા રહ્યા છે. જો આ સ્થિતિમાં કોઇ ઇમારત પડી જશે તો જે કંઈ નુકસાની થશે. તેની જવાબદારી કોણ લેશે.
લોકો ભય વચ્ચે પસાર થઈ રહ્યા છે આસપાસમાં રહેણાક આવેલા છે આ મુદ્દે ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી જણાવ્યું હતું કે, આ ત્રણ ઇમારતો તોડી પાડવામાં કામગીરી ચાલી રહી છે ટેન્ડર બહાર પાડવામાં આવશે અને આ ઇમારતો તોડી પડાશે જોકે જી 3 અને જી 4 ની ઇમારતોમાં મારા મત કરીને રહેણાંક શરૂ કરી દેવાયું છે
દરમિયાન લોકોએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, જે ભૂકંપના 19 વર્ષ 300માંથી 39 અને 39માંથી 19 ઇમારતો ર્જ્જરિત રહી છે તેમાંથી ત્રણ તોડી પડાશે ધીમે ધીમે ઇમારતોની કહેવાતી મરામત કરી દેવાય અને લોકો રહેવા લાગે તો ભવિષ્યમાં બેદરકારીનો મુદ્દો ઊભો થશે તો જવાબદારી કોની નક્કી કરાશે કારણ કે આટલા વર્ષ હજુ તંત્ર ટેન્ડર બહાર નથી પાડી શકયું તે ઇમારતો ક્યારે થશે તેનો કોઈ ચોક્કસ સમય નક્કી કહી શકાય નહીં.