ETV Bharat / state

Kutch Positive News: સરહદ ડેરીના દૂધ શીત કેન્દ્રનું લોકાર્પણ, 30 જેટલા ગામડાના પશુપાલકોને મળશે લાભ - Positive story

અબડાસા તાલુકા 30 જેટલા ગામોના પશુપાલકોને એક ખાસ સુવિધા મળી છે. વાયોર ગામમાં સરહદ ડેરીએ અત્યાધુનિક દૂધ શીત કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ છે. ઉપરાંત પશુ સારવાર માટે પશુ દવાખાનાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી સરહદી અંતરિયાળ વિસ્તારમાં પશુપાલન વ્યવસાયને વેગ મળશે.

Kutch Positive News: 2 કરોડના ખર્ચે સરહદ ડેરીના દૂધ શીત કેન્દ્રનું લોકાર્પણ, 30 જેટલા ગામડાના પશુપાલકોને મળશે લાભ

author img

By

Published : Jun 8, 2023, 6:18 PM IST

કચ્છ: સરહદી વિસ્તાર અબડાસા તાલુકાના વાયોર ગામમાં એક ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં 35000 લીટરની કેપેસિટી ધરાવતું બલ્ક મિલ્ક કુલરથી સજ્જ અત્યાધુનિક દૂધ શીત કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું. જેનો લાભ કેન્દ્રના આસપાસના 30 જેટલા ગામોના પશુપાલકોને મળશે.

અત્યાધુનિક દૂધ શીત કેન્દ્ર: જિલ્લામાં શ્વેતક્રાંતિની (White Revolution) શરૂઆત કરનાર સરહદ ડેરીએ અબડાસા વિસ્તારમાં પોતાનો વ્યાપ વધાર્યો છે. વાયોર ગામ ખાતે 35000 લીટરની કેપેસિટી સાથે રૂપિયા 2 કરોડના ખર્ચે અત્યાધુનિક દૂધ શીત કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉપરાંત પશુ સારવાર માટે પશુ દવાખાનાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા(MLA Pradhuman Singh Jadeja) અને અમુલ ફેડરેશનના (Amul Federation) વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ રસીકબા કેસરિયાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆતમાં શીત કેન્દ્રના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી શાસ્ત્રોક વિધિ સાથે વાસ્તુ પૂજન કરવામાં આવ્યું હતું.

આ નવનિર્મિત વાયોર ખાતેના શીત કેન્દ્ર પર આસપાસના 30 જેટલા ગામોનું આશરે 25000 થી 30000 લિટર જેટલું દૂધ એકત્રિત કરવામાં આવશે. તેમના પશુઓને ટોકન દરે સારવાર મળી રહે તે હેતુથી પશુ ડોક્ટર સાથે સારવાર કેન્દ્ર અને ડેરી દ્વારા પૂરું પાડવામાં આવતા કેટલ ફીડ ડેપોને પણ કાર્યરત કરવામાં આવ્યો છે. જેની સેવાનો લાભ આસપાસના ગામડાના પશુપાલકોને મળશે.--- વલમજી હુંબલ (સરહદ ડેરી,ચેરમેન અને અમૂલ ફેડરેશન,વાઇસ ચેરમેન)

30 ગામના પશુપાલકોને ફાયદો: સરહદ ડેરી હર હંમેશ સરહદી વિસ્તારના પશુપાલકોને ફાયદો થાય તે રીતે અવિરત કાર્ય કરી રહી છે. સરકારને સાથે રાખીને પશુપાલકો માટે બનતી તમામ મદદ કરવા તૈયારી પણ બતાવે છે. કચ્છના આ સરહદી અંતરિયાળ વિસ્તારમાં પશુપાલન વ્યવસાયને વેગ મળશે. પશુપાલન વ્યવસાય તરફ લોકો આગળ આવે તેવી નેમ વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું કે, અબડાસા વિસ્તારમાં વાયોર દૂધ શીત કેન્દ્રની શરૂઆતથી ઓછા ખર્ચમાં આસપાસના વિસ્તારમાંથી દૂધ ઓછા સમયમાં શીત કેન્દ્ર પર પહોંચી જશે. દૂધ સંગ્રહ કેપેસિટી વધારે હોવાના કારણે ડેરી પર આર્થિક ભારણ ઘટશે જે કારણે પશુપાલકોનો સમય અને ખર્ચ બંનેનો બચાવ થશે."

  1. 2થી 4 લાખ લિટર દુધ વિસ્તરણ થઈ શકે તેવા ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર પ્લાન્ટનું થશે લોકાર્પણ
  2. કચ્છની સરહદ ડેરી અમૂલના સથવારે ફળોના રસના માર્કેટમાં ઝંપલાવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.